લખાણ પર જાઓ

દત્તાત્રેય

વિકિપીડિયામાંથી
દત્તાત્રેય
દત્તાત્રેય
ભગવાન દત્તાત્રેય. રાજા રવિ વર્માએ દોરેલું ચિત્ર
જોડાણોબ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર.
પ્રતીકશંખ, ચક્ર, કમળ, ત્રિશૂલ, કમંડળ, ડમરું
વ્યક્તિગત માહિતી
માતા-પિતા

દત્તાત્રેય (સંસ્કૃત: दत्तात्रेय) અથવા દત્તને હિંદુઓ ભગવાન માને છે. જેમને દૈવી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત શબ્દનો અર્થ છે "આપેલું". દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોઈ, તેમનું નામ "અત્રેય" પણ છે.

નાથ પરંપરામાં દત્તાત્રેયને ભગવાન શિવનું સ્વરૂપ અથવા અવતાર માનવામાં આવે છે. નાથ લોકોના આદિનાથ સંપ્રદાયના તેઓ આદી ગુરૂ પણ છે. દત્તાત્રેય યોગના પ્રથમ ભગવાન હતા કે જેમણે અનોખી રીતે તાંત્રિક લાક્ષણિકતાઓ રજૂ કરી હતી.[][]વૈષ્ણવ સંપ્રદાય દ્વારા તેમનું વધુ ભક્તિમય સ્વરૂપ આત્મસાત કરવામાં આવ્યું. લાખો હિંદુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. ભારતીય વિચારોનો સર્વોચ્ચ અર્ક ધરાવતા એક શિક્ષક કરતા. દયાળુ ભગવાન તરીકે તેમના શરણમાં વધુ લોકો જાય છે. દત્તાત્રેયને અદ્વૈત વેદાંત પરના ગ્રંથ ત્રિપુરા રહસ્યના લેખક માનવામાં આવે છે. જે (ગ્રંથ) તેમણે પરશુરામને આપ્યો હતો.

મુનિ નારદે ઈર્ષ્યાના આશયથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પત્ની સમક્ષ અનસૂયાના પતિવ્રત (પતિની ભક્તિ) ખૂબ પ્રસંશા કરી. તેઓએ તેમના પતિઓને તેણીનું (અનસૂયાનું) પતિવ્રત ઓછું કરવા વિનંતી કરી. એક દિવસ અત્રિ ઘરે ન હતા તે સમયે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ અનસૂયા પાસે મહેમાન બનીને ગયા અને તેમને ભોજન આપવા જણાવ્યું. જ્યારે તેણી આમ કરવા માટે રાજી થઈ ગઈ ત્યારે તેઓએ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવએ) એક શરત મૂકી કે, જો તે નિર્વસ્ત્ર થઈને તેમને આ દાન આપશે તો જ તેઓ ભિક્ષા ગ્રહણ કરશે. અનસૂયા દ્વિધામાં પડી ગઈ. જો તે પરપુરુષ સમક્ષ નિર્વસ્ત્ર આવે તો તેનું પતિવ્રત ઓછું થઈ જાય. જો તેણી ઈન્કાર કરે તો અતિથિનું અપમાન થાય અને તેઓ અત્રિની તમામ શક્તિઓ પાછી ખેંચી લે. અનસૂયા વિચારે છે કે, તેની સમક્ષ આવી વિચિત્ર માંગણી મૂકીને યુક્તિપૂર્વક તેને જટિલ પરિસ્થિતિમાં મૂકનારા આ ત્રણેય મહેમાનો કોઈ સામાન્ય માણસ નથી. અનસૂયા પોતાના મનમાં પોતાના પતિને યાદ કરે છે અને કહે છે કે નિર્વસ્ત્ર અવસ્થામાં દાન આપવામાં તને કોઈ પણ પ્રકારનો ભય નથી. કારણ કે તેણી કામવાસનાથી અસરગ્રસ્ત નથી. ત્યારે મહેમાનો દાન માટે કહે છે "ભવતિ ભીક્ષામ દેહી" (ઓ માતા! અમને થોડું ભોજન આપો) અને આડકતરી રીતે તેણીને માતા તરીકે સંબોધે છે. આથી તેણી નક્કી કરે છે કે તેઓને પોતાના બાળકો માનશે અને તેમની ઈચ્છા અનુસાર તેમને દાન આપશે. આ સમયે તેની (અનસૂયાની) આ મહત્તા અને વિચારોના કારણે તેણી જ્યારે ભોજન પીરસવા આવે છે. ત્યારે ત્રણેય ભગવાન નાના બાળક બની જાય છે અને તેણીની છાતીમાંથી દૂધ ઝરવા માંડે છે. ત્યારબાદ તેમને સ્તનપાન કરાવીને પારણામાં સુવડાવે છે. અત્રિ જ્યારે પાછા ફરે છે અને અનસૂયા પાસેથી પારણામાં સૂતેલા ત્રણેય દેવોના ગુણગાન સાંભળે છે. દેવો તેમના મૂળ સ્વરૂપમાં જાગે છે અને અનસૂયાના પતિવ્રતની પ્રશંસા કરે છે અને સાથે જ તેણીને એક વરદાન આપે છે. અનસૂયા તેમને વિનંતી કરે છે કે આ ત્રણેય ભગવાન તેણીના બાળક તરીકે જન્મ લે. પરિણામે શિવ, વિષ્ણુ અને બ્રહ્માના અવતાર તરીકે મુનિ દૂર્વાસા, દત્તાત્રેય અને ચંદ્રદેવનો જન્મ થયો.[]

મહાભારતમાં []દત્તાત્રેયનો ઉલ્લેખ અત્રિમુનિના પુત્ર તરીકે નહી પરંતુ વંશજ તરીકે છે. શિશુપાલ વધ (શિશુપાલની હત્યા) નામના પૌરાણિક ગ્રંથમાં કવિ મગધ પણ આ વાતનો સંદર્ભ (14.79) આપે છે કે, દત્તાત્રેય એ અત્રિના પુત્ર નહીં વંશજ હતા.

પ્રવાસ

[ફેરફાર કરો]

દત્તાત્રેય ખૂબ નાની વયે પોતાનું ઘર છોડીને વસ્ત્રહીન અવસ્થામાં પૂર્ણતાની શોધમાં નીકળી પડ્યા હતા. એવું જણાય છે કે તેમના જીવનનો ઘણો સમય તેમણે ઉત્તર કર્ણાટકથી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ તેમજ ગુજરાતમાં છેક નર્મદા નદી સુધીના વિસ્તારોમાં વિચરણ કરતા ગાળ્યો હતો. ઉત્તર કર્ણાટકના શહેરમાં તેઓ મૂર્તસ્વરૂપ પામ્યા હતા. જે હાલમાં ગંગાપુર તરીકે ઓળખાય છે. દત્તના મૂળ પદચિહ્ન ગિરનારની પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ઉપર આવેલા હોવાનું માનવામાં આવે છે. ત્રિપુરા રહસ્ય માં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, શિષ્ય પરશુરામએ દત્તને ગંધમાદાન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા.

