લખાણ પર જાઓ

આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર

વિકિપીડિયામાંથી
Arnold Schwarzenegger
Schwarzenegger in 2010.
38th Governor of California
પદ પર
November 17, 2003 – January 3, 2011
લેફ્ટનન્ટCruz Bustamante (2003–07)
John Garamendi (2007–09)
Abel Maldonado (2010–11)
પુરોગામીGray Davis
અનુગામીJerry Brown
અંગત વિગતો
જન્મ(1947-07-30)July 30, 1947
Thal, Austria
રાજકીય પક્ષRepublican
જીવનસાથીMaria Shriver (1986–present)
સંબંધોSargent Shriver (father-in-law, deceased)
Eunice Kennedy Shriver (mother-in-law, deceased)
સંતાનોKatherine (b. 1989)
Christina (b. 1991)
Patrick (b. 1993)
Christopher (b. 1997)
નિવાસસ્થાનBrentwood
માતૃ શિક્ષણસંસ્થાSanta Monica College
University of Wisconsin, Superior
ક્ષેત્રBodybuilder, Actor
સહી
વેબસાઈટPersonal website
સૈન્ય સેવાઓ
શાખા/સેવાAustrian Armed Forces
સેવાના વર્ષો1965
ધર્મRoman Catholicism

આર્નોલ્ડ એલોઇસ શ્વાર્ઝેનેગર [] (જન્મ 30 જુલાઈ, 1947) ઓસ્ટ્રિયન-અમેરિકન બોડિબિલ્ડર, અભિનેતા, મોડેલ, ઉદ્યોગપતિ અને રાજકીય નેતા છે, જેમણે કેલિફોર્નિયાના 38માં ગવર્નર (2003-2011) તરીકે કામગીરી કરી રહ્યા છે.

શ્વાર્ઝનેગરે 15 વર્ષની વયે વજન ઉંચકવાની તાલીમ લીધી હતી. તેમને 20 વર્ષની ઉંમરે મિ. યુનિવર્સનો ખિતાબ એનાયત કરાયો હતો અને તેમણે કુલ સાત વખત મિ. ઓલમ્પિયા સ્પર્ધા જીતી હતી. શ્વાર્ઝેનેગર બોડિબિલ્ડિંગના ક્ષેત્રમાં અગ્રણી હસ્તી છે અને આ રમત અંગે કેટલાંક પુસ્તકો અને સંખ્યાબંધ લેખો લખ્યા છે.

શ્વાર્ઝેનેગર કોનન ધ બાર્બેરિયન , ધ ટર્મિનેટર અને કમાન્ડો જેવી ફિલ્મમાં તેમની મુખ્ય ભૂમિકા માટે હોલિવૂડની એક્શન ફિલ્મના આદર્શરૂપ અભિનેતા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. તેમણે તેમના બોડિબિલ્ડિંગના દિવસો દરમિયાન “ઓસ્ટ્રેલિયન ઓક” અને “સ્ટ્રિરીયન ઓક” તેમજ અભિનયની કારકિર્દી દરમિયાન “આર્ની” અને વધુ તાજેતરમાં “ગર્વનેટર” (“ગવર્નર” અને “ટર્મિનેટર” નું સંયુક્તનામ)નું ઉપનામ મેળવ્યું છે.[]

રિપબ્લિકન પક્ષના નેતા તરીકે તેઓ 7 ઓક્ટોબર, 2003માં સૌપ્રથમ વખત સ્પેશિયલ રિકોલ ચૂંટણીમાં (શ્વાર્ઝેનેગરનો ચૂંટણી પ્રચાર “ટોટલ રિકોલ” તરીકે ઓળખાયો હતો) તત્કાલિન ગવર્નર ગ્રે ડેવિસની જગ્યાએ ચૂંટાઈ આવ્યા હતા. ડેવિસની બાકી રહેલી મુદત માટે કામ કરવા માટે શ્વાર્ઝેનેગરને 17 નવેમ્બર, 2003ના રોજ હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શ્વાર્ઝેનેગર 2006માં કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીમાં 7 નવેમ્બર 2006ના રોજ ગવર્નરના સંપૂર્ણ કાર્યકાળ માટે ફરી ચૂંટાઈ આવ્યા હતા, જેમાં તેમણે ડેમોક્રેટ નેતા ફિલ એન્ગેલાઇડ્સને પરાજય આપ્યો હતો, જે તે સમયે કેલિફોર્નિયા રાજ્યના ખજાનચી હતા. શ્વાર્ઝેનેગરને 5 જાન્યુઆરી, 2007ના રોજ બીજી મુદત માટે હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરનો જન્મનો ઓસ્ટ્રિયાના થાલમાં થયો હતો, જે ગામ સ્ટિરિયાની રાજધાની ગ્રાઝની સરહદ પર આવેલું છે. તેમનું નામ આર્નોલ્ડ એલોઇસ શ્વાર્ઝેનેગર રાખવામાં આવ્યું હતું.[] તેમના માતાપિતા સ્થાનિક પોલીસ વડા ગુસ્તાવ શ્વાર્ઝેનેગર (1907-1972) અને ઓરેલિયા જેડર્ની (1922-1998) હતા. તેમના પિતાએ ફેલ્ડજેનડર્મરેરી (જર્મન લશ્કરનું એક એકમ)ના હૌપ્ટફેલ્ડવેબેલ તરીકે જર્મનીના લશ્કર સાથે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો અને ચેપી મલેરિયાને કારણે તેમને 1943માં ફરજમુક્ત કરાયા હતા. તેમણે 20 ઓક્ટોબર, 1945ના રોજ લગ્ન કર્યા હતા - ગુસ્તાવ 38 વર્ષના હતા અને ઓરેલિયા મીનહાર્ડ નામના પુત્ર સાથેની 23 વર્ષીય વિધવા હતી. શ્વાર્ઝેનેગરના જણાવ્યા અનુસાર તેમના માતાપિતા ખૂબ જ કડક હતાઃ “ઓસ્ટ્રેલિયામાં પરત આવ્યા પછી સંપૂર્ણપણે અલગ વિશ્વ હતું, જો અમે કંઈ ખરાબ કરીએ અથવા અમે અમારા માતાપિતાની આજ્ઞાનું પાલન ન કરીએ તો સોટીઓ પડતી હતી.”[] તેઓ દર રવિવારે ચર્ચ સેવામાં હાજરી આપતા રોમન કેથલિક પરિવારમાં ઉછર્યા હતા.[][]

ગુસ્તાવ પોતાના પુત્ર આર્નોલ્ડ કરતા સાવકા પુત્ર મીનહાર્ડને વધારે ચાહતા હતા.[] તેમનો આ ભેદભાવ એટલો “મજબૂત” અને “ખુલ્લો” હતો કે તેનાથી એવી આધારવિહિન શંકા જન્મી હતી કે આર્નોલ્ડ તેમનું સંતાન નથી.[] શ્વાર્ઝેનેગરે તેમના પિતા વિષે જણાવતા કહ્યું કે “તેમનામાં તમારી સમસ્યાઓને સાંભળવાની કે સમજવાની ધીરજ ન હતી... ત્યાં ખરેખર માં જ એક દિવાલ હતી.”[] શ્વાર્ઝેનેગરને માતા સાથે સારો સંબંધો હતો અને માતાના મૃત્યુ સુધી લાગણીના સંબંધો જળવાઈ રહ્યા હતા.[૧૦] જીવનમાં પછીથી શ્વાર્ઝેનેગરે તેમના પિતાના યુદ્ધ સમયની માહિતી શોધવા માટે સિમોન વીસેન્થનલ સેન્ટર કાર્યરત કર્યું હતું, જે ગુસ્તાવ નાઝી પાર્ટી અને એસએ (SA)ના સભ્ય હોવા છતા કોઇ અત્યાચારના પુરાવા શોધી શક્યું ન હતું.[] શાળામાં શ્વાર્ઝેનેગર દેખીતી રીતે મધ્યમ કક્ષાના વિદ્યાર્થી હતા, પરંતુ તેમના “આનંદી, રમૂજી અને ઉલ્લાસપૂર્ણ” વ્યક્તિત્વને કારણે અલગ તરી આવતા હતા.[] તેમના પરિવારમાં નાણાંની સમસ્યા હતી, શ્વાર્ઝેનેગરે યાદ કરતા જણાવ્યું હતું કે તેમની યુવાનીની મહત્ત્વની ઘટનાઓમાં કુટુંબે રેફિજરેટરની ખરીદી કરી તે ઘટનાનો સમાવેશ થાય છે.[]

પુત્ર તરીકે શ્વાર્ઝેનેગર ઘણી રમતો રમતા હતા, તેમના પર પિતાનો મોટો પ્રભાવ પડ્યો હતો.[] 1960માં ફૂટબોલ ટીમના કોચ તેમની ટીમને સ્થાનિક જિમ (વ્યાયામ શાળા)માં લઈ ગયા ત્યારે તેમણે પ્રથમ વખત લોખંડનો દંડ ઉપાડ્યો હતો.[] 14 વર્ષની ઉંમરે તેમણે કારકિર્દી તરીકે ફૂટબોલ (સોકર)ની જગ્યાએ બોડિબિલ્ડિંગની પસંદગી કરી હતી.[૧૧][૧૨] તેમણે 13 વર્ષની ઉંમરે વેઇટ લિફ્ટિંગની શરૂઆત કરી હતી કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે “હકીકતમાં હું 15 વર્ષનો હતો, ત્યારે મે વેઇટ લિફ્ટિંગની તાલીમ ચાલુ કરી હતી, પરંતુ હું વર્ષોથી ફૂટબોલ (સોકર) જેવી રમતોમાં ભાગ લેતો હતો, તેથી મને લાગ્યું હતું કે હું પાતળો હોવા છતા સારુ શરીર સૌષ્ઠવ ધરાવતો હોવાથી હું જિમ (વ્યાયામ શાળા)માં જવાનું શરૂ કરી શકું અને ઓલમ્પિક લિફ્ટિંગ માટેની તૈયારી કરી શકું.”[] જોકે તેમની અધિકૃત વેબસાઇટ પર તેમની આત્મકથામાં દાવો કરવામાં આવ્યો છે કે “14 વર્ષની ઊંમરે તેમણે ડેન ફાર્મરની દેખરેખ હેઠળ સઘન તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો હતો, 15 વર્ષની ઉંમરે મનોવિજ્ઞાન (શરીર કરતા મનની વધુ શક્તિઓ અંગે વધુ જાણવા માટે)નો અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની ઉંમરે સ્પર્ધાત્મક કારકિર્દીની શરૂઆત કરી હતી.”[૧૩] 2001માં એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે “હું 14 વર્ષનો હતો, ત્યારે જ મારું આયોજન નક્કી થઈ ગયું હતું. મારા પિતા મને તેમની જેમ પોલીસ અધિકારી બનાવવા માગતા હતા. મારા માતા મને વ્યાપાર શાળામાં મોકલવા માગતા હતા.” [૧૪] શ્વાર્ઝેનેગરે ગ્રાઝમાં જિમ (વ્યાયામ શાળા)ની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું, ત્યાં તેઓ રેગ પાર્ક, સ્ટીવ રીવ્ઝ અને જોહની વીસમુલર જેવા બોડિબોલ્ડિંગના આદર્શપુરુષોને મોટા પડદા પર જોવા વારંવાર સ્થાનિક મૂવી થીયેટરમાં જતા હતા. “મને રેગ પાર્ક અને સ્ટીવ રીવ્ઝ જેવા વ્યક્તિઓમાંથી પ્રેરણા મળી હતી.” [] 2000માં રીવ્ઝનું મૃત્યુ થયું ત્યારે શ્વાર્ઝેનેગરે તેમને ભાવપૂર્વક અંજલી આપી હતી કે “કિશોર અવસ્થામાં હું સ્ટીવ રીવ્ઝ સાથે ઉછેર્યો હતો. તેમની નોંધપાત્ર સિદ્ધિઓને કારણે મારી આજુબાજુના લોકો મારા સપના સમજી શકતા ન હતા, ત્યારે મને શું શક્ય છે તેની સમજ આપી હતી... હું જે કંઇ સિદ્ધિ મેળવવા નસીબદાર રહ્યો છું તે દરેકમાં સ્ટીવ રીવ્ઝનું યોગદાન છે.” [૧૫] 1961માં શ્વાર્ઝેનેગર ભૂતપૂર્વ મિ. ઓસ્ટ્રિયા કુર્ટ માર્નુલને મળ્યા હતા અને મોર્નુલે ગ્રાઝ ખાતેના જિમ (વ્યાયામ શાળા)માં તાલીમ લેવા શ્વાર્ઝેનેગરને આમંત્રણ આપ્યું હતું.[] યુવાન તરીકે તેઓ એટલા સમર્પિત હતા કે સ્થાનિક જિમ (વ્યાયામ શાળા) અઠવાડિયાના અંતે સામાન્ય રીતે બંધ હોય ત્યારે પણ ત્યાં પહોંચી જતા હતા, જેથી તેઓ તાલીમ મેળવી શકે." કસરતને ચુકી જવાથી હું બેચેન બની જતો હતો... હું જાણતો હતો કે હું તે નહીં કરું તો બીજા દિવસે સવારે હું અરીસામાં મારી જાતને જોઇ શકીશ નહીં.” [] યુવાન તરીકે ફિલ્મના પ્રથમ અનુભવ અંગે શ્વાર્ઝેનેગરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે “હું ઘણો જ નાનો હતો, પરંતુ મને યાદ છે કે મારા પિતા મને ઓસ્ટ્રિયાના થીયેટરમાં લઈ જતા અને કેટલીક ફિલ્મો જોવા મળતી. મને ચોક્કસપણે યાદ છે કે મે સૌપ્રથમ જોહની વેનીની ફિલ્મ જોઇ હતી.” []

1971માં તેમના ભાઈ મીનહાર્ડનું કાર અકસ્માતમાં મોત થયું હતું.[] મીનહાર્ડે દારૂ પીધેલો હતો અને તુરંત મૃત્યું થયું હતું અને શ્વાર્ઝેનેગરે તેમના અંતિમસંસ્કારમાં હાજરી આપી ન હતી.[] મીનહાર્ડ એરિકા નેપ સાથે લગ્ન કરવાના હતા અને યુગલને ત્રણ વર્ષનો પેટ્રિક નામનો એક પુત્ર હતો. શ્વાર્ઝનેગરે પેટ્રિકના શિક્ષણ માટે નાણાકીય સહાય કરી હતી અને તેને યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરવા મદદ કરી હતી.[] ગુસ્તાવનું પછીના વર્ષે હુમલાને કારણે મૃત્યું થયું હતું.[] પંમ્પિંગ આયર્ન માં શ્વાર્ઝેનેગરે દાવો કર્યો હતો કે તેઓ તેમના પિતાની અંતિમસંસ્કાર વિધિમાં હાજર રહ્યા ન હતા કારણ કે તેઓ બોડિબિલ્ડિંગ સ્પર્ધા માટેની તાલીમમાં વ્યસ્ત હતા. પછી તેમણે અને આ ફિલ્મના નિર્માતાએ જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ રમત માટે કેટલી ચરમસીમા સુધી જઈ શકે છે તે દર્શાવવા તેમજ આ ફિલ્મ માટેનો વિવાદ ઉભો કરવા શ્વાર્ઝેનેગરની વધુ ઠંડી અને મશીન જેવી છબી બનાવવા બીજા એક બોડિબિલ્ડરના જીવનમાંથી આ વાર્તા લેવામાં આવી હતી. [૧૬] તેમની પ્રથમ ગંભીર પ્રેમિકા બાર્બરા બેકરે જણાવ્યું છે કે તેમણે કોઇપણ લાગણી વગર તેમના પિતાના મૃત્યુની મને માહિતી આપી હતી અને તેઓ તેમના ભાઈ અંગે ક્યારેય કંઈ બોલ્યા નથી.[૧૭] સમય જતા, પિતાની અંતિમસંસ્કાર વિધિમાં શા માટે ગેરહાજર રહ્યા હતા તે અંગે તેમણે ઓછામાં ઓછી ત્રણ જુદી જુદી સ્પષ્ટતા કરેલી છે.[]

2004માં ફોર્ચ્યુન સામયિકને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે તેઓ તેમના પિતા દ્વારા અપાયેલી ત્રાસદાયક સ્થિતિમાંથી પસાર થયા હતા જેને “હાલમાં બાળ અત્યાચાર તરીકે ઓળખવામાં આવે છે”.[૧૮][૧૯]

My hair was pulled. I was hit with belts. So was the kid next door. It was just the way it was. Many of the children I've seen were broken by their parents, which was the German-Austrian mentality. They didn't want to create an individual. It was all about conforming. I was one who did not conform, and whose will could not be broken. Therefore, I became a rebel. Every time I got hit, and every time someone said, 'you can't do this,' I said, 'this is not going to be for much longer, because I'm going to move out of here. I want to be rich. I want to be somebody.'

પ્રારંભિક પુખ્તાવસ્થા

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરે 1965માં ઓસ્ટ્રિયન લશ્કરમાં એક વર્ષ ફરજ બજાવી હતી, કારણ કે તે સમયે 18 વર્ષના તમામ ઓસ્ટ્રિયન પુરુષો માટે તે ફરજિયાત હતી.[][૧૩] તેમણે 1965માં જુનિયર મિ. યુરોપ સ્પર્ધા જીતી હતી.[૧૨] શ્વાર્ઝેનેગર પાયાની તાલીમ માટે એડબલ્યુઓએલ (AWOL)માં ગયા હતા, જેથી તેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકે અને સૈન્ય જેલમાં એક અઠવાડિયું વિતાવી શકેઃ “સ્પર્ધામાં ભાગ લેવો તે મારા માટે ઘણું જ મહત્વ હતું અને હું તેના પરિણામ અંગે કાળજીપૂર્વક વિચારતો ન હતો.” તેમણે સ્ટીરેર હોફ હોટેલ (જ્યાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા) ખાતે ગ્રાઝમાં બીજી બોડિબિલ્ડિંગ સ્પર્ધા જીતી હતી. તેમને યુરોપમાં શ્રેષ્ઠ શારીરિક બાંધો ધરાવતા પુરુષ તરીકે સૌથી વધુ મત મળ્યા હતા અને તેનાથી તેઓ પ્રખ્યાત બન્યા હતા.

“મિ. યુનિવર્સ ખિતાબ મારા માટે વિશાળ તકોની ભૂમિ ગણાતા અમેરિકા માટેની ટિકિટ હતી, જ્યાં હું સ્ટાર બનીને ધનિક બની શકતો હતો.”[૧૪] શ્વાર્ઝેનેગરે લંડનમાં એનએબીબીએ (NABBA) મિ. યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા માટે 1966માં સૌપ્રથમ વખત વિમાન પ્રવાસ કર્યો હતો.[૧૩] અમેરિકાના વિજેતા ચેસ્ટર યોર્ટન જેવા સ્નાયુ ન હોવાથી તેઓ આ મિ. યુનિવર્સ સ્પર્ધામાં બીજા સ્થાને આવ્યા હતા.[૧૩]

1966ની આ સ્પર્ધાના એક નિર્ણાયક ચાર્લી “વેગ” બેનેટ શ્વાર્ઝેનેગરથી પ્રભાવિત થયા હતા અને તેમને તાલીમ આપવાની ઓફર કરી હતી. શ્વાર્ઝનેગર પાસે નાણાં ન હતા, તેથી બેનેટે ઇંગ્લેન્ડના લંડન ખાતેના ફોરેસ્ટ ગેટમાં બેમાંથી એક જિમ (વ્યાયામ શાળા)ની ઉપર આવેલા તેમના ભીડભાડવાળા કુટુંબમાં રહેવાનું આમંત્રણ આપ્યું હતું. યોર્ટનની પગની વ્યાખ્યા વધુ બહેતર આંકવામાં આવી હતી અને બેનેટે તૈયાર કરેલા તાલીમ કાર્યક્રમ હેઠળ શ્વાર્ઝેનેગરે તેમના પગના સ્નાયુઓની વ્યાખ્યા સુધારવા તેમજ શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. લંડનના પૂર્વ છેડાના વિસ્તારમાં રહેવાથી શ્વાર્ઝેનેગરને તેમની અવિકસિત અંગ્રેજી ભાષામાં સુધારો કરવામાં મદદ મળી હતી.[૨૦][૨૧] 1966માં પણ, શ્વાર્ઝેનેગરને બાળપણના આદર્શ રેગ પાર્કને મળવાની તક મળી હતી, રેગ પાર્ક તેમના મિત્ર અને માર્ગદર્શક બન્યા હતા.[૨૨] તાલીમના મીઠા ફળ મળ્યા અને 1967માં શ્વાર્ઝેનેગરે પ્રથમ વખત આ ખિતાબ જીતીને 20 વર્ષની ઉંમરે મિ. યુનિવર્સ જીતનાર સૌથી યુવાન વ્યક્તિ બન્યા હતા.[૧૩] તેમણે આ પછી વધુ ત્રણ વખત આ ખિતાબ જીત્યો હતો.[૧૨] આ પછી શ્વાર્ઝેનેગર મ્યુનિચમાં પરત આવ્યા હતા, દિવસમાં ચારથી છ કલાક સુધી તાલીમ લીધી હતી, બિઝનેસ સ્કૂલમાં હાજરી આપી હતી અને હેલ્થ ક્લબ (રોલ્ફ પુટ્ઝીન્ગરનું જિમ (વ્યાયામ શાળા), જ્યાં તેમણે 1966-1968 સુધી કામ કર્યું હતું અને તાલીમ મેળવી હતી)માં કામ કર્યું હતું તેમજ 1968માં લંડન પરત આવીને મિ. યુનિવર્સ સ્પર્ધા જીતી હતી.[૧૩] તેમણે તે સમયે મ્યુનિચમાં તેમના એક મિત્ર રોજર સી. ફિલ્ડને ઘણીવાર કહ્યું હતું કે “હું સૌથી મહાન અભિનેતા બનવા જઈ રહ્યો છું.”

યુ.એસ. (U.S.)માં સ્થળાંતર

[ફેરફાર કરો]
1984માં પ્રમુખ રોનાલ્ડ રેગન સાથે શ્વાર્ઝેનેગર

શ્વાર્ઝેનગરે માત્ર 10 વર્ષની ઉંમરથી યુએસ (US)માં જવાનું અને તે માટે બોડિબિલ્ડિંગના માધ્યમનો ઉપયોગ કરવાનું સપનું જોયું હતું,[૨૩] તેમનું આ સપનું 21 વર્ષની ઉંમરે 1968માં યુનાઈટેડ સ્ટેટ્સમાં આગમન સાથે સાકાર થયું હતું. તેમને વધારે અંગ્રેજી આવડતું ન હતું.[][૧૨] “સ્વભાવિક રીતે, હું આ દેશમાં આવ્યો ત્યારે મારા ઉચ્ચારો ખૂબ જ ખરાબ હતા અને હું શબ્દ પર ખૂબ જ વધારે ભાર મૂકતો હતો, જેના કારણે અભિનયની કારકિર્દી મેં શરૂ કરી ત્યારે એક અવરોધ થતો હતો.”[] અહીં તેમણે જૉ વાઈડરના હાથ નીચે કેલિફોર્નિયાના સાન્ટા મોનિકા ખાતેના ગોલ્ડના જિમ (વ્યાયામ શાળા)માં તાલીમ લીધી હતી. 1970થી 1974 સુધી શ્વાર્ઝેનેગરના વેઇટ ટ્રેનિંગ સાથીદાર તરીકે રિક ડ્રેસિન હતા, જે વ્યવસાયી પહેલવાન હતા અને 1973માં ગોલ્ડના જિમ (વ્યાયામ શાળા)નો મૂળ લોગો ડિઝાઇન કર્યો હતો.[૨૪] શ્વાર્ઝેનેગરે વ્યવસાયી પહેલવાન “સુપરસ્ટાર” બિલી ગ્રેહામ સાથે સારી મિત્રતા કેળવી હતી. 1970માં 23 વર્ષની ઉંમરે તેમણે ન્યૂ યોર્કમાં પ્રથમ મિ. ઓલમ્પિયા ખિતાબ જીત્યો હતો અને આ પછી તેમણે સાત વખત આ ખિતાબ જીત્યો હતો.[૧૩]

ઇમિગ્રેશન કાયદા પેઢી સિસ્કાઇન્ડ એન્ડ સુઝરે જણાવ્યું હતું કે શ્વાર્ઝેનેગરે 1960ના દાયકાના અંત ભાગ કે 1970ની શરૂઆતના કોઈ સમયે ગેરકાયદેસર વસવાટ કર્યો હોવાની શક્યતા છે, કારણ કે તેમણે વિઝાની શરતોનો ભંગ કર્યો હતો.[૨૫] એલએ (LA) અઠવાડિકે 2002માં જણાવ્યું હતું કે શ્વાર્ઝેનેગર અમેરિકામાં સૌથી વધુ પ્રખ્યાત ઇમિગ્રન્ટ (પરદેશી વસાવટ માટે આવેલા વ્યક્તિ) છે, જેમણે “પાતળા ઓસ્ટ્રિયન ઉચ્ચારણ પર કાબુ મેળવ્યો હતો અને 1990ના દાયકામાં વિશ્વના સૌથી મોટા ફિલ્મસ્ટાર બનવા માટે બોડિબિલ્ડિંગની અપરિચિત પૂર્વભૂમિકાની મર્યાદા ઓળંગી ગયા હતા”.[૨૩]

1969માં શ્વાર્ઝેનેગર અંગ્રેજીના શિક્ષક બાર્બરા આઉટલેન્ડ બેકરને મળ્યા હતા અને તેમની સાથે 1974 સુધી રહ્યા હતા.[૨૬] શ્વાર્ઝેનેગરે 1977માં તેમના સંસ્મરણોમાં બાર્બરા વિશે વાત કરતા નોંધ્યું છે કેઃ “મૂળભૂત રીતે તે આવી રીતે બન્યું હતું: તેઓ વ્યવસ્થિત, દ્રઢ જીવન ઇચ્છતા સુ-સંતુલિત મહિલા હતા અને હું સુ-સંતુલિન પુરુષ ન હતો અને સામાન્ય જીવનના વિચારને ધિક્કારતો હતો.”[૨૬] બેકરે “ખુશમિજાજ વ્યક્તિત્વ, સંપૂર્ણપણે જાદૂઈ, સાહસી અને એથ્લેટ” તરીકે શ્વાર્ઝેનેગરને ઓળખાવ્યા છે, પરંતુ દાવો કર્યો હતો કે સંબંધોના અંત સમયે તે “અસહ્ય –પરંપરાગત ગર્વિષ્ઠ હતા- સમગ્ર વિશ્વ તેમની આજુબાજુ ધુમતું હતું”.[૨૭] બેકરે 2006માં આર્નોલ્ડ એન્ડ મીઃ ઇન ધ શેડો ઓફ ધ ઓસ્ટ્રિયન ઓક નામનું પોતાનું આત્મચરિત્ર પ્રકાશિત કર્યું હતું.[૨૮] તે સમયે બેકરે તેમના ભૂતપૂર્વ પ