મુંબા દેવી મંદિર
મુંબા દેવી મંદિર | |
---|---|
મુંબા દેવી મંદિર, ભુલેશ્વર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | મુંબા દેવી |
સ્થાન | |
સ્થાન | મુંબઇ |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 18°57′0″N 72°49′48″E / 18.95000°N 72.83000°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | માછીમારો |
આર્થિક સહાય | પાંડુ શેઠ |
સ્થાપના તારીખ | ૧૯૩૭ |
મંદિરો | ૧ |
મુંબા દેવી મંદિર મુંબઇમાં ભુલેશ્વર ખાતે આવેલ છે. મુંબઇ નામ મરાઠી ભાષામાં મુંબા આઈ એટલે કે મુંબા માતાના નામ પરથી આવ્યો છે. અહીં તેમની ખૂબ જ માન્યતા છે. આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. મુંબઇ શરૂઆતમાં માછીમારોની વસ્તી હતી. તેમને અહીં કોલી કહે છે. કોલી લોકોએ અહીં બોરી બંદર ખાતે મુંબા દેવી મંદિરની સ્થાપના એટલા માટે કરી કે આ દેવીની કૃપાથી તેમને સમુદ્રમાં નુકસાન ના થયું. આ મંદિર તેના મૂળ સ્થાન પર ૧૭૩૭ના વર્ષમાં બન્યું હતું, જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસની ઈમારત છે.[૧] પછી બ્રિટિશ શાસનમાં આ મંદિર મરીન લાઇન્સ-પૂર્વ વિસ્તારમાં બજાર વચ્ચે સ્થાપિત કર્યું હતું. ત્યારે મંદિરની ત્રણ બાજુ પર એક વિશાળ તળાવ હતું, જે હવે દાટી દેવામાં આવેલ છે. આ મંદિરની જમીન પાંડુ શેઠ તરફથી દાન કરવામાં આવી હતી અને આ મંદિરની દેખરેખ તેમના પરિવાર તરફથી જ કરવામાં આવતી હતી. પછી મુંબઇ હાઇ કોર્ટ દ્વારા મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. હજુ પણ આ મંદિરની દેખરેખ આ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે.[૨]
અહીં મુંબા દેવીની નારંગી ચહેરાવાળી, ચાંદીના તાજથી શણગારેલ મૂર્તિ સ્થાપિત છે. આ ટ્રસ્ટ દ્વારા અહીં અન્નપૂર્ણા અને જગદંબા માતાની મૂર્તિઓ પણ મુંબા દેવીની આજુબાજુમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરમાં દરરોજ છ વખત આરતી કરવામાં આવે છે. મંગળવારનો દિવસ અહીં શુભ માનવામાં આવે છે. અહીં માનતા માંગવા માટે અહીં રાખેલ કઠવા (લાકડું) પર સિક્કાને ખીલી ઠોકી ચોંટાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ જ રહે છે. આ મંદિર લગભગ ૫૦ લાખ રૂ. વાર્ષિક ધોરણે આ મંદિરનાં જાળવણી કાર્યો અને ઉત્સવોમાં ખર્ચ કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ मुंबा देवी मंदिर भारत ऑनलाइन पर
- ↑ "मुंबई वाली मुंबा आई". મૂળ માંથી 2004-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-18.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |