લખાણ પર જાઓ

જોન મિલ્ટન

વિકિપીડિયામાંથી
જ્હોન મિલ્ટન
જન્મ૦૯ ડીસેમ્બર ૧૬૦૮
બ્રેડ સ્ટ્રીટ, ચીપસાઈડ, લંડન, ઈંગ્લેંડ
મૃત્યુ૮ નવેમ્બર ૧૬૭૪ (ઉમર ૬૫)
બનહીલ, લંડન, ઈંગ્લેંડ
અંતિમ સ્થાનસેન્ટ ગિલ્સ ચર્ચ
વ્યવસાયકવિ, લેખક, અમલદાર
ભાષાઅંગ્રેજી, લેટિન, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક, હીબ્રુ, ઇટાલિયન, સ્પેનિશ
રાષ્ટ્રીયતાઅંગ્રેજ
માતૃ શિક્ષણ સંસ્થાક્રાઈસ્ટ કોલેજ, કૈમ્બ્રિજ
સહી

જોન મિલ્ટન એક અંગ્રેજી ભાષાના કવિ હતા, જેઓ વિશેષત: તેમણે રચેલ માહાકાવ્ય પેરેડાઇઝ લોસ્ટ માટે જાણીતા છે. અંગ્રેજી ભાષાના મહાન કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.

કલાપ્રેમી પિતાનું સંતાન હોવાથી મિલ્ટને શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તે સાથે તીવ્ર શિક્ષણની વૃત્તિએ તેમને ઉચ્ચ સમજશક્તિ આપી હતી, જેણે તેમના સાહિત્ય પર પણ અસર કરી. રાજકીય સક્રિયતા પછી સત્તામાં ઉચ્ચ હોદ્દો મેળવવા છતાં અને એક ઉચ્ચ વર્ગની મહિલા સાથે લગ્ન કરવા છતાં, બંને પરિસ્થિતિઓ આખરે મિલ્ટન માટે ખૂબ જ પ્રતિકૂળ સાબિત થઈ. સંપૂર્ણ રીતે અંધ બની જવા છતાં અને વિવિધ વેદનાઓ સહન કરીને પણ, તેમણે પણ પોતાનાં દુખને સર્જનાત્મકતાનું સાધન બનાવ્યું અને આ રીતે દુ: ખી જીવનનો અંત દુ:ખથી નહિ પણ સુખથી આણ્યો. તેમનું અંગત સોનેટ 'ઓન હિઝ બ્લાઇન્ડનેસ' છે જે તેમના પોતાના અંધત્વ પર આધારિત છે.[]

જોન મિલ્ટનનો જન્મ ૯ ડિસેમ્બર ૧૬૦૮માં લંડનની ચીપસાઈડ બસ્તી બ્રેડસ્ટ્રીટમાં થયો હતો. તેના પિતા ચુસ્ત પ્યુરિટન હોવા છતાં સાહિત્ય અને કલાના પ્રેમી હતા, જેના કારણે મિલ્ટનને બાળપણથી એક સંસ્કારી પરિવારના તમામ લાભ પ્રાપ્ત થયા હતા. મિલ્ટન સેન્ટ પોલ્સ સ્કૂલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ક્રિસ્ટ કોલેજમાં ભણ્યા હતા. તેઓ ક્રિસ્ટ કોલેજમાં ૭ વર્ષ રહ્યા. તેમણે ૧૬૨૯માં બી.એ. અને ૧૬૩૨માં એમ.એ.ની ઉપાધીઓ મેળવી. કોલેજ-અભ્યાસ પૂર્ણ થયા પછી પણ તેમણે જાતે નિયમિત અને આયોજિત અભ્યાસ ચાલુ રાખ્યો. તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ ચર્ચમાં કામ કરે, એટલે કે પાદરી બને, મિલ્ટને તે બાબતે કોઈ રસ દાખવ્યો ન હતો, ઉપરાંત તેમને બીજા કોઈ ધંધામાં પણ રસ નહોતો. તેઓ આધ્યાત્મિક વિકાસના વિચારમાં કવિતા રચવામાં વ્યસ્ત રહેતા. પિતાની સારી આર્થિક સ્થિતિને કારણે તેમને આમ કરવામાં મુશ્કેલી પણ પડી ન હતી. કેમ્બ્રિજ છોડ્યા પછી તેઓ તેમના ગ્રામીણ નિવાસસ્થાને ગયા, જે લંડનથી લગભગ ૧૭ માઇલ દૂર બકિંગહામશાયરના હોર્ટોનમાં હતું. મિલ્ટન બાળપણથી જ પોતાના અભ્યાસમાં એટલા મગ્ન હતા કે તે ઘણી વાર મધ્યરાત્રિ સુધી વાંચતા જ રહેતા. યુનિવર્સિટીનો અભ્યાસ પણ તેમણે નિષ્ઠાપૂર્વક કર્યો અને ગ્રામીણ નિવાસ દરમિયાન પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. આમ, મિલ્ટન પહેલેથી જ નક્કી કરેલ ધ્યેયને વળગી રહીને અને પોતાની સમજશક્તિ સતત વધારીને એક મહાન વિદ્વાન બન્યા.[]

રાજકીય સક્રિયતા અને લગ્ન : તણાવપૂર્ણ જીવન

[ફેરફાર કરો]

30 વર્ષની ઉંમરે, મુસાફરી કરવાનું નક્કી કર્યા પછી, મિલ્ટન લંડનથી, ઇટાલી થઈને પેરિસ ગયા ; પરંતુ પોતાના દેશમાં કટોકટીની સ્થિતિના સમાચાર મળ્યા પછી, તેમણે મુસાફરી કરવી અનૈતિક લાગી. તેઓ ૧૬૩૯માં લંડન પરત ફર્યા અને ૧૬૪૦ પછી સત્તા સામે પ્યુરિટન્સના સહાયક તરીકે સક્રિય થયા. જ્યારે કોમનવેલ્થની સ્થાપના થઈ, ત્યારે તેમની વિદેશી બાબતોની સમિતિના લેટિન સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી. ૧૬૪૩માં તેમણે રાજપક્ષના એક સભ્ય રિચાર્ડ પોવેલની પુત્રી મેરી પોવેલની સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન અત્યંત નિષ્ફળ સાબિત થયાં. આ યુવતીને લાગ્યું કે મિલ્ટન સાથેની તેની જીવનયાત્રા અંધકારમય છે અને તેથી તે એક મહિના પછી તેના પિતાને મળવા ગઈ અને પરત ફરવાની ના પાડી. આ પછી, મિલ્ટને 'છૂટાછેડાના સિદ્ધાંતો અને શિસ્ત' પર એક પુસ્તિકા (૧૬૪૩) લખી. તેમના પત્ની ૧૬૪૫માં ફરી પાછા ફર્યા અને ત્રણ પુત્રીની માતા બન્યા પછી ૧૬૫૨ માં તેમનું અવસાન થયું.[] ૧૬૫૨ની શરૂઆતમાં તેઓ અંધ બન્યા. ભારે મહેનતને કારણે તેમની દૃષ્ટિ પહેલેથી જ ખૂબ નબળી પડી ગઈ હતી. તેમણે 3 વર્ષ પછી બીજા લગ્ન કર્યા પણ તેમની પત્ની કેથરિન વૂડકોકનું ૧૫ મહિનાની અંદર અવસાન થયું. રાજસત્તાની પુનઃસ્થાપના પછી (૧૬૬૦), મિલ્ટનને કેદ કરવામાં આવ્યા હતા અને તેમના બે પુસ્તકો રાજકીય આદેશથી સળગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેઓ છૂટી ગયા અને ધીરે ધીરે તેમની રાજકીય ખ્યાતિનો અંત આવ્યો. હવે તેઓ અંધ હતા, તેમજ ગરીબ અને એકલા પણ. જેના માટે તેમણે ખૂબ જ સખત મહેનત અને બલિદાન આપ્યું હતું, તેની અસફળતા તેમના માટે ભારે દુ:ખ પેદા કરનારી નીવડી. તેમણે એલિઝાબેથ મિનશાલ સાથે ત્રીજા લગ્ન ૧૬૬૩માં કર્યા, જોકે પહેલી પત્નીની પુત્રીઓના ખરાબ વર્તનને કારણે તેમણે ખૂબ જ દુ:ખ સહન કર્યું. ૮ નવેમ્બર ૧૬૭૪ ના રોજ તેમનું અવસાન થયું.[]

દુઃખની સર્જનાત્મક પરાકાષ્ઠા

[ફેરફાર કરો]

જ્યારે તેઓ અંધ બન્યા ત્યારે લોકોની નફરત અને ઉપહાસ સહન કરીને પણ, મિલ્ટનને તેમના જીવનકાળની સંચિત ઇચ્છાને પરિણામે પેરેડાઇઝ લોસ્ટ (સ્વર્ગમાંથી હાંકી કાઢવું)ની રચના કરી. આ રચનામાં મિલ્ટને કવિતા, નાટક, વ્યંગ્ય, રાજકારણ, ધર્મ - બધાની એકીકૃત અભિવ્યક્તિ કરી છે. બાઇબલની કથા પર આધારીત આ મહાકાવ્યમાં, તેમણે તત્કાલીન રાજકીય ઉતાર-ચઢાવનું છાયાત્મક સંસ્કરણ આપવાં ઉપતાંત પોતાના વૈચારિક તારણોને પણ રજુ કર્યા છે, સાથેસાથે વિવિધ શાખાઓને એકબીજા સાથે સહજ રીતે જોડી છે.[] આ મહાકાવ્ય ૧૬૬૭માં પ્રકાશિત થયું હતું, અને ત્યારબાદ પેરેડાઇઝ રિગેઇનેડ્ (સ્વર્ગની પુનઃપ્રાપ્તિ) અને સેમસન એગોનિસ્ટિસની રચના કરી હતી. આ બંને કૃતિઓ ૧૬૭૧માં એકસાથે પ્રકાશિત થઈ હતી.