બ્રહ્મપુરાણ પ્રમાણે પિતા મુનિ અત્રિની આજ્ઞાથી, દત્તાત્રેય ગૌતમી(ગોમતી) નદીના કાંઠે બેઠા અને ભગવાન શિવની આરાધના કરી અને અંતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું (સનાતન જ્ઞાન). કદાચ આ જ કારણસર દત્તાત્રેયને નાથ સંપ્રદાયમાં આદીસિદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.

ઉદ્ધવ ગીતામાં ભાગવત પુરાણમાંથી રચાયેલા ગીતમાં કૃષ્ણ દ્વારા દત્તાત્રેય વિષે એક વાર્તા ગાવામાં આવી છે, જેમાં તેમના ચોવીસ ગુરુઓ : પૃથ્વી, વાયુ, આકાશ અથવા દ્રવ્ય, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, અજગર, કબૂતરો, દરિયો, ઉધઈ, માખી, ગોંધેલો, હાથી, રીંછ, હરણ, માછલી, બગલા, બાળક, કુવાંરિકા, ગણિકા, લુહાર, સર્પ, કરોડિયો અને ભમરીની યાદી ને ગણવવામાં આવી છે. અવધૂત દ્વારા પુરાણમાં વર્ણવાયેલા ગુરુઓમાંથી દત્તાત્રેયના આ 24 ગુરુઓ આવ્યા છે.

તેમના શિષ્યો

[ફેરફાર કરો]

દત્તાત્રેયના શિષ્યો: કર્તાવિર્ય અર્જુન, પરશુરામ, યદુ, , અયુ અને પ્રહલાદ છે. પુરાણોમાં તેઓ જાણીતા છે. અવધૂતોપનિષદ અને જાબાલદર્શનોપનિષદ માં વર્ણવ્યા પ્રમાણે વધુ એક નામ સંકૃતિનું છે.

એક અવતાર તરીકે

[ફેરફાર કરો]

પાથલેસ પાથ ટુ ઈમ્મોર્ટેલિટિ (અમરતા તરફ પથહિન પથ)માં મહેન્દ્રનાથ લખે છે:

વેદ અને તંત્ર એક બીજા સાથે મળીને સામાન્ય સંપ્રદાય બની ગયા હતા તે યુગ પહેલાના સમયમાં શ્રી દત્તાત્રેય થઈ ગયા. દત્તાત્રેય એવા માણસ હતા જેમણે આ શક્ય બનાવવા મદદ કરી. તેમના ખૂબ જ નજીકના શિષ્યઓમાં ત્રણ રાજા હતા જેમાં એક અસુર તેમજ અન્ય બે રાજા લડાયક જાતિના હતા. ખુદ દત્તાત્રેયને પણ મહેશશ્વર (શિવ)ના અવતાર ગણવામાં આવે છે. પરંતુ, પાછળથી વૈષ્ણવોએ દાવો કર્યો હતો કે તેઓ વિષ્ણુનો અવતાર હતા. જોકે આવા સાંપ્રદાયિક દાવાઓ દેખાય છે તેવા નથી; હિંદુઓ શિવ અને વિષ્ણુને સમાન અથવા પૂર્ણત્વને સ્વીકારી શકાય તેવા નિશ્ચિત સ્વરૂપ તરીકે માને છે.[નોંધનીયતા શંકાસ્પદ?]

વધુમાં દત્તાત્રેય ઉપનિષદ કે જેમાં શરૂઆતમાં સ્પષ્ટ રીતે દત્તાત્રેયની ઓળખ વિષ્ણુ તરીકે આપવામાં આવી છે, તે ઓમ નમઃ શિવાય મંત્ર સાથે પૂર્ણ થાય છે, જે દત્તને શિવ તરીકે ઓળખાવે છે. ત્રીજા પ્રકરણના અંતિમ ભાગમાં દરેક મનુષ્યના હૃદયમાં માત્ર મહેશેશ્વર (શિવ) વાસ્વિકતા અને પ્રકાશ પ્રસરાવે છે. માત્ર તેઓ જ આગળના ભાગે, પાછળ, ડાબી બાજુએ, જમણી બાજુએ, નીચે, ઉપર સર્વત્ર કેન્દ્રમાં છે. અંતે દત્તાત્રેય અને મહેશ્વરને એક માનવામાં આવે છે અને શિવના અવતાર તરીકે તેમનું વર્ણન થાય છે.

મધુકરનું મધ

[ફેરફાર કરો]

રાઈગોપોલસ (1998: p.xii) અભિવ્યક્ત કરતા કહે છે કે, "મધુકર"નું પ્રધાનતત્વ યોગીન (એ જુદી વાત છેકે, આ પ્રધાનતત્વનું સાહિત્યનું બિંદુ ઋગવેદ નું નાદ-બિંદુ ઉપનિષદ હોય શકે છે) એકસમાન (નોનડ્યુઅલ) ધાર્મિક પરંપરાઓ અને અમલમાં મુકી શકાય તેવી રીતે જુદી-જુદી વિચારસરણીઓને પોતાનામાં સમાવિષ્ટ કરનારા લાક્ષિણક નમૂના સમાન સર્વવિજેતા દત્તાત્રેય છે.

વધુમાં, દત્તાત્રેયની મૂર્તિ વિવિધ વિચારસરણીઓ અને રીતિઓને પોતાનામાં સમાવિષ્ટ કરનાર કૃત્રિમ અને વ્યાપક દેહ તરીકે યોગનું નિરૂપણ કરે છે. જોકે મૂળભૂત રીતે જન્નાના-મૂર્તિ , દત્તાત્રેય "મધુકર" યોગીન: વિવિધ પ્રકારના યોગના અનુયાયીઓને એક કરીને તેમના ચારિત્ર અને શિક્ષણ વિકસાવવામાં આવ્યા છે. જે કોઈ ધાર્મિક જૂથો, વિવિધ પ્રકારના વિચારો, રીતિઓ અને પરંપરાઓના સાગરમાંથી શીખવાનું વલણ ધરાવે છે, તેમના માટે ‘દત્તાત્રેય’ ખરેખર રૂપાખ્યાન દર્શાવતો કોઠો છે.[]

ચિત્ર નિરૂપણ

[ફેરફાર કરો]

સામાન્ય રીતે દત્તાત્રેય ત્રણ મસ્તક સાથે ચિત્રમાં દેખાય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું સાંકેતિક સ્વરૂપ છે; ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય; રચના, રક્ષણ અને વિનાશ; અને ચેતનાના ત્રણ ભાગ: જાગવું, સ્વપ્ન જોવાં અને સ્વપ્ન વિનાની ઉંઘ. તેમને (દત્તાત્રેયને) કલ્પ વૃક્ષ (સંસ્કૃત: કલ્પવૃક્ષ) નીચે તેમની શક્તિ સાથે ધ્યાન કરતા તેમના અનુચર તરીકે કામધેનું ગાય (સંસ્કૃત: કામધેનુ) જોવા મળે છે. તેમની સન્મુખ 'અગ્નિકુંડ' (સંસ્કૃત: અગ્નિહોત્ર) અથવા 'કુંડ' (સંસ્કૃત: હોમ), યજ્ઞ આહુતિ સ્વીકારનાર (સંસ્કૃત: યજ્ઞ), અને તેમની આસાપસ ચાર શ્વાન નિરૂપવામાં આવે છે.

વેરનેસ (2004: પૃષ્ઠ. 138) દત્તાત્રેયના ચિત્રોમાં જોવા મળતા ચાર વિવિધ રંગી શ્વાનનું સાંકેતિક નિરૂપણ સમજાવવાનો પ્રયાસ કરે છે, તેઓ ચાર વેદોના સંયોજક તરીકે છે:

વૈદિક યુગ પૂર્વેના ભારતીય શ્વાનની ગણના શુભ પ્રતિક તરીકે થતી હતી અને પછીથી દેવોએ શ્વાન સ્વરૂપધારણ કર્યું અને તેઓ શ્વાન સાથે જોડાઈ ગયા અને યોદ્ધાઓની કિર્તી અને સત્યનિષ્ઠા સાથે પણ તેમને જોડવામાં આવે છે. ચાર જુદા જુદા રંગના શ્વાન દત્તાત્રેય સાથે રહેતા, જેઓ ચાર વેદોનું પ્રતિનિધિત્વ કરે છે...[]

વર્ણાશ્રમ ધર્મની બહાર રહેતા 'શ્વાન ખાનારા' (સંસ્કૃત: કન્ડાલા)માં પણ શ્વાન સાંસ્કૃત્તિક મહત્વ ધરાવે છે. આ શ્વાન જંગલી અને પાળેલા એમ બંને છે તેમજ વફાદાર અને ઉપાસનાના પ્રતિક સમાન (સંસ્કૃત્ત: ભક્તિ) છે.

દત્તાત્રેય એ સૌથી જૂના દૈવ સ્વરૂપોમાંથી એક છે. આ દૈવી સ્વરૂપ અંગેના પ્રથમ સંદર્ભ મહાભારત[]અને રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

અથર્વવેદના ભાગ દત્તાત્રેય ઉપનિષદ માં તેમને ભક્તોને મોક્ષ મેળવવા, દુન્યવી બંધનોથી મુક્ત કરવા માટે બાળક, મંદબુદ્ધિના માણસ અથવા રાક્ષસના સ્વરૂપે પ્રગટ થઈ શકે તેવી સક્ષમતા ધરાવતા વર્ણવામાં આવ્યા છે.[]

ભારતમાં 1000 વર્ષ પૂર્વે પ્રચલિત તાંત્રિક પરંપરા પ્રમાણે જોવામાં આવેતો દત્તાત્રેયના એક માત્ર ધડનો ખુલાસો કરી શકાય. ગોરખનાથએ અઘોરી પરંપરાને દૂર કરી આજના લોકોમાં સ્વીકાર્ય એવું સભ્ય સ્વરૂપ નાથ સંપ્રદાય બનાવ્યો. સમય પૂર્વે થઈ ગયેલાઓમાં દત્તાત્રેય ખૂબ શક્તિશાળી મુનિ રહ્યા હશે, સદીઓ વીતતા તેમને દત્તાત્રેય સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હશે. ચોક્કસપણે, છેલ્લા લગભગ 900 વર્ષોના ગાળા દરમિયાન ત્રણ મસ્તક આવ્યા હશે.[]

દત્તાત્રેયે 16 અવતાર લીધા હોઈ શકે છે. નામ અને તેમની જન્મ તારીખ (ચંદ્ર પંચાંગ પ્રમાણે) અહીં કૌંસમાં આપેલા છે.

  1. યોગીરાજ (કાર્તક સુદ.15)
  2. અત્રિવરદ (કાર્તક કરુ.1)
  3. દત્તાત્રેય (કાર્તક કરુ.2)
  4. કાલાગ્નિશમન (માગશર સુદ.14)
  5. યોગીજનવલ્લભ (માગશર સુદ.15)
  6. લિલાવીશમ્ભર (પોશ સુદ.15)
  7. સિદ્ધાર્થ રાજ (માઘ સુદ.15)
  8. દન્યાસાગર (ફાગણ સુદ.10)
  9. વિશ્વમ્ભર (ચૈત્ર સુદ.15)
  10. માયામુક્ત (વૈશાખ સુદ.15)
  11. માયામુક્ત (જયેષ્ઠ સુદ.13)
  12. આદિગુરૂ (અશાઢ સુદ .15)
  13. શિવરૂપ (શ્રાવણ સુદ.8)
  14. દેવદેવ (ભદરવો સુદ .14)
  15. દિગમ્બર (આસો સુદ.15)
  16. ક્રિષ્નશ્યામકમલનયન (કાર્તક સુદ.12)

વસુદેવનંદ સરસ્વતી દ્વારા આ 16 અવતારો પર એક પુસ્તક ઢાંચો:Which?લખવામાં આવ્યું છે. દાસોપંત પરંપરામાં આ 16 અવતારોની પૂજા કરવામાં આવે છે, તેમજ દાસોપંતને 17 અવતાર તરીકે માનવામાં આવે છે.

દત્ત સંપ્રદાયમાં પ્રથમ અવતાર એ શ્રીપદ શ્રી વલ્લભ અને બીજો અવતાર નરસિંમ્હા સરસ્વતીનો છે. સાથે જ અકાલકોટ, સ્વામી સમર્થ, શ્રી વસુદેવનંદ સરસ્વતી (તેમ્બે સ્વામી, સવંતવાદી) માનિક પ્રભુ, ક્રૃષ્ણ સરસ્વતી, શિરડી સાંઈ બાબા (શિરડી, મહારાષ્ટ્ર) અને પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી ને દત્તાત્રેયના અવતાર માનવામાં આવે છે.[૧૦]

અવધૂતોપનિષદ અને જાબાલદર્શનોપનિષદ ઉપનિષદોમાં દત્તાત્રેય દ્વારા આપવામાં આવેલા તત્વજ્ઞાનનો ઉલ્લેખ છે.

ત્રિપુરા રહસ્ય

[ફેરફાર કરો]

ત્રિપુરા-રહસ્ય (ત્રિપુરાનું [ઈશ્વર] રહસ્ય) એ પરંપરાગત રીતે દત્તાત્રેય દ્વારા લખાયેલ મૂળ દત્ત સંહિતા અથવા દક્ષિણામૂર્તિ સંહિતા નું સંક્ષિપ્ત રૂપ છે એવું માનવામાં[કોણ?] આવે છે. આ ખૂબ જ વિસ્તૃત લખાણને તેમના શિષ્ય પરશુરામ દ્વારા સંક્ષિપ્ત કરવામાં આવ્યું, તેમના શિષ્ય સુમેઘા હરિતાયાન દ્વારા તેનું લેખન કરવામાં આવ્યું હતું. આથી જ કેટલીક વાર આ લખાણોને હરિતાયન સંહિતા તરીકે પણ ઓળખવામાં આવ્યા.

ત્રિપુરા રહસ્ય એ ત્રણ ભાગમાં વિભાજીત છે. પ્રથમ ભાગ, મહાત્મય ખંડ અથવા દેવીના ઉદ્દભવ સાથે સંકળાયેલ છે. દેવી ત્રિપુરાના મંત્ર અને યંત્રને લલિતા અથવા લલિતા સુંદરી તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન ખંડ અથવા જ્ઞાન પરના ખંડમાં ચેતના, આત્મજ્ઞાન અને મુક્તિ જેવા વિષયો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. કમનસિબે, અંતિમ ભાગ ચર્ય ખંડ અથવા આચરણ અંગેનો વિભાગ ખોવાઈ ગયો હોવાનું અને કેટલાકના મતે તે નષ્ટ થઈ ગયો છે.

તાંત્રિક પરંપરામાં ત્રિપુરોપસ્તિપદ્ધતિ એ શ્રી દત્તાત્રેય દ્વારા લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આનો ઉલ્લેખ ત્રિપુરારહસ્ય માં કરવામાં આવ્યો છે. પરશુરામકલ્પસૂત્રમ માં સંક્ષિપ્ત તંત્ર પણ શ્રી દત્તાત્રેય દ્વારા લખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

અવધૂત ગીતા

[ફેરફાર કરો]

નાથ સંપ્રદાયની આંતરાષ્ટ્રીય નાથ યથાક્રમ પ્રમાણે "અવધૂત ગીતા એ દત્તાત્રેય દ્વારા ગવાયેલ ભવ્ય રજૂઆતનો અર્ક છે, જે તેમના બે શિષ્ય સ્વામી તેમજ કાર્તિક દ્વારા લખવામાં આવી છે.[૧૧] સ્વામી વિવેકાનદ (1863–1902) તેને ઉચ્ચકક્ષાએ લઈ ગયા હતા. વાસ્તવિક રીતે મૂળ સાત પ્રકરણનું છે, રૂઢિચુસ્ત તપસ્વીઓ દ્વારા નાથ પરંપરામાં જાતિય નૈતિકતા ઉમેરવાના પ્રયાસ રૂપે બનાવટી અને સ્ત્રીદ્રેષ્ટા આઠમું પ્રકરણ પાછળથી ઉમેરવામાં આવ્યું હોઈ શકે. જોકે, આ ગીતામાં આપવામાં આવેલા કેટલાક વિચારો બંને શૌવ અને બૌદ્ધ તંત્ર વૈષ્ણવ અગેમાઓ સાથે મળતા આવે છે. વાસ્તવિક રીતે મૂળ સાત પ્રકરણનું છે, રૂઢિચુસ્ત તપસ્વીઓ દ્વારા નાથ પરંપરામાં જાતિય નૈતિકતા ઉમેરવાના પ્રયાસ રૂપે બનાવટી અને સ્ત્રીદ્રેષ્ટા આઠમું પ્રકરણ પાછળથી ઉમેરવામાં આવ્યું હોઈ શકે. જોકે આ ગીતામાં આપવામાં આવેલા કેટલાક વિચારો બંને શૌવ અને બૌદ્ધ તંત્ર વૈષ્ણવ અગેમાઓ સાથે મળતા આવે છે.

દત્તાત્રેય પરંપરાઓ

[ફેરફાર કરો]

નીચે આપવામાં આવેલી અહીં દત્તાત્રેયની કેટલીક પરંપરાઓ આપવામાં આવી છે અને તેને ટૂંકાણમાં સમજાવવામાં પણ આવી છે. આ પરંપરાઓ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશની છે. ભાષાના આધાર પર સાહિત્ય જોવામાં આવે તો તે ગુજરાતી, મરાઠી, કન્નડ અને તેલુગૂ ભાષાઓમાં છે.[૧૨]

પૌરાણિક પરંપરા

[ફેરફાર કરો]

દત્તાત્રેયના પૌરાણિક શિષ્યોને ઉપરના વિભાગોમાં વર્ણવી દેવામાં આવ્યા છે. આ બધામાં, કર્તવર્ય સહસ્ત્રાર્જુન દત્તાત્રેયનો સૌથી પ્રિય શિષ્ય હતો. અન્યોમાં અલ્લારકા (ઉર્ફે મદલાસા-ગર્ભરત્ન), સોમવંશના રાજા આયુ, યાદવોના (કૃષ્ણનો વંશ) રાજા યદુ (યયાતિ અને દેવયાનીના પુત્ર) (કૃષ્ણનો વંશ) અને શ્રી પરશુરામ ઉર્ફ ભાર્ગવનો સમાવેશ થાય છે. અન્ય એક નામ સંકૃતિનું પણ છે, જેનો ઉલ્લેખ અવધૂતોપનિષદ અને જબલોપનિદ છે.[૧૩]

શ્રી ગુરુચરિત્ર પરંપરા

[ફેરફાર કરો]

આ પરંપરા શ્રીપદ્દ શ્રીવલ્લભ થી શ્રી નરસિંમ્હા સરસ્વતી સુધી વિસ્તરે છે. કેટલાક ખૂબ વિખ્યાત દત્ત-અવતાર આ પરંપરાના હતા. જેના કેટલાક નામોમાં શ્રી જનાર્દનસ્વામી, એકનાથ, દશોપંત, નિરંજન રઘુનાથ, નારાયણ મહારાજ જાલવંકર, માણિક પ્રભુ, સ્વામી સમર્થ, શિરડીના સાંઈ બાબા, શ્રી વાસુદેવનંદ સરસ્વતી છે. કુમાસીના ત્રિવિક્રમભારતી, સંયમદેવ, નાગનાથ, કડ્ડાગાંચીના દેવરાવ ગંગાધર અને સરસ્વતી ગંગાધર શ્રી નરસિંહા સરસ્વતીના શિષ્યો હતા. અકાલકોટના શ્રી સ્વામી સમર્થ અને શ્રી વાસુદેવનંદ સરસ્વતી ઉર્ફે તેમ્બે સ્વામી દ્વારા બે મુખ્ય પરંપરાઓ શરૂ કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ યથાક્રમના લેખોમાં કરવામાં આવ્યો છે.[૧૪]

નિરંજન રઘુનાથ પરંપરા

[ફેરફાર કરો]

તેમનું સાચું નામ અવધૂત હતું, પરંતુ તેમના ગુરૂ શ્રી રઘુનાથસ્વામીએ તેમને નિરંજન એવું નવું નામ આપ્યું. મહારાષ્ટ્રના નાસિક, જુન્નાર, કાલામ્બ, કોલ્હાપુર, મિરાજ વગેરેમાં તેમના ઘણાં શિષ્યો હતા. તેમાંના કેટલાક નામોમાં રામચંદ્ર તત્વ ગોખલે, ગોવિંદરાવ નાના પટ્ટવર્ધન –શાસ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. તેમનો વારસો સુરત, બરોડા, ગિરનાર અને ઉત્તર ઝાંસીથી આગળ સુધી ફેલાયેલો જણાય છે. નિરંજન રઘુનાથના સૌથી વિખ્યાત શિષ્ય નારાયણ મહારાજ જાલવંકર છે. જાલવંકરએ મોટાભાગે માળવા વિસ્તારમં કામ કર્યું છે. સપ્ત સાગર એ તેમનું વિખ્યાત સાહિત્ય છે. આ વારસો શ્રી લક્ષ્મણ મહારાજ સુધી વિસ્તર્યો. તેઓ ઈંદૌરના હતા. બલભિમ મહારાજ સડેકર તેમના શિષ્ય હતા. સદેગાવમાં રહેતા બલભિમ મહારાજ એન્જિનિયર હતા. તેઓ પોતાની જાતને ગુરૂપદિચા વેદા એટલે કે ગુરૂ માટે પાગલ તરીકે ઓળખાવતા હતા.

શ્રી સત્ગુરૂ ભગિરથીનાથ મહારાજ પણ ઈંદૌરમાં વસતા હતા. તેણીનો જન્મ નાસિકના કોલ્હાટકર પરિવારમાં થયો હતો. નાની ઉંમરથી જ તેમને ઈશ્વર પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. બલભિમ મહારાજ પછી તેણીએ મોટા પાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે, લોકો મહિલાને ગુરૂ તરીકે સ્વીકારવા માટે તૈયાર ન હતા. તેમણે મોટાભાગે મહિલાઓ અને ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે કામ કર્યું. તેણી કિર્તનમાં નિપૂણ હતા. તેમણે બ્રહ્યાત્માબોધ નામનું નાટક અને આનંદપદેવર ચૌદા ચૌદયાંચે રાજ્ય અને બીજા ઘણા સામસ (ભજન) લખ્યા. તેમના અનુયાયીઓએ ઈંગ્લેન્ડ, અમેરિકા અને આફ્રિકામાં હિજરત કરી છે. પૂનામાં તેમણે ભવ્ય મંદીરનું નિર્માણ કરાવ્યું. આ મંદીરનું નામ બલભિમ ભવન છે. બલભિમ તેણીના પ્રેમાળ અને ઉદાર ગુરૂનું નામ છે.

ભગિરથીનાથ મહારાજના આશિર્વાદ પ્રાપ્ત શિષ્યોમાં દત્તાત્રેય મહાદેવ ચોલકર એક હતા. તેઓ શારીરિક રીતે પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભણાવવાની પદ્ધતિઓમાં તેઓ ખૂબ જ હોંશિયાર હતા. તેમણે મૂળ બ્રહ્યાત્માબોધને કાવ્યાત્મક સ્વરૂપમાં લખ્યું. ભગિરથીનાથજીએ તેની પ્રશંસા કરી, તેમાં સુધારા કર્યા અને સરળ સ્વરૂમાં તેને ફરી લખ્યું. તેમણે 4000 થી વધુ ભજનો (અપ્રકાશિત) લખ્યા. ભગિરથીનાથ મહારાજની જેમ તેઓ પણ કિર્તનોમાં (લખવામાં) ખૂબ સારા હતા.

શ્રી દત્તાત્રેય મહાદેવ ચોલકરએ મહારાષ્ટ્રના યવત્માલમાં ભવ્ય મંદીરનું નિર્માણ કર્યું હતું. આ મંદીરનું નામ શ્રી ભગિરથી ગુરૂ મંદીર છે. મંદીરના વ્યવસ્થાપક મંડળ દ્વારા દરરોજ પ્રવચનો અને અદ્વૈત કિર્તનો તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

શ્રી સત્ગુરૂ સમર્થ મધુરીનાથ પણ પ્રેમાળ છે અને શ્રી દત્તાત્રેય મહાદેવ ચોલકરના શિષ્યોનો અભ્યાસ કરે છે. તેમણે 1994માં સત્ગુરૂ તરીકે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. વ્યવસાયે પ્રાધ્યાપક હોવાના કારણે, તેણી અભણની સાથે-સાથે ઉચ્ચ શિક્ષણપ્રાપ્ત લોકોને એકસમાન સરળતાથી સમજાવી શકે છે. આપણી દૈનિક જીવનચર્યામાં કેવી રીતે દિવ્યતા સાથે ધ્યાન કરવું, કેવી રીતે ઈશ્વરને ભજવા અને તેની સેવા કરવી તેનું નિદર્શન તેણી અનુયાયીઓને આપે છે. દત્ત ભગિરથી ઔગ, બીધિબોધ, બોધશરતામૃત, માયાવીવરન અને શ્રી અભેદબોધ તેમના દ્વારા મરાઠી ભાષામાં લખવામાં આવેલા પુસ્તકો છે. ગુડ બિહેવ્યર, અ વે ટુ યુનિવર્સલ ઈન્ટીગ્રિટીએ તેમનું ખૂબ પ્રશંસા પામેલું અંગ્રેજી ભાષાનું પુસ્તક છે. આજે પણ અનેક જ્ઞાનપિંપાસુઓ તેમનો લાભ મેળવે છે. તેણી મુંબઈના બોરીવલીના ગોરાઈ ખાતે નિવાસ કરે છે અને ઈશ્વર અંગે જાગૃત્તિનો પ્રસાર કરવા માટે અવિરતપણે કાર્યરત છે.

આ પરંપરાનું મુખ્ય તત્વજ્ઞાન ભાગવત ધર્મ (ધર્મ), અત્તાત્રે તેમનો સંપ્રદાય (પંથ) છે અને વિહંગમ્ (પંખીની જેમ) તેમનો માર્ગ (પથ) છે.[૧૫]

સકલમત સંપ્રદાય પરંપરા

[ફેરફાર કરો]

સકલમત નો મતલબ છે કે તમામ ધર્મનો સ્વીકાર (સકલ એટલે બધા અને મત એટલે અભિપ્રાય. પરંતુ, અહીં આપણે શ્રદ્ધા નો મતલબ લેવાનો છે.) દત્ત સંપ્રદાયના આ સ્વરૂપને રાજયોગી કે રાજવી પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રી ચૈતન્ય દેવ મુખ્ય આરાધ્ય દેવ છે. આ સંપ્રદાય સોના, મોતી, હિરા, મોંઘા કપડા અને સંગીત, કલા વગેરેને પરંપરાના ભાગ તરીકે જુએ છે. અહીં ગરીબ અને ધનવાનને એક રીતે જોવામાં આવે છે. આથી તમામ ભૌતિક ચીજોને શૂન્યતા ના સમભાવથી જોવામાં આવે છે. આ પરંપરાનું તત્વચિંતન છે કે, વિશ્વમાં કોઈપણ પ્રકારની ધાર્મિક શ્રદ્ધાનો કોઈ પ્રતિરોધ નથી. તમામ ધર્મો તેના અનુયાયીઓને અંતિમ દૈવિભાવ પ્રદાન કરે છે તેવું માનવામાં આવે છે. હુમનાબાદના શ્રી માનિક પ્રભુ દ્વારા આ પરંપરા શરૂ કરવામં આવી હતી. હિંદુઓ, મુસલમાનો અને તમામ જ્ઞાતિઓના લોકોને અહીં માન્ય રાખવામાં આવે છે. આ પરંપરાના કેટલાક શિષ્યોમાં બાપાચાર્ય, નારાયણ દિક્ષીત, ચિન્મય બ્રહ્યાચારી, ગોપાલબુઆનો સમાવેશ થાય છે.[૧૬]

અવધૂત પંથ પરંપરા

[ફેરફાર કરો]

બેલગામ નજીક બાલકુંદરીના શ્રી પંતમહારાજ બાલકુંદરિકર દ્વારા અવધૂત પંથ કે સંપ્રદાય શરૂ કરવામાં આવ્યો હતો. અવધૂત પરના લેખમાં અવધૂત તત્વચિંતન અને પરંપરા અંગે વધુ માહિતી આપવામાં આવી છે. આ પરંપરાના મુખ્ય શિષ્યોમાં ગોવિંદરાવજી, ગોપાલરાવજી, શંકરરાવજી, વામનરાવ અને નરસિંહ રાવ છે. તેમને "પંત-બંધુઓ" એટલે કે પંત-ભાઈઓ તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાય બાલકુંદરી, દાદી, બેલગામ, અકોલ, કોચારી, નેરાલી, ધારવાડ, ગોકાક, હુબલી સુધી ફેલાયેલો છે.[૧૨]

ગુજરાતમાં

[ફેરફાર કરો]

બરોડાના શ્રી વામનબુઆ વૈદ્ય એ શ્રી કલાવિત સ્વામીની પરંપરાના છે. તેમના તત્વચિંતનની પરંપરાને સાસ્વાદકર અને પાટણકર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. દત્તાત્રેય ઉપાસનાની આ પરંપરાને બરોડાનું નરસિંહા સરસ્વતી મંદીર આગળ ધપાવે છે. ગુજરાતમાં દત્ત-પંથનો ફેલાવો કરનારા દત્તાત્રેયના પ્રમુખ અનુયાયીઓમાં નારેશ્વરના પાંડુરંગ મહારાજ (શ્રી રંગ અવધૂત મહારાજ) મુખ્ય હતા.

મહર્ષિ પુનિતાચાર્યજી મહારાજ ભગવાન દત્તાત્રેયના ભક્ત છે, જેઓ ગુજરાતના જુનાગઢ ખાતે ગિરનાર સાધના આશ્રમમાં નિવાસ કરે છે.15 નવેમ્બર 1975ના દિવસે તેમને ભગવાન દત્તાત્રેય ના દિવ્ય દર્શનનો અનુભવ થયો હતો. તેઓ ભગવાન દત્તાત્રેય દ્વારા આપવામાં આવેલા મંત્ર " હરિ ઓમ તત્સત્ જય ગુરુદત્ત " અને " સહજ ધ્યાન યોગ " ના પ્રચારક છે.[૧૭] ,[૧૮]

શ્રી રંગ અવધૂત મહારાજ દ્વારા લખાયેલદત્તબાવની અને ગુરૂલિલામૃત્ત જેવા ગુજરાતી પુસ્તકો ખૂબ વિખ્યાત છે. ડૉ. એચ. એસ. જોષીએ ઓરીજીન એન્ડ ડૅવલપમેન્ટ ઑફ દત્તાત્રેય વર્શિપ ઈન ઈન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે.[૧૯]

ભગવાન દત્તાત્રેયનું મંદીર

[ફેરફાર કરો]

ગુજરાતના વલસાડ શહેર (જિલ્લો વલસાડ) થી સાત કિલોમીટર અને ધરમપૂર રોડ હાઈવેથી ત્રણ કિલોમીટર દૂર, પથરી ગામમાં વાંકી નદીના સ્વચ્છ અને શાંત કુદરતી વાતાવરણની વચ્ચે ભગવાન દત્તાત્રેયનું સુંદર મંદીર આવેલું છે. લીલીછમ હરિયાળીની વચ્ચે અને વાંકી નદીના સ્ત્રાવ વિસ્તારમાં આવેલું આ મંદીર ભક્તિભાવવાળા અને ધાર્મિક તરંગોની અનુભૂતિ કરાવે છે. અહીં એકદમ શાંતિ અને દિવ્યતા પ્રવર્તે છે.

મહારાષ્ટ્રના બ્રાહ્ણણ પરિવારના પરમ પૂજ્ય અનસૂયામાજી એ તેમના પુત્ર અને શિષ્ય ગુરૂદાસ સ્વામીજી સાથે બે વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી. પરમ પૂજ્ય અનસૂયામાતાજી તેમના જીવનના શરૂઆતના તબક્કાથી જ ભગવાન દત્તાત્રેયના પ્રખર અનુયાયી હતા. શ્રી દત્ત ભગવાનના આશિર્વાદથી તેમણે ત્રણ વખત કન્યાકુમારીથી હિમાલય સુધીની પદયાત્રા કરી. તેમણે જંગલોમાં વર્ષો સુધી "શ્રી દત્ત ઉપાસના" કરી. ભગવાન દત્તાત્રેયએ તેમની "ભક્તિ"થી પ્રસન્ન થઈ તેમને દર્શન દીધા અને તેમને આ જગ્યા બતાવી અને તેમને અહીં દત્તપીઠની સ્થાપના કરવા અને સ્થાયી થવા કહ્યું. પરમ પૂજ્ય માતાજી અને સ્વામીજીએ પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી કરાવી અને ભગવાન શ્રી દત્તાના ભવ્ય મંદીરનું નિર્માણ કરાવ્યું.

