લખાણ પર જાઓ

શનિદેવ

વિકિપીડિયામાંથી
શનિ ગ્રહ
શનિદેવ એક મંદિરમાં, કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત

શનિદેવ (સંસ્કૃત: शनैश्वर) ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવાર ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે: મંદ અર્થાત્ ધીમી ગતિ (शनये क्रमति सः). સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.

પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા હરિશ્ચંદ્રને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ; નળરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.

શનિની આરાધના માટે કે કૃપાદૃષ્ટિ મેળવવા નીચેના મંત્રો નો લોકો જાપ કરે છે.

હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ ।
છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ શનૈશ્ચરમ્ ॥

सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्षः शिवप्रियः।
मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः ॥