આઈએસના અલ-બગદાદીનાં પત્નીએ ઇસ્લામિક સ્ટેટ અને તેના કામ વિશે શું ખુલાસો કર્યો?

વીડિયો કૅપ્શન,
આઈએસના અલ-બગદાદીનાં પત્નીએ ઇસ્લામિક સ્ટેટ અને તેના કામ વિશે શું ખુલાસો કર્યો?

ઉમ્મ હુઝૈફા પોતાને ઇસ્લામિક સ્ટેટ નામના ચરમપંથી સંગઠનના પૂર્વ નેતા અબુ બકર અલ-બગદાદીનાં પ્રથમ પત્ની ગણાવે છે.

આ સંગઠને જ્યારે સીરિયા અને ઇરાકના મોટા ભાગના વિસ્તારો પર કબજો કર્યો હતો ત્યારે અલ-બગદાદીએ તેમની સાથે નિકાહ કર્યા હતા.

ઉમ્મ હુઝૈફા હાલમાં ઇરાકની જેલમાં છે અને તેમના પર આતંકવાદમાં સામેલ થવાનો કેસ ચાલી રહ્યો છે.

બીબીસીએ જેલમાં ઉમ્મ હુઝૈફાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું એ વાતનો ઇનકાર નથી કરતી કે મારા પતિ ગુનેગાર છે."

વધુ જુઓ ઇન્ટરવ્યૂમાં...

બગદાદીનાં પત્ની, બીબીસી ગુજરાતી