શ્રી દત્ત પીઠ વાંકી નદી પાસેની સાત એકર જમીન પર આવેલું છે. તેને "વિશ્રામ સ્થળ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે તે સિદ્ધકશ્રેષ્ઠ ગંગાપુરથી 700 કિલોમીટર અને પથરી થી ગીરનાર (દત્તપ્રભૂની પાદૂકા)ના 700 કિલોમીટરના અંતર પર આવેલું છે. કારવીર પીઠના શંકરાચાર્ય દ્વારા આ મંદીરનું ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા. ગંગાપુરના વિદ્વાન બ્રાહ્યણો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં

[ફેરફાર કરો]

ઉત્તર કર્ણાટકના ગુરબર્ગા જિલ્લામાં ભીમ નદીના કિનારા પર ગંગાપુર શહેર આવેલું છે, જ્યાં દત્તાત્રેય મૂર્ત સ્વરૂપને પામ્યા હોવાનું કહેવામાં આવે છે.બેલગામના શ્રી વિશ્વનાથ કેશવ કુલકર્ણી-હટ્ટારવટકર દ્વારા લખવામાં આવેલા પત્રો અને લેખોમાંથી આ માહિતી લેવામાં આવી છે. તેઓ કર્ણાટકની દત્ત-પરંપરાના નિષ્ણાતોમાંથી એક છે. પાસે આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં દત્તાત્રેય પરંપરા ખૂબ સમૃદ્ધ છે. વાસ્તવમાં ગુરૂચરિત્રકાર શ્રી સરસ્વતી ગંગાધર ખુદ કન્નડ હતા. તેમના સિવાય અસંખ્ય શિષ્યો અને દત્તાત્રેય ભક્તો ઉત્તર કર્ણાટકના હતા. કેટલાક વિખ્યાત નામોમાં શ્રીધરસ્વામી, કેડગાંવના નારાયણમહારાજ, સાધોઘાટના સિદ્ધેશ્વર મહારાજ, હુબલીના સિદ્ધારૂદ્ધ સ્વામી વગેરે છે.

દત્તાત્રેયની પૂજા પર શ્રીપંતમહારાજ બેલકુંદરીકરએ પણ કન્નડ ભાષામાં અનેક કવિતાઓ લખી છે. બોરગાંવ, ચિકોડી, સદ્દાલ્ગા, લેલકુંદરી, શાહપુર, નિપાની, હુબલી, હંગલ ધારવડ વગેરે જેવા સ્થળો પર દત્તાત્રેય મંદીરો અને કેટલાક સ્થળો પર નરસિંહાના મંદીરો આવેલા છે. જેમને દત્તાત્રેયના અવતાર માનવામાં આવે છે. વાસ્તવમાં એવું લાગે છે કે, શ્રી નરસિંહા સરસ્વતી અને તેમના કેટલાક શિષ્યો દત્તાત્રેયના આ સ્વરૂપની પૂજા કરતા હતા. મૈસૂરના છેલ્લા મહારાજા મહામહિમ્ન જયચામારાજો વોદિયાર બહાદૂરએ અંગ્રેજીમાં દત્તાત્રેય: ધ વે એન્ડ ધ ગોલ લખ્યું છે. પુસ્તકમાં મોટે ભાગે જીવનમુ્ક્તગીતા અને અવધૂતગીતા અંગે ટિપ્પણીઓ કરવામાં આવી છે. અંતિમ પ્રકરણ અ ક્રિટીકલ એસ્ટિમેટ ઓફ ધ ફિલોસોફી ઓફ દત્તાત્રેય છે જેમાં દત્તાત્રેય તત્વચિંતન અને કામને વિસ્તારથી વર્ણવામાં આવ્યા છે.[૧૨]

આંધ્રપ્રદેશમાં

[ફેરફાર કરો]

દત્તાત્રેયના પ્રથમ અવતાર, શ્રી શ્રીપાદ શ્રીવલ્લભ આંધ્રપ્રદેશના પિઠપૂરમના હતા. પ્રો. એન. વેંકરાવ એક લેખમાં [૨૦] તેઓ મહારાષ્ટ્રની દત્તાત્રેય પરંપરા સાથેના કેટલાક સંપર્કો વર્ણવે છે. હાલ મહારાષ્ટ્રમાં આવેલું માતાપુર કે મહૂર પહેલાના સમયમાં તેલંગાણા પ્રદેશનો ભાગ હતું. મહૂર મંદીરના વડાને દત્તાત્રેય યોગી તરીકે ઓળખવામાં આવે છે.

1550 સીઈ (CE)ની આસપાસ દત્તાત્રેય યોગીએ તેમના શિષ્ય દાસ ગોસાવીને મરાઠીમાં દત્તાત્રેય તત્વચિંતન સમજાવ્યું. પછી ગોસાવીએ તેમના બે તેલુગુ શિષ્યો ગોપાલભટ્ટ અને સર્વવેદને આ તત્વચિંતન શીખવ્યું, જેમણે દાસ ગોસાવીના પુસ્તક વેદાંતાવ્યવહારસંગ્રહ નો અભ્યાસ કર્યો અને તેલુગુ ભાષામાં તેનો અનુવાદ કર્યો. પ્રૉ. આર. સી. ધીરેના મતે દત્તાત્રેય યોગી અને દાસ ગોસાવી તેલુગુની દત્તાત્રેય પરંપરના મૂળ ગુરુ છે. પ્રૉ. રાવ નોંધે છે કે, દત્તાત્રેય સત્તકામુ પરમાનંદ તિર્થે લખ્યું છે, જેમણે પણ દત્તાત્રેયની તેલુગુ પરંપરામાં એટલું જ મહત્વનું પ્રદાન આપ્યું છે. તેઓ અદ્વૈત તત્વચિંતનના હિમાયતી હતા. તેમણે પોતાના બે મહાકાવ્યો અનુભવદરપણમૂ અને શિવદનયનયાનમંજરી ને અર્પણ કર્યા છે. નિજશિવગુણયોગી દ્વારા તેમના વિખ્યાત પુસ્તક વિવેકચિંતામણિ નો કન્નડમાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને લિંગાયત સંત શાંતલિંગાસ્વામીએ તેનો મરાઠીમાં તરજૂમો કર્યો હતો.[૨૧]

