બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
સમઘડી દિશામાં ડાબે-ઉપરથી:: કીર્તિ સ્તંભ, અંબાજીમાં ગબ્બરનું મંદિર, મોકેશ્વર બંધ, વડગામમાં ખેતર, મગરવાડાનું મણિભદ્રવીરનું મંદિર | |
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૧ મે, ૧૯૬૦ |
મુખ્યમથક | પાલનપુર |
સરકાર | |
• જિલ્લા કલેક્ટર | આનંદ પટેલ[૧] |
વિસ્તાર | |
• કુલ | ૧૨,૭૦૩ km2 (૪૯૦૫ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૩૧,૨૦,૫૦૬ |
• ગીચતા | ૨૩૩/km2 (૬૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયવિસ્તાર) |
વાહન નોંધણી | GJ-08 |
વેબસાઇટ | banaskantha |
બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.
મુખ્ય નદીઓ
[ફેરફાર કરો]પર્વતો
[ફેરફાર કરો]- અરવલ્લી
- જેસોરની ટેકરીઓ
હવામાન
[ફેરફાર કરો]બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[૩] ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.
કચ્છ જિલ્લો | રાજસ્થાન | સાબરકાંઠા જિલ્લો | ||
કચ્છ જિલ્લો | સાબરકાંઠા જિલ્લો | |||
| ||||
પાટણ જિલ્લો | મહેસાણા જિલ્લો | મહેસાણા જિલ્લો |
વન્યજીવન
[ફેરફાર કરો]બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.
તાલુકાઓ
[ફેરફાર કરો]બનાસકાંઠા જિલ્લો ૬ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ થયેલી જાહેરાત પ્રમાણે બનાસકાંઠામાંથી બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા બનાવાયા હતા.[૪]
વાવ-થરાદના નવા નિર્માણાધીન જિલ્લામાં અગાઉના ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.
વસ્તી
[ફેરફાર કરો]વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૪,૩૭,૦૭૨ | — |
૧૯૧૧ | ૪,૧૮,૪૫૦ | −0.43% |
૧૯૨૧ | ૪,૪૦,૮૯૧ | +0.52% |
૧૯૩૧ | ૪,૭૭,૩૪૧ | +0.80% |
૧૯૪૧ | ૫,૪૮,૭૩૭ | +1.40% |
૧૯૫૧ | ૬,૯૬,૩૬૭ | +2.41% |
૧૯૬૧ | ૮,૯૯,૯૮૯ | +2.60% |
૧૯૭૧ | ૧૧,૪૬,૧૫૯ | +2.45% |
૧૯૮૧ | ૧૫,૧૪,૧૨૧ | +2.82% |
૧૯૯૧ | ૧૯,૮૧,૫૧૩ | +2.73% |
૨૦૧૧ | ૨૫,૦૪,૨૪૪ | +1.18% |
૨૦૧૧ | ૩૧,૨૦,૫૦૬ | +inf% |
સંદર્ભ:[૫] |
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫[૨] વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે[૬] અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.[૭] દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.[૨] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.[૨] બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.[૨]
રાજકારણ
[ફેરફાર કરો]વિધાનસભા બેઠકો
[ફેરફાર કરો]મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૭ | વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ | ||
૮ | થરાદ | શંકર ચૌધરી | ભાજપ | ||
૯ | ધાનેરા | માવજી દેસાઇ | અપક્ષ | ||
૧૦ | દાંતા | કાંતિભાઇ ખરાડી | કોંગ્રેસ | ||
૧૧ | વડગામ (SC) | જીજ્ઞેશ મેવાણી | કોંગ્રેસ | ||
૧૨ | પાલનપુર | અનિકેત ઠાકર | ભાજપ | ||
૧૩ | ડીસા | પ્રવિણ માળી | ભાજપ | ||
૧૪ | દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ | ||
૧૫ | કાંકરેજ | અમૃતજી ઠાકોર | કોંગ્રેસ |
લોકસભા બેઠક
[ફેરફાર કરો]બનાસકાંઠામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
જાણીતા વ્યક્તિઓ
[ફેરફાર કરો]- ચંદ્રકાંત બક્ષી - ગુજરાતી લેખક
- હરીભાઇ ચૌધરી - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય
- બી. કે. ગઢવી - ભૂતપૂર્વ સંસદ
- પ્રણવ મિસ્ત્રી - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ
- રણછોડદાસ પગી - ભારતીય સૈન્યના પગી
- ગૌતમ અદાણી - ભારતીય ઉદ્યોગપતિ
- માવજીભાઈ દેસાઈ - ચેરમેન, APMC ડીસા
- ગેનીબેન ઠાકોર - લોકસભા સદસ્ય
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- અંબાજી - યાત્રાધામ.
- બાલારામ - બાલારામ નદીના કિનારે આવેલું સ્થળ.[૮] અહીં શિવમંદિર અને બાલારામ પેલેસ આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલું છે.
- વિશ્વેશ્વર - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ.
- નડાબેટ- નડેશ્વરી માતાનું મંદિર અને સીમા દર્શન [૯]
- ઢીમા - ધરણીધર મંદિર
- આનંદ ધામ - એટા
- શેણલમાતા મંદીર - માંગરોળ
- તુલસી ધામ - નારોલી
- કુંભારિયાનાં દેરા - કુંભારિયા
- ગેળા હનુમાન - ગેળા
- જબરેશ્વર મહાદેવ મઠ, જાવલ - ગુલાબભારથી અને સુખથીભારથી મહારાજની જીવંત સમાધિ.
- શ્રી અગિયારમુખી હનુમાનજી મંદિર - ભુરીયા.
- નીલકંઠ મહાદેવ, લોદરાણી.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Contacts | બનાસકાંઠા જિલ્લા કલેક્ટર - કચેરી". banaskantha.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-08-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૧.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11[હંમેશ માટે મૃત કડી]
- ↑ "રાજ્યની 9 મહા નગરપાલિકાને મહા પાલિકાનો દરજ્જો અપાયો, હવે કુલ મનપા 17 થઈ". www.gujaratsamachar.com. ૧ જાન્યુઆરી ૨૦૨૫. મૂળ સંગ્રહિત માંથી ૨ જાન્યુઆરી ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૨૫.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧.
Mongolia 3,133,318 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
Iowa 3,046,355
- ↑ "બનાસકાંઠા જિલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | પ્રાકૃતિકધામ બાલારામ". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2015-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૭.
- ↑ "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | નડેશ્વરી માતાનું મંદિર". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં બનાસકાંઠા જિલ્લો.
- બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન