લખાણ પર જાઓ

મયાસુર

વિકિપીડિયામાંથી

મયાસુર (मयासुर) અથવા મય (मय) એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા અનુસાર દાનવોનો રાજા તથા એક મહાન શિલ્પી હતો. તેની રાજધાનીનું નામ મય રાષ્ટ્ર હતું જે અત્યારે મેંરુતના નામે ઓળખાય છે. રાવણની ગુણવાન તથા પરંમ સુંદરી પત્નિ મંદોદરી, તેની પુત્રી હતી.


ત્રિપુર

[ફેરફાર કરો]

મય દાનવે ત્રણ અપ્રતિમ પુર (નગરો)ની રચના કરી હતી જે ઉડી઼ પણ શકતા હતા. આ ત્રણે નગરો સમૃદ્ધ, શક્તિશાળી તથા દુનિયા પર પ્રભુત્વ ધરાવતા હતા. પરંતુ આ નગરોમાં પાપાચાર વધતા ભગવાન શિવે તેનો નાશ કર્યો હતો, પણ મય દાનવને જીવનદાન આપ્યું હતું કારણ કે તે શિવભક્ત હતો.


રામાયણમાં

[ફેરફાર કરો]

હનુમાનજી એ જ્યારે લંકા ધ્વંસ કર્યો ત્યારે રાવણે મયાસુરની મદદથી લંકા નગરીની પુનઃ રચના કરી હતી.


મહાભારતમાં

[ફેરફાર કરો]

ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું, ત્યારે તે હાર પામ્યો અને શ્રીકૃષ્ણઍ તેને અભય દાન આપ્યું. શ્રીકૃષ્ણઍ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન નિર્માણ કર્યો, જે મયસભા તરીકે વિખ્યાત થયો.


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]