દત્તાત્રેય -> જનાર્દન -> એકો જનાર્દન -> નરહરિમહેશ -> નાગોજીરામ -> કોનેરુગુરૂ -> મહાદેવગુરૂ -> પરશુરામપંતુલ લિંગામૂર્તિ અને ગુરૂ મૂર્તિ તેલુગુ નાથ પરંપરા છે. દત્તાત્રેય યોગી પરંપરા પ્રણામે દત્તાત્રેય યોગી -> પરમાનંદતીર્થ

  • સદાનંદયોગી
    • ચાલાસૂર્યા
    • ઈશ્વર પણિભટ્ટ
  • ધેનુકોન્ડા તિમ્યા
    • માલણ
    • ચિંતાલિંગાગુરૂ
      • યોગાનંદ
      • તિમ્મગુરૂ
      • રામબ્રહ્યેન્દ્ર
      • કુંભાપત્તિ નારપ્પા

ગોદાવરી નદીના કિનારા પર કરીમનગર જિલ્લામાં આવેલું ધર્મપૂરી:

ગોદાવરી નદીના કિનારા પર એક દત્તાત્રેય મંદીર આવેલું છે. ગોદાવરી નદીના સમગ્ર માર્ગમાં આ એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ગોદાવરી નદી ઉત્તર થી દક્ષિણ તરફ વહે છે જ્યારે નદીનો મુખ્ય પ્રવાહ પશ્ચિમથી ઉત્તર તરફનો છે. હજુ ત્રણ દાયકા અગાઉ પણ આ શહેરના બ્રાહ્યણો નદીમાં સ્નાન કરતા હતા. તેઓ પહેલા દત્તાત્રેય મંદીરના દર્શન કરતા અને પછી જ શહેરના અન્ય મંદીરોમાં જતા હતા. ધર્મપૂરીએ દરેક શેરીના ખૂણા પર આવેલા નાના નાના મંદીરોથી ભરપૂર શહેર છે. અહીંના ઘરો બે થી ત્રણ સદીઓ પુરાણાં છે, જેમાં વૈદિક બ્રાહ્મણો રહે છે અને તેમને વેદોનું ઊંડું જ્ઞાન છે.

  1. રિગોપોયુલોસ (૧૯૯૮), પૃ. ૭૭.
  2. હાર્પર એન્ડ બ્રાઉન (૨૦૦૨), પૃ. ૧૫૫.
  3. "આજે દત્ત જયંતીઃ ભગવાન દત્તાત્રેય ત્રિદેવનો જ એક અવતાર". Gujarat Exclusive (અંગ્રેજીમાં). 2019-12-11. મૂળ માંથી 2020-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-25.
  4. અનુસંધાન પર્વ , અધ્યાય 91
  5. રિગોપોઉલોસ, એન્ટોનિયો (1998). દત્તાત્રેય : ધી ઈમ્મોર્ટિય ગુરુ, યોગી એન્ડ અવતાર : અ સ્ટોરી ઓફ ધી ટ્રાન્સફોર્મેટિવ એન્ડ ઈનક્લ્યુઝિવ કેરેક્ટર ઓફ અ મલ્ટીપલ ફેસેડ ડેઇટી . સુની પ્રેસ. આઈએસબીન (ISBN) 0791436950, 9780791436950. સોર્સ : [૧] (એક્સેસ્ડ: સેટરડે, ફેબ્રુઆરી 6, 2010)
  6. વેરનેસ, હેપા બી. (2004). ધી કન્ટીનિયુમ એનસાઇક્લોપિડિયા ઓફ એનિમલ સિમ્બોલીઝમ ઈન આર્ટ . ઇલસ્ટ્રેશન એડિસન. કન્ટિન્યુમ ઈન્ટરનેશનલ પબ્લીશીંગ ગ્રુપ. આઈએસબીન (ISBNઃ 0826415253, 9780826415257 સોર્સ : [૨] (એક્સેસ્ડ: થર્સ ડે ફેબ્રુઆરી 11, 2010), પેજ.138
  7. વનપર્વ 115.12, શાંતિપર્વ 49.36-37, અનુસાશનપર્વ 152.5 અને 153.12
  8. દત્તાત્રેય ઉપનિષદ
  9. ડૉ. આર. સી. ધેરે, દત્તા સંપ્રદાયાચા ઇતિહાસ
  10. શ્રી દત્તા સ્વામી. શ્રી દત્તા સ્વામી : દિવીનિટી ઓન ધી અર્થ
  11. ઈન્ટરનેશનલ નાથ ઓર્ડર [વિકી] (એપ્રિલ 2008). 'અવધુત ગીતા'. સોર્સ: [૩] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન(એક્સેસ્ડ : ટ્યુઝ ડે ફેબ્રુઆરી 9, 2010)
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ જોશી, ડૉ. પી. એન. (2000) શ્રી દત્તાત્રેય દન્યાનકોષ . પુને : શ્રી દત્તાત્રેય દન્યાનકોષ પ્રકાશન.
  13. આનંદશ્રય સંસ્કૃત ગ્રંથમાલા.
  14. શ્રી ગુરુચરિત્ર એડ. આર. કે. કામત, કેશવ ભિકાજી ધવલે પ્રકાશન, ગીરગાઉમ, મુંબઈ.
  15. એડ. વાય. વી. કોલહતકર, નિરંજન રઘુનાથનચે ગ્રંથ
  16. શ્રીસંથન માનિકપ્રભુ પદ્યમાલા , ઉપશનારતન્દ -શ્રી માનિકપ્રભુ ગ્રંથાવલિ , શ્રી માનિકપ્રભુ ચારિત્ર્ય બાય જી. આર. કુલકર્ણી.
  17. "મંત્ર ડિવાઈન - સ્પોન્ટિનિયસ મેડિટેશન - હીઝ હોલીનેસ મહર્ષિ પુનિતચારિજી". મૂળ માંથી 2010-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  18. "સહજયોગ.ઓર્ગ". મૂળ Check |url= value (મદદ) માંથી 2014-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-19.
  19. રંગભવાની બાય . એન. .અધ્યારુ દ્વારા , શ્રી વધુતપ્રશસ્તી , પ્રવાસી અવધૂત અને ગુરૂવાની વાર્તા પરોપકારી દ્વારા , શ્રી દત્તા ઉપાસના જેઠાલાલ નારાયણ ત્રિવેદી દ્વારા. આ પુસ્તકો ગુજરાતીમાં લખવામાં આવ્યા છે.
  20. ફોર્મર હેડ ઓફ ધી તેલગુ લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ ઈન મદ્રાસ યુનિવર્સિટી
  21. વર્ક્સ રિલેટીંગ ટુ ધી દત્તાત્રેય કલ્ટ ઈન તેલગુ લિટ્રેચર  : એન. વેન્કટા રાઓ (એસે ઈન ફિલોસોફી પ્રેઝન્ટેડ ટુ ડૉ. ટી. એમ. પી. મહાદેવન, મદ્રાસ, 1962. પેજ. 464-475).

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]