ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
મુદ્રાલેખ | જન વિશ્વવિદ્યાલય |
---|---|
પ્રકાર | મધ્યસ્થ વિશ્વવિદ્યાલય, ભારત |
સ્થાપના | 1985 |
સ્થાપક | ભારત સરકાર |
કુલપતિ | ભારતના રાષ્ટ્રપતી |
ઉપકુલપતિ | નાગેશ્વર રાવ |
વિદ્યાર્થીઓ | ૩૦ લાખ |
સ્થાન | મૈદાન ગઢી,નવી દિલ્હી, દિલ્હી, ભારત |
Regional centres | 67 |
વેબસાઇટ | www |
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ( ઈગનોઉ) ભારતની એક મધ્યસ્થ મુક્ત યુનિવર્સિટી છે જે મૈદાન ગઢી,નવી દિલ્હીમાં આવેલી છે. આ યુનિવર્સિટી ભારતનાં ભુતપુર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની યાદમાં રાખવામાં આવેલ છે. આ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૮૫માં ભારત સરકારનાં ઈગનોઉ કાયદા હેઠળ કરવામાં આવેલી હતી. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ મુક્ત શિક્ષણ દ્વારા દેશનાં દુરગમ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ઉચ્ચશિક્ષણની સમાન તકો મળે તે માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશનાં માનવસંશાધનનો વિકાસ અને શિક્ષણનાં પ્રસારનો રહેલો છે .યુનિવર્સિટી દેશમાં મુક્ત શિક્ષણનાં સંશોધન,પ્રસારણ અને પ્રશિક્ષણમાં પણ મધ્યસ્થ સંસ્થાનો ભાગ ભજવે છે. ઈગનોઉ સાર્ક દેશો અને યુનેસ્કો સંચાલીત ' ગ્લોબલ મેગા યુનિવર્સિટીસ નેટવર્ક'નું મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૯૭૪માં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનાં તત્કાલીન ઉપકુલપતી જી .પાર્થસારથીની આગેવાની હેઠળના જુથ દ્વારા આ યુનિવર્સિટી સ્થાપના કરવા માટે સમિતિ રચવામાં આવી હતી. આ કાર્યસમિતિ દ્વારા ભારત સરકારને તાતકાલીત વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ પ્રવેશ,ઉમંરની છૂટછાટ,સંલજ્ઞ પાઠ્યપુસ્તકો, વિવિધ વિભાગોના તજજ્ઞો અને અભ્યાસ ક્રમો ઉપર વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ભારત સરકાર દ્વારા ઇગનોઉ અધિનિયમ સંસદનાં બન્ને ગ્રુહોમાં પસાર કરીને ૧૯૮૫માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને ભૂતપુર્વ પ્રધાનમંત્રી સ્વ.ઇન્દિરા ગાંધીના નામ સાથે જોડવામાં આવ્યુ હતું. ૧૯૮૯ની સાલમાં યુનિવર્સિટીનો સૌ પ્રથમ્ પદવીદાન સમાંરભ યોજવામાં આવ્યો હતો અને તેમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧૯૯૦ની સાલમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન્ દ્વારા તેને સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ હતી. ૧૯૯૯માં દેશમાં સૌપ્રથમ્ વખતે " વર્ચુઅલ કેમ્પસ" દ્વારા કોમ્પુટર અને " ઇન્ફોર્મેશન ટેકનોલોજી" ક્ષેત્રોના અભ્યાસક્રમો ઇન્ટરનેટ દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતાં. આ યુનિવર્સિટીમા એશિયા અને આફ્રિકન રાષ્ટ્રો સહીત દેશના ૩૦ લાખ ( ૨૦૧૧ના અંદાજ મુજબ) વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.
વિવિધ વિદ્યાશાખાઓ
[ફેરફાર કરો]ઈગનોઉ દ્વારા ૨૧ જેટલી વિદ્યાશાખાઓ ૨૬૬૭ જેટલા વિવિધ અભ્યાસ કેન્દ્રો, ૬૭ જેટલા ક્ષેત્રીય કેન્દ્રો અને ૨૯ જેટલા વિદેશમાં આવેલ કેન્દ્રો ( ૧૫ દેશમાં) ચલાવવામાં આવે છે . ઈગનોઉ વિવિધ વિદ્યાશાખાઓમાં ૨૨૬ જેટલા કાર્યક્રમો સ્નાતક, અનુસ્નાતક,ડિપ્લોમા અને પ્રમાણપત્રોની પદવી આપતા અભ્યાસક્રમો ચલાવે છે.