પેરેડાઇઝ લોસ્ટ ની ખરેખર પુર્ણાહુતી પેરેડાઇઝ રીગેઇનેડ્માં થાય છે. પેરેડાઇઝ લોસ્ટની તુલનામાં, તે ચાર ખંડ ધરાવતું નાનું ખંડકાવ્ય છે. ધર્મના તત્ત્વજ્ઞાનની આલોચના સાથે આ ખંડકવ્યનો સુખાંત અંત થાય છે. અગાઉના મહાકાવ્યમાં આદમના દેશનિકાલની ઘટના પછી, શેતાનની હારનો નાટકીય અંત અને અહીં મસીહાની જીતથી કાવ્યકૃતિનો સુખાંત અંત આવે છે.[]

મુખ્ય રચનાઓ

[ફેરફાર કરો]

મિલ્ટન કોલેજમાં ભણતા હતા ત્યારથી જ લખવાનું શરૂ કર્યું. તેમણે ગદ્ય અને પદ્ય બંને લખ્યા છે. સારી રીતે લખાયેલા પદ્ય લખવા અને લાંબા સમયથી રાજકીય અને ધાર્મિક વિવાદોમાં રહેવાને કારણે મિલ્ટનની કવિતા મોટી સંખ્યામાં નથી. તેણે માત્ર એક ડઝન જેટલા સોનેટ રચ્યા છે. રાજકીય અને ધાર્મિક વિવાદોમાં સામેલ થયા પછી, મિલ્ટન લગભગ ૨૦ વર્ષ સુધી ગદ્ય રચવાનું ચાલુ રાખ્યું, જેમાંથી લગભગ એરીયોપેગીટિકા સિવાયના બધા જ નિરર્થક માનવામાં આવે છે. તેનું શાશ્વત મહત્વ કવિતાને કારણે છે.[]

પ્રારંભિક કવિતા (કોલેજ કાળ)

[ફેરફાર કરો]
  • ઓન ધ મોર્નિંગ ઓફ ક્રાઇસ્ટ નેટિવિટી (ઈસુના જન્મની સવાર) - ૧૬૨૯
  • એટ એ સાલેમ મ્યુઝીક (પવિત્ર ગાનના સમયે)
  • અન એપીટોફ ઓફ વિલિયમ શેક્સપીયર (શેક્સપિયરનો સમાધિલેખ)
  • ઓન અરાઈવિંગ ધ એજ ઓફ ટ્વેંટી થ્રી (તેવીસ વર્ષની ઉંમરે)[]

પુખ્ત કવિતા (હોર્ટોન યુગ) (૧૬૩૩ થી ૧૬૩૯ એ.ડી.)

[ફેરફાર કરો]
  • લ'લેગ્રો (સુખી માનવ) - ૧૬૩૩
  • ઇલ્પેન્સેરોજો (નાખુશ માનવ) - ૧૬૩૩
  • આર્કેડિસ - ૧૬૩૩
  • કોમસ - ૧૬૩૪
  • લીસીડસ - ૧૬૩૭ (સહપાઠી એડવર્ડ કિંગના મૃત્યુ પર લખાયેલ મૃત્યુપ્રશસ્તી)[]

ગદ્ય રચના

[ફેરફાર કરો]

એરિઓપીસિટિકા (જેનું હિન્દી ભાષાંતર સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે).

ઉતરાર્ધની કવિતા

[ફેરફાર કરો]
  • પેરેડાઇઝ લોસ્ટ - ૧૬૬૭
  • પેરેડાઇઝ રીગેન્ટ - ૧૬૭૧
  • સેમસન એગોનિસ્ટિસ - ૧૬૭૧[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. https://www.poemhunter.com/poem/on-his-blindness/
  2. अंग्रेजी साहित्य का इतिहास, विलियम हेनरी हडसन, अनुवादक- जगदीश बिहारी मिश्र, हिंदी समिति, सूचना विभाग, उत्तर प्रदेश, संस्करण-1963, पृ०-92.
  3. हिंदी विश्वकोश, नवम खंड, नागरी प्रचारिणी सभा, वाराणसी, संस्करण-1967, पृ०-281.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "John Milton - Early translations and poems". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-18.
  5. स्वर्गच्युति ओ पुनरपि लभते स्वर्गम्, प्रकाशक-साहित्यिकी; प्राप्ति-स्थल- श्री रतिनाथ झा, ग्राम-हाटी, पोस्ट-सरिसब पाही, जिला-मधुबनी, पिन-847424; पृ०-7.
  6. अंग्रेजी साहित्य का इतिहास, पूर्ववत्, पृ०-99.