લખાણ પર જાઓ

એપ્રિલ ૨૮

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૮ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૫૮ – મરાઠાઓ એટોકની લડાઈમાં દુર્રાની સામ્રાજ્ય (અફઘાનો)ને હરાવીને શહેર પર કબજો કર્યો.
  • ૧૭૮૮ – મેરીલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર સાતમું રાજ્ય બન્યું.
  • ૧૯૨૦ – અઝારબૈજાન સોવિયેત સમાજવાદી ગણરાજ્યાની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૨૩ – વેમ્બલી સ્ટેડિયમ (જૂનું એમ્પાયર સ્ટેડિયમ) ખુલ્લું મૂકવામાં આવ્યું.
  • ૧૯૩૨ – માનવજાત માટે, પીળા તાવ (yellow fever)ની રસી શોધાઇ.
  • ૧૯૪૫ – બેનિટો મુસોલિની (Benito Mussolini) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
  • ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ (Kon-Tiki) નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
  • ૧૯૬૭ – વિયેતનામ યુદ્ધ : બોક્સર મુહમ્મદ અલીએ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં સામેલ થનો ઇનકાર કર્યો, ત્યારબાદ તેની ચેમ્પિયનશીપ અને લાઇસન્સ છીનવી લેવામાં આવ્યા.
  • ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', ફ્રાન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
  • ૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
  • ૧૯૯૬ – વ્હાઇટવોટર વિવાદ : રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને બચાવ માટે 41⁄2 કલાકની વિડિયોટેપ કરેલી જુબાની આપી.
  • ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
  • ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • શ્રમિક યાદગીરી દિવસ (Workers Memorial Day) – આંતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
  • વકીલ દિવસ (ઓરિસ્સા), ઓરિસ્સાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસની સાથે એકીકરણ માટે ઓડિયા-આંદોલન ચલાવનાર મધુસુદન દાસ સન્માનમાં.
  • મુજાહિદ્દીન વિજય દિવસ (અફઘાનિસ્તાન).

બાહ્ય કડીઓ