લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Jaishree

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Jaishree, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

જયશ્રીબેન, નમસ્કાર. ખાસ તો ગુજરાતી વિકિપીડિયા તરફથી આપે વિશ્વના ગુજરાતીઓ માટે ગુજરાતી તેમ જ મરાઠી વાનગીઓ વિશેની શ્રેણી શરુ કરી છે, તે બદલ ખુબ ખુબ આભાર. વધુમાં આપની રસોઇકળા તેમ જ લેખનકળાનો વધુને વધુ લાભ અહીં આપતા રહેશો એવી શુભેચ્છા સહ--સતિષચંદ્ર ૧૭:૫૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

વાનગીઓ

[ફેરફાર કરો]

મુરબ્બી જયશ્રીબેન, આપે આ સુંદર અને સ્વાદિષ્ટ વાનગીઓની શ્રેણીનાં લેખો લખવાનું આરંભ્યું છે તે ખુબ સરાહનિય કામ છે. અમારા જેવા પરદેશમાં વસતા લોકોને માટે તો આપનું આ યોગદાન સવિશેષ ઉપયોગી છે. આ શની-રવિમાં જ આપની જણાવેલી વાનગીઓમાથી એકાદ-બે અજમાવવાની છે. ગઈ કાલે આપે શરૂ કરેલા એક લેખમાં જતાં ખ્યાલ આવ્યો કે આપ મરાઠી ભાષા પર પ્રભુત્વ ધરાવો છો, તો વાનગી સિવાયનાં લેખોનો પણ અનુવાદ કરવા માટે આપને આપના કરતા શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ હોઈ જ ના શકે. આશા છે કે આપનાં જ્ઞાન અને કૌશલ્યનો લાભ ગુજરાતી વિકિપીડિયાને અવિરત મળતો રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૯, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

જયશ્રીજી...સીતારામ...જય માતાજી...અહીં વિકિપીડિયા પરિવારમાં તમારૂ સન્માન કરવામાં હું થોડો મોડો પડ્યો હોય તેવુ લાગે છે. આપશ્રી સ્વાદિષ્ટ વાનગીઓ વિષેનાં સુંદર લેખો લખીને જે સેવા આપી રહ્યા છો તે ખુબજ પ્રશંસનીય છે. તે માટે આપને ખાસ અભિનંદન આપુ છુ, તેની સાથે એક વિનંતી પણ કરૂ છુ કે, આ વાનગીઓનાં લેખ પુર્ણ થાય પછી આપનુ યોગદાન અહીં ચાલુ જ રાખશો...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૪૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

જયશ્રીબેન, નમસ્કાર. જોડણીની માહિતી પૂરી પાડવા બદલ આભાર. --સતિષચંદ્ર ૧૭:૦૭, ૯ માર્ચ ૨૦૧૦ (UTC)

અનુવાદ

[ફેરફાર કરો]

મુ. જયશ્રીબેન, નમસ્કાર, વધુમાં તાજેતરમાં આપના દ્વારા કરવામાં આવેલા ઢોસા તેમ જ ઘી લેખોના અનુવાદનું કાર્ય ખુબ જ અભિનંદનને પાત્ર છે. ખરેખર સુંદર અનુવાદ થયો છે, આપના જ્ઞાન તેમ જ કૌશલ્યનો આ કાર્યમાં પરિચય મળે છે. ફરી એક વાર ધન્યવાદ.--સતિષચંદ્ર ૧૭:૪૯, ૧૧ માર્ચ ૨૦૧૦ (UTC)

મુરબ્બિ જયશ્રીબેન, આપે વાનગીઓમાં કરેલા યોગદાન પરથી મને એમ અહેસાસ થયા કરે છે કે આપ મરાઠી છો, અને માટે જ આ પહેલા પણ મેં તમને મરાઠી ભાષામાંથિઇ યોગદાન માટે વિનંતિ કરી કરી હતી. મારી તે જ માન્યતાને ખરી માનીને, આજના ગુડી પડવાના શુભ દિને આપને તથા આપના સહુ પરિવારજનો ને મરાઠી નવ વર્ષની શુભકામના. આપને આ નવું વર્ષ ભગવાન આરોગ્ય અને સુખાકારી વાળું આપે તેજ અભ્યર્થના.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૧૬ માર્ચ ૨૦૧૦ (UTC)

ચિત્રો

[ફેરફાર કરો]

