BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગલ્ફના દેશોમાં પાકિસ્તાની ભિખારીઓની સંખ્યામાં વધારો, પાકિસ્તાનીઓ માટે યુએઈના વિઝા મેળવવામાં મુશ્કેલીઓ વધી
યુએઈએ પાકિસ્તાનીઓને વિઝા આપવા સામે કોઈ સત્તાવાર પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ વિઝાની અરજીઓ મોટા પાયે રિજેક્ટ થઈ રહી છે. આવું કેમ થઈ રહ્યું છે?
સીરિયાએ કહ્યું, 'અસદના સમર્થકોએ કરેલા હુમલામાં 14 સુરક્ષા કર્મચારીઓનાં મૃત્યુ' – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
ફ્રાન્સનો બળાત્કાર કેસ પોર્ન ફેન્ટસી અને પુરુષોની ઇચ્છા વિશે શું જણાવે છે?
હવે ન્યાય થઈ ચૂક્યો છે ત્યારે આપણે આ ભયાનક કેસની આગળ જોઈ શકીએ અને સવાલ કરી શકીએ કે પુરુષોમાં સંવેદનહીનતા અને હિંસક વ્યવહાર ક્યાંથી આવે છે? સંમતિ વિનાનું સેક્સ બળાત્કાર છે શું આ વાત તેઓ નથી જાણતા? બીજો એક મોટા સવાલ પણ છે. એક નાના વિસ્તારમાં રહેતા આટલા બધા પુરુષો એક મહિલા પર આત્યંતિક વર્ચસ્વની આ કલ્પના અંગે સંમત થાય છે, આ વાત પુરુષોની ઇચ્છાઓ વિશે શું જણાવે છે?
મોહન ભાગવતના મંદિર-મસ્જિદવાળા નિવેદન અંગે થયેલો વિવાદ ભાજપ-સંઘ વચ્ચે 'મતભેદ' તરફ ઇશારો કરે છે?
19 ડિસેમ્બર, ગુરુવારે મોહન ભાગવતે 'હિંદુસેવા મહોત્સવ'ના ઉદ્ઘાટન વખતે દેશના હાલના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફરી એક વખત મંદિર-મસ્જિદના પ્રકરણને બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું, "તિરસ્કાર અને દુશ્મની માટે દરરોજ નવું પ્રકરણ શરૂ કરવું એ યોગ્ય નથી, આવું ન ચાલી શકે."
પાર્કર : સૂર્યની સૌથી નજીક પહોંચનાર નાસાનું અવકાશયાન આટલું ઊંચું તાપમાન કેવી રીતે સહન કરી શકે છે?
વિજ્ઞાનીઓને આશા છે કે આ અવકાશયાન સૂર્યના બાહ્ય વાયુમંડળ એટલે કે કોરોનામાંથી પસાર થશે ત્યારે લાંબા સમયથી વણઊકલ્યા રહેલા કોયડાને ઉકેલી નાખશે. આ મિશનને લીધે વિજ્ઞાનીઓને કોરોનામાંથી સતત નીકળતા ચાર્જ્ડ પાર્ટિકલ્સના પ્રવાહને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળશે.
વીડિયો, ઈડલીની ફૅક્ટરી, જ્યાં બને છે રોજની 25 હજાર ઈડલી અને 2000 લિટર સંભાર, અવધિ 3,55
મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલી આ ઈડલી ફેક્ટરીમાં રોજની 25 હજાર ઈડલી અને 2000 લિટર સંભાર બને છે.
નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી વચ્ચે લોકપ્રિય નેતા તરીકે કઈ સમાનતા અને કેટલા વિરોધાભાસ છે?
વાજપેયીએ ભારતીય રાજકારણમાં આત્યંતિક રાષ્ટ્રવાદની હિમાયત પણ કરી હતી અને બીજેપીને કૉંગ્રેસના લોકતાંત્રિક વિકલ્પ તરીકે પ્રસ્તુત પણ કર્યો હતો. એ સમયે આરએસએસને ખબર હતી કે વાજપેયીનો ચહેરો કેટલો મહત્ત્વનો છે. અથવા આરએસએસના વિચારક ગોવિંદાચાર્યે પછીના દિવસોમાં કહ્યું હતું તેમ, "વાજપેયી એક મુખવટો હતા."
એવું શહેર જ્યાં દરેક ઘરમાં ફરજિયાતપણે બંદૂક રાખવાનો કાયદો છે, બંદૂક ન રાખનાર સામે શું કાર્યવાહી કરાય છે?
કેનેસોનો ગન લો સ્પષ્ટપણે જણાવે છે કે આ શહેર અને તેના રહેવાસીઓની સલામતી, સુરક્ષા તથા કલ્યાણ માટે તેમજ તેનું રક્ષણ કરવા માટે શહેરની મર્યાદામાં આવેલા તમામ ઘરના વડાએ ઘરમાં દારુગોળો અને હથિયાર રાખવું જરૂરી છે.
એ ભારતીય પરિવાર જે એક સ્ટોરથી શરૂ કરીને અમેરિકામાં 'સૌથી ધનાઢ્યો પૈકી એક' બની ગયો
ભારતીય મૂળના એક પરિવારે અમેરિકાના હવાઈ રાજ્યમાં બહુ નાના પાયે શરૂઆત કરી હતી, પરંતુ દાયકા વીતવાની સાથે હવે તેમની ગણના હવાઈ ટાપુઓ પર સૌથી ધનાઢ્ય પરિવારોમાં થવા લાગી છે.
ભારત/વિદેશ
ક્રિસમસ સુનામીનાં 20 વર્ષ: એ સુનામી જેણે 14 દેશોમાં બે લાખથી વધુ લોકોનો જીવ લીધો, તે દિવસે શું થયું હતું?
20 વર્ષ પહેલાં 26 ડિસેમ્બર 2004ના દિવસે દુનિયાનો સૌથી મોટો ભૂકંપ નોંધાયો હતો, જેનું ઍપિસેન્ટર સુમાત્રાની પશ્ચિમ દિશામાં આવેલું હતું.
કિસાન કવચ શું છે અને તે જંતુનાશકોની અસરથી ખેડૂતોને કેવી રીતે બચાવશે?
કેન્દ્ર સરકારના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ 'કિસાન કવચ' નામનો એક જંતુનાશક સૂટ બનાવ્યો છે. આ સૂટનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને ખેતમજૂરોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે તેની થતી અસરોથી બચાવવાનો છે.
રહેમરાહે નોકરી મેળવનાર આરટીઓ કૉન્સ્ટેબલની કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરવાની કહાણી
ગયા ગુરુવારે 20 ડિસેમ્બરે શરૂ થયેલી મધ્ય પ્રદેશ લોકાયુક્ત અને ત્યાર પછી ઇન્કમટૅક્સ વિભાગની કાર્યવાહીમાં 52 કિલો સોનું, 230 કિલો ચાંદી અને 17 કરોડ રૂપિયાથી વધારે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
'મેં નવ લાખ રૂપિયામાં મારા પુત્રને વિદેશ મોકલી મોત ખરીદ્યું'- એક પાકિસ્તાની પિતાની દર્દભરી કહાણી
ગત સપ્તાહે ગ્રીસના દરિયામાં પરપ્રાન્તિઓને લઈ જતી ત્રણ બોટ પલટી ગઈ હતી, જેમાં પાંચ પાકિસ્તાનીઓનાં મોત થયાં હતાં. પાકિસ્તાનના અધિકારીઓ માતા-પિતાને વિનંતી કરી રહ્યા છે કે તેઓ તેમનાં બાળકોને આવી રીતે ગેરકાયદે વિદેશ ન મોકલે. પરંતુ અનેક યુવાઓ જીવ હોડમાં મૂકીને આવી રીતે સફર કરે છે.
જીએસટી વિવાદઃ પૉપકૉર્ન સહિતના ટૅક્સ મામલે સરકારે કરી આ સ્પષ્ટતા
આપણે બધાને પૉપકૉર્ન ખાવાનું ગમે છે, પરંતુ છેક હવે સ્પષ્ટતા થઈ કે ભારતમાં પૉપકૉર્નની ત્રણ કૅટેગરી છે અને દરેક માટે ટૅક્સનો સ્લૅબ પણ અલગ છે. પૉપકૉર્નથી લઈને જૂની કાર સહિતના મામલે જીએસટીના દર હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે.
વિશ્વના 10 સૌથી શ્રીમંત કુટુંબોની બ્લુમબર્ગની રૅન્કિંગમાં આ ક્રમે છે અંબાણી પરિવાર
વિશ્વના સૌથી શ્રીમંત પરિવારોની બ્લુમબર્ગની રૅન્કિંગમાં ભારતના અંબાણી પરિવારનો પણ સમાવેશ થાય છે.બ્લુમબર્ગનું કહેવું છે કે આ યાદીમાં સામેલ કંપનીઓની મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમણે તેમની સંપત્તિ જાળવી રાખી છે.
રફી@100: 'મારા જેવા હજારો આવશે, પણ બીજો રફી નહીં આવે', એવું મન્ના ડેએ શા માટે કહ્યું હતું?
રફી સંગીતના દિવાના હતા, પણ તેમના પિતા સંગીતની સખત વિરુદ્ધ હતા. અમૃતસર પાસે જન્મેલા રફી 12 વર્ષની ઉંમરે લાહોર પહોંચ્યા અને તેમણે મોટાભાઈ સાથે વાળ કાપવાનું શરૂ કર્યું. એક વખત ઑલ ઇન્ડિયા રેડિયોના અધિકારી જીવનલાલ મટ્ટો લાહોરના નૂર મહોલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તેમણે અત્યંત કર્ણમંજૂલ અવાજ સાંભળ્યો હતો. રફીની ગાયકીથી ખુશ થયેલા એ અધિકારીએ તેમને રેડિયોમાં કામ કરવાની તક આપી.
બાંગ્લાદેશના સ્મશાનઘાટ, મંદિરમાં હત્યા અને ચોરીની ઘટના, ઇસ્કૉને શું કહ્યું?
બાંગ્લાદેશના ઉત્તરમાં આવેલા નાટોર જિલ્લામાં એક સ્મશાન ઘાટેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. બીબીસી બાંગ્લા મુજબ સદીઓ જૂના આ સ્મશાનમાં કાંસા, પિત્તળ અને તાંબાના પ્રાચીન સામાનની પણ ચોરી થઈ છે.
ઈરાનની મહિલા જેલમાં નર્ક જેવી યાતના ભોગવતી સ્ત્રીઓની કહાણી
સપ્ટેમ્બર 2022માં 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલી ‘વુમન, લાઇફ, ફ્રીડમ’ ચળવળ સંદર્ભે હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે ધરપકડ કરાયેલા ઘણા લોકો એવિન જેલમાં હતા. મહિલાઓ માટે હિજાબ પહેરવાનું ફરજિયાત બનાવતા ઈરાની કાયદાના કથિત ઉલ્લંઘન બદલ કરવામાં આવી હતી અને તેઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં હતાં.