SCHOOL | |
---|---|
માનવવિદ્યા શાખા | |
સામાજીક વિજ્ઞાન શાખા | |
વિજ્ઞાન શાખા | |
શિક્ષણ્ શાખા | |
મુક્ત શિક્ષણ શાખા | |
ઈજનેરી અને પ્રદયોગીકી શાખા | |
મેનેજમેન્ટ શિક્ષણ શાખા | |
આરોગ્ય વિજ્ઞાન શાખા | |
કોમ્પ્યુટર અને આઈ.ટી .શાખા | |
ક્રુષી શાખા | |
કાયદા શિક્ષણ શાખા | |
પત્રકારત્વ અને નવમિડિયા શાખા | |
જાતી અને વિકાસ શિક્ષણ શાખા | |
પ્રવાસન્ અને હોટેલ મેનેજમેન્ટ શાખા | |
ઇન્ટરડિસીપ્લિનરી અને ટ્રાન્સ ડિસીપ્લિનરી શાખા | |
સમાજસેવા શિક્ષણ શાખા | |
વોકેશનલ શિક્ષણ શાખા | |
એક્ષ્ટેન્સન અને ડેવલોપમેન્ટ શાખા | |
વિદેશી ભાષા શિક્ષણ શાખા | |
ભાષાંતર અને ભાષાંતર્ શિક્ષણ શાખા | |
પર્ફોર્મીંગ આર્ટ અને વિસ્યુઅલ્ આર્ટ શાખા |
સંશોધન વિભાગ
[ફેરફાર કરો]૬ ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ ઈગનોઉ દ્વારા સંશોધન કેન્દ્ર ચાલુ કરેલ છે જેના ઉદ્દેશો નીચે પ્રમાણે છે.
- શૈક્ષણીક સંશોધન પ્રવ્રુત્તીઓના વિકાસ માટે કાર્યપ્રણાલી નક્કી કરવી.
- પુર્ણ સમય અને ખંડ સમયના અને ડોક્ટરેટ પદવીઓનાં વિદ્યાર્થીઓના પ્રવેશનુ નિયમન.
- સંશોધન સહાયકને શિક્ષણ અને સંશોધનમાં સહાય.
- શૈક્ષણીક કાર્યશાળાઓ અને સંવાદો યોજવા.
- યુનિવર્સિટીમાં પધ્ધતીસર અને શિસ્તબધ્ધ રીતે સંશોધનમાં મદદ.
- સંશોધન વિભાગ
યુનિવર્સિટીની સંલગ્નતા અને માન્યતાઓ
[ફેરફાર કરો]- ઈગનોઉને યુનિવર્સિટી ગ્રાંટ કમીશન દ્વારા મધ્યસ્થ યુનિવર્સિટીનો દરજ્જો મળેલ છે.[૧]
- એશોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા ઈગનોઉની પદવીને અન્ય પદવીઓ સાથે સમાનતા આપવામાં આવેલ છે.
- ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા એમ.સી.એ અને એમ.બી.એ ની પદવીઓ ને માન્ય રાખવામાં આવેલ છે.
- એન.એ.એ.સી દ્વારા યુનિવર્સિટીને એ++ ગુણાંક મળેલ છે.
- ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સીલ દ્વારા દેશની અન્ય સંસ્થાઓ ને માન્યતા આપવાની સત્તા આપવામાં આવેલ છે.
યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો અને એકમો
[ફેરફાર કરો]- રાષ્ટ્રીય મૌલિક સંશોધન કેન્દ્ર
- ઓનલાઈન મુક્ત સંશોધન કેન્દ્ર
- ઇલેક્ટ્રોનીક મિડિયા સંશોધન્ કેન્દ્ર
- બાગબાન સંશોધન કેન્દ્ર
- રાષ્ટ્રીય વિકલાંગ સંશોધન કેન્દ્ર
- સ્ટાફ ટ્રેઈનીંગ કેન્દ્ર ( મુક્ત અને દુરગામી શિક્ષણ)
યુનિવર્સિટીની સંલગ્નતા અને માન્યતાઓ
[ફેરફાર કરો]- ઈગનોઉને યુનિવર્સિટી ગ્રાંટ કમીશન દ્વારા મધ્યસ્થ યુનિવર્સિટીનો દરજ્જો મળેલ છે.
- એશોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા ઈગનોઉની પદવીને અન્ય પદવીઓ સાથે સમાનતા આપવામાં આવેલ છે.
- ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા એમ.સી.એ અને એમ.બી.એ ની પદવીઓ ને માન્ય રાખવામાં આવેલ છે.[૨]
- એન.એ.એ.સી દ્વારા યુનિવર્સિટીને એ++ ગુણાંક મળેલ છે.[૩]
- ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સીલ દ્વારા દેશની અન્ય સંસ્થાઓ ને માન્યતા આપવાની સત્તા આપવામાં આવેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.ugc.ac.in/inside/univmore.php?id=102
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-17.
- ↑ http://www.naac.gov.in/images/docs/AccreditationResults/54SC/54-SC--Cycle-1.pdf