ભારત ચીન વચ્ચે થતાં ઘર્ષણની તવાંગના સ્થાનિકોના જીવન પર શું પડે છે અસર?
ભારત ચીન વચ્ચે થતાં ઘર્ષણની તવાંગના સ્થાનિકોના જીવન પર શું પડે છે અસર?
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારત-ચીન વચ્ચે ઘર્ષણ થયું ત્યારે તવાંગ ફરીથી ચર્ચામાં આવ્યું. પણ અહીં ઘર્ષણ એ કોઈ નવી વાત નથી.
આ વિસ્તારમાં એવા લોકો પણ છે કે જેમણે 1962નું યુદ્ધ નજરે જોયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી અહીંના રહિશો બન્ને દેશો વચ્ચેના ઘર્ષણ અને તેને કારણે સર્જાતી પરિસ્થિતિઓથી મોટાભાગે ટેવાઈ ગયા છે.
અહીં સામાન્ય દિવસોમાં પ્રવાસીઓ પણ આવતા હોય છે, જેનાથી સ્થાનિકોને ધંધો-રોજગાર મળી રહે છે.
અહીંના સ્થાનિક વેપારીઓની એક ફરિયાદ પણ છે. જ્યારે જ્યારે ભારત અને ચીન વચ્ચે દૂર સરહદ પર ઘર્ષણ થાય છે, ત્યારે ત્યારે ટીવીમાં આવતા સમાચારોને કારણે પ્રવાસીઓ અહીં આવતા અટકી જાય છે, જેને કારણે તેમની આજીવિકા પર અસર પડે છે.
તેમની જ કહાણી પર આજની કવર સ્ટોરી...