BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
લૉસ એંજલસનાં જંગલોમાં દાવાનળ: આવી ભયાનક આગનાં પાંચ કારણો શું છે?
લૉસ એંજલસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત વિશાળ કેલિફૉર્નિયાનાં બે શહેરમાં મોટી આગ હજુ પણ લાગી રહી છે.
મર્ડરના આરોપી 'હિસ્ટ્રીશીટરે' 34 વર્ષ સુધી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરી, કઈ રીતે ભાંડો ફૂટ્યો?
નંદલાલનું અગાઉનું નામ નકદૂ હતું. 1988થી જિલ્લાના રાની કી સરાઈ પોલીસ સ્ટેશનમાં તેમનું નામ હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું હતું. તેઓ એક નવા નામથી જેલની બહાર જીવન ગાળતા હતા એટલું જ નહીં, તેઓ હોમગાર્ડની નોકરી મેળવવામાં પણ સફળ રહ્યા હતા.
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા કુંભમાં લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ત્રિવેણીમાં ડૂબકી
જુદા-જુદા અખાડાઓએ સેંકડોની સંખ્યામાં પોતાના ભવ્ય તંબુઓ બનાવ્યા છે. કેટલાક તો અમુક એકરમાં ફેલાયેલા છે. અહીં સાધુસંતોએ પોતપોતાના તંબુ લગાવ્યા છે, જ્યાં રહીને તેઓ પૂજા-પાઠ કરે છે.
આપના ધારાસભ્ય હેમંત ખવાને પોલીસ સાથે કેમ માથાકૂટ થઈ, શું છે વિવાદ?
જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના બિલખા શહેરમાં પોલીસ કર્મચારી સાથે તેમની રકઝક થતી જોવા મળે છે. શું છે આ વિવાદ?
મહિલાઓના અંડાશયમાંથી ઈંડાં કાઢી લેવાય છે?ભારતમાં શું છે નિયમો
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર દુનિયામાં દર 15 સેકન્ડે મહિલાઓના શરીરમાંથી ઈંડાં કાઢવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગની મહિલીઓ આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) સારવારમાં પોતાનાં ઈંડાંનો જ ઉપયોગ કરે છે. પરંતુ છ ટકા કેસમાં દાનમાં અપાયેલાં ઈંડાંનો ઉપયોગ કરવામાં આવે છે.
મહાકુંભ: ત્રિવેણી સંગમમાં ગંગા અને યમુના છે, પણ સરસ્વતી નદી કેમ દેખાતી નથી?
આ સંગમને ત્રિવેણી કહેવાતું હોવા છતાં સરસ્વતી નદી કેમ હવે દેખાતી નથી? ઇતિહાસના સંશોધકો તેના વિશે શું કહે છે? શું સરસ્વતી નદી હોવાનું કોઈ ઐતિહાસિક સાક્ષ્ય છે ખરું?શું ખરેખર સરસ્વતી નદી હતી અને પછી ગાયબ થઈ ગઈ કે પછી સરસ્વતી નદી એ માત્ર એક વાયકા છે? હકીકત શું છે?
લંડનમાં પેન્ટ પહેર્યાં વગર લોકો કડકડતી ઠંડીમાં કેમ મુસાફરી કરે છે?
લંડનમાં અત્યારે સખત ઠંડીનો માહોલ છે છતાં દર વર્ષની જેમ 'નો ટ્રાઉઝર્સ ટ્યુબ રાઇડ'ની વાપસી થઈ છે. લંડનની અંડર ગ્રાઉન્ડ ટ્રેનોમાં કેટલાય લોકો પેન્ટ પહેર્યાં વગર મુસાફરી કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે વડા પ્રધાન મોદીનાં વખાણ કરતાં શું કહ્યું?- ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
વીડિયો, ભાવનગરની એ હૉસ્પિટલ જેમાં પશુપક્ષીઓને મળે છે મફત સારવાર, 400 ગામ માટે આશીર્વાદરૂપ, અવધિ 5,41
આજુબાજુનાં 400થી વધુ ગામનાં પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે. પાંચ-છ મિત્રોથી શરૂ થયેલા આ સેવાકાર્ય આગળ વધતા-વધતા ઘણા લોકોના સહયોગથી મોટી હૉસ્પિટલ તૈયાર થઈ છે.
ભારત/વિદેશ
'મારા પિતાએ જેલમાં જ મરી જવું જોઈએ', તસવીરો જોઈને એક દીકરીની જિંદગી બદલાઈ ગઈ
ડોમિનિક પેલિકોટ (કેરોલિન ડેરિયનના પિતા)ને સાડા ત્રણ મહિના સુધી ચાલેલી ઐતિહાસિક સુનાવણી પછી ડિસેમ્બરમાં 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ચાર વર્ષ કરતાં વધુ સમય પછી તેમનાં પુત્રી ડેરિયનનું કહેવું છે કે તેમના પિતાએ "જેલમાં જ મરી જવું જોઈએ."
ગીરના જંગલમાં સિંહણ બચ્ચાંને કઈ જગ્યાએ જન્મ આપે છે અને જન્મ બાદ ક્યાં લઈ જાય છે?
સિંહણ કોઈની અવર જવર ન હોય તેવા ઝાડી-ઝાંખરામાં જ બચ્ચાંને જન્મ આપે છે અને બચ્ચાંઓને જન્મ આપ્યા બાદ એકાદ મહિના સુધી બાળકો સાથે જ રહે છે. સામાન્ય રીતે સિંહ પોતાનાં બચ્ચાંને મારતો નથી, પરંતુ અન્ય સિંહનાં બચ્ચાંને મારી નાખે છે.
કેરળ : 18 વર્ષીય વિદ્યાર્થિની પર ગૅંગરેપ, 64માંથી 27 આરોપીની ધરપકડ
કેરળના પથનમથિટ્ટામાં 18 વર્ષની એક દલિત વિદ્યાર્થીની સાથે થયેલા ગૅંગરેપના મામલાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં કુલ 64 લોકો પર વિદ્યાર્થીની સાથે કથિત જાતીય શોષણ અને બળાત્કાર ગુજારવાના આરોપો છે.
કુંભમેળાની શરૂઆત ક્યારે થઈ હતી, શું સમ્રાટ હર્ષવર્ધને શરૂ કર્યો હતો?
છેલ્લો કુંભ મેળો 2013માં યોજાયો હતો અને ત્યાર બાદ 2019માં અર્ધકુંભ મેળો યોજાયો હતો. અર્ધ કુંભ મેળો દર છ વર્ષે એકવાર યોજાય છે.આ વર્ષે કુંભ મેળો 13 જાન્યુઆરી પુષ્ય મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થશે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તે 45 દિવસ સુધી ચાલશે.
વીડિયો, વીડિયો પ્લૅટફૉર્મ યૂટ્યૂબે ટીવી ચૅનલ્સને સંપૂર્ણપણે માત કરી દીધી? - દુનિયા જહાન, અવધિ 15,24
જુલાઈ મહિનો યૂટ્યૂબ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. અમેરિકામાં પહેલી વાર લોકોએ ટીવી કે સિનેમા જોવા કરતાં વધારે સમય ટેલીવિઝન પર વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ યૂટ્યૂબ જોવામાં વિતાવ્યો.
અમેરિકામાં આગ, 'દાદી ઘર છોડીને જવા માગતાં નહોતાં', સ્વજનો ગુમાવનારની વ્યથા
અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ અનેક વિસ્તારોમાં સતત ફેલાઈ રહી છે. તેમાં જાહેર અને ખાનગી સંપત્તિનું ભારે નુકસાન થયું છે. વિસ્તારમાં હવામાનને કારણે આ આગ પર કાબૂ મેળવવો આસાન નથી. આ આગને કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયાં છે.
પોન્ઝી સ્કીમ્સ : છેતરપિંડીની આવી યોજનાઓને કેવી રીતે ઓળખવી?
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના BZ ગ્રૂપ દ્વારા ચલાવાતી પોન્ઝી સ્કીમ્સ અને છ હજાર કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિનો મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આપણી આસપાસ આજકાલ આવી ઘણી બધી લલચાવનારી યોજનાઓ આવી રહી છે. લોકો આવી યોજનાઓનો શિકાર બની રહ્યા છે.
મહારાષ્ટ્રનાં આ ગામોમાં લોકોને અચાનક ટાલ કેમ પડી રહી છે, ડૉક્ટરોનું શું કહેવું છે?
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનાં છ ગામોમાં હાલ ભયનું વાતાવરણ છે. આ ગામોના કેટલાક લોકોને અચાનક ટાલ પડવા લાગી છે. અચાનક વાળ ખરવાનું કારણ શોધવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.
અમેરિકા ખરેખર કૅનેડાને પોતાના દેશમાં સમાવી લેશે, શું આ શક્ય છે?
કૅનેડા અમેરિકા કરતાં 1 લાખ 51 હજાર 150 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મોટું છે. બીજી તરફ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માગે છે. જો આવું થાય, તો અમેરિકાનું 51મું રાજ્ય સમગ્ર અમેરિકા કરતાં ક્ષેત્રફળમાં મોટું હશે.