મુરબ્બી જયશ્રીબેન, નમસ્કાર. ખાસ વાત એ કહેવાની કે આપે પોતે (કે આપના મિત્રોએ) પાડેલ ચિત્ર અહીં ચડાવતી વખતે {{Cc-by-sa-3.0}} અથવા {{GFDL}} ટેગ "Summary" લખેલ ચોકઠામાં મુકવી, પહેલાથી અહીં હાજર ચિત્રોમાં ફેરફાર કરો કરી અને ત્યાં આ બેમાંથી કોઇ એક અથવા બંન્ને ટેગ મુકવી. (નમુના માટે અહીં ચડાવેલ ચિત્ર:Danidhar.JPG પર ટેગ મુકેલી છે. તે જોઇ જવું) અત્યારે ફક્ત આપનાં પોતાનાં અધિકારમાં હોય (ઉપર જણાવ્યું તેવા) તેવા ચિત્રો પરજ આ ટેગ મુકવી. અન્ય વેબસાઇટ (કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં) કે અન્ય ભાષાનાં વિકિ પરથી લીધેલા ચિત્રોમાં {{Fairuse}} નામની ટેગ મુકવી, પરંતુ આ ચિત્ર કઇ સાઇટ પરથી કે કયા સ્ત્રોત પરથી લીધેલું છે તેની કડી ત્યાં જરૂર મુકવી. આટલું કરવાથી ચિત્રને કોપીરાઇટના નિયમો અનુસાર માન્યતા મળે છે. --સતિષચંદ્ર ૧૯:૨૦, ૨૭ માર્ચ ૨૦૧૦ (UTC)

ગુજરાતી શબ્દો

[ફેરફાર કરો]

મુરબ્બિ જયશ્રીબેન, આપના નવા બનાવેલા અમુક લેખો જોતા એક વાત તરફ ધ્યાન ગયું કે, આપેમુક જગ્યાએ ખાંડને બદલે સાકર શબ્દનો ઉપયોગ કર્યો છે, પરંતુ આપને તો ખ્યાલ જ હશે કે ગુજરાતીમાં સાકર અને ખાંડ બન્ને અલગ વસ્તુઓ છે. સાકર શબ્દ વાંચતાજ મિશ્રી કે ખડી સાંકર, વિગેરેનો ખ્યાલ આવે. જ્યારે મિઠાઈઓમાં આ સાકરનો ઉપયોગ ક્યારેય થતો નથી, અને કરવો અઘરો પણ છે, કેમકે તે કદમાં ખુટ મોટી હોય છે. માટે, એક વિનંતિ કે જો આપ અહીં ખાંડનો ઉલ્લેખ કરતી વેળા ખાંડ શબ્દનો જ ઉપયોગ કરશો તો વાંચકોને સમજવામાં વધુ સરળ રહેશે અને તે માહિતી વાસ્તવિક હશે. વધુમાં કિશમીશ, તે પણ હિંદી શબ્દ છે, શહેરી વિસ્તારમાં પણ હજુ ઘણા લોકોને કિશમીશ એટલે શું તે ખ્યાલ ના હોય તે શક્ય છે, ગુજરાતીમાં તેને માટે આપણે સુકી દ્રાક્ષ શબ્દ વાપરીએ છીએ. હું સમજી શકું છું કે આ શબ્દ વાપરવામાં થોડો લાંબો છે, પરંતુ, તે જ ગુજરાતી માટે તે જ સાચો શબ્દ હોઈ આપણે તે વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.

માફ કરજો, આપને આ ટિકા નથી, પરંતુ એક સુઝાવ છે તેમ સમજશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૬, ૧૯ એપ્રિલ ૨૦૧૦ (UTC)

તમારી વાત સાચી છે જયશ્રીબેન, આપણા બીજા એક સભ્ય સુશાંતભાઈ સાથે પણ મારે આ જ ચર્ચા થાય છે, કેમકે તે પણ મુંબઈગરા છે, અને સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષા જે ગુજરાતમાં બોલાય અને ગુજરાત બહાર બોલાય તેમાં અંતર તો હોવાનું જ. આપનો સુઝાવ આમ જોવા જઈએ તો ખોટો નથી, કે ખાંડની સાથે સાકર શબ્દ રહેવા દેવો જોઈએ, પરંતુ એના ઉપર વિચાર કરીએ તો ઘણા પ્રદેશમાં સાકર કરતા મોરસ શબ્દ વધુ પ્રચલિત છે, તો શું આપણે ખાંડ (સાકર, મોરસ) એ રીતે લખવું? આમ કરતાં તે લિસ્ટ ઘણુ લાંબુ થઈ શકે તેમ છે. અને એ બધાને બાદ કરતા મૂળ મુદ્દો છે સાકર શબ્દને કારણે ઉદ્ભવતી દ્વિધાનો, જેને કારણે તે ટાળવો મને ઉચિત લાગે છે. આગળ આપની મરજી, આપ પણ અનુભવિ છો માટે જે લખશો તે ખોટું તો નહીજ હોય, માટે આપના આખરી નિર્ણય સાથે મારી મૂક સહમતિ છે તેમ સમજીને ચાલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૧, ૨૧ એપ્રિલ ૨૦૧૦ (UTC)

તીખી ચટણી નામાતંરણ

[ફેરફાર કરો]

જયશ્રીબેન, હું આપની સાથે આંશિકરીતે સહમત છું કે તીખી ચટણી એ સ્વાદને આધારે નામ છે અને તે કોઈ પણ સ્વાદે તીખી હોય એવી ચટણીને આપી શકાય, પરંતુ આપણે તે નામ કોઈ પણ ચટણીને આપતા નથી. જેમકે, કદાચ લસણની ચટણી તીખામાં તીખી હોય છે, કારણકે તેમાં સુકુ લસણ, જરીક તેલ અને લાલ મરચું જ વપરાય છે, ક્યારેક તલ, પણ એ સિવાય અન્ય કશું નહી, પરંતુ તેને આપણે ક્યારેય તીખી ચટણી નથી કહેતા. વધુમાં આપે કહ્યું તે મુજબ, ગળી ચટણી ગોળ આંબલી (કે ફક્ત આંબલી)ની ચટણી, ખજુર આંબલી (તેમાં પણ ગોળ તો હોય છે જ ને?), વિગેરે ગમે તે હોઈ શકે. પરંતુ, વ્યવહારની ભાષામાં આપણે તે બધી ચટણીઓને ગળી ચટણી જ કહીએ છીએ. જેમકે ભેળ વાળાને ત્યાં કે પાણી-પૂરીની લારીએ, આપણે તેને ફોડ પાડીને નથી કહેતા કે તે આપણને ખજૂર આંબલીની, કે આંબલીની, કે પછી કોથમીરની ચટણી આપે, તેને ગળી અને તીખી ચટણી જ ઉમેરવાનું કહીએ છીએ. અને એક સમયે, માની પણ લઈએ કે તીખી ચટણી મૂળ લેખનું નામ ના હોવું જોઈએ, તે રિડાયરેક્ટ થવું જોઈએ, તો પછી, કોથમીરની ચટણી ને બદલે કોથમીર-મરચાંની ચટણી મૂળ લેખ હોવો જોઈએ, કેમકે આ ચટણીમાં ફક્ત કોથમીર ના હોતા, મુખ્ય ઘટકમાં કોથમીર અને મરચાં બંને મુખ્ય ઘટકો છે. ગળી ચટણી એકલી આંબલીની, એકલી ખજુરની અને ખજુર-આંબલી બંનેની ભેગી બની શકે છે, માટે તેનું નામાંતરણ નથી કર્યું, પરંતુ, તીખી ચટણી ૯૦% કિસ્સામાં આ જ હોય છે, હા, ક્યારેક તેને લીલી ચટણી પણ કહે છે, જેનું રિડાયરેક્ટ બનાવવાની જરૂર છે. અન્ય લીલી કે તીખી ચટણી ફુદીનાની ચટણી હોય છે, જે કોથમીર મરચાંની ચટણીનું એક વેરિએશન છે, અને પાણી-પૂરી સિવાય બહુ ઓછી ચલણમાં હોવાથી, જ્યારે તીખી ચટણીનો ઉલ્લેખ થાય ત્યારે તેની યાદ સાહજીક રીતે જ આવતી નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૯, ૧૮ જૂન ૨૦૧૦ (UTC)

There is an effort from WikiMedia foundation to create localized logo for all Wikipedias. Foundation is asking for the right open source font that can be used for creating logo for Gujarati Wikipedia. Could you please help me regrading this? Please mail me the details. My email address is shijualexonline@gmail.com --Shijualex ૦૦:૫૫, ૨૩ જૂન ૨૦૧૦ (UTC)

નવા લોગો માટે આપનો મત

[ફેરફાર કરો]

મુરબ્બી જયશ્રીબેન, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૭, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા

[ફેરફાર કરો]

મુરબ્બી જયશ્રીબેન, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

દૂર કરવા વિનંતી કોપરાની ચટણી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૪:૦૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સાંબાર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૦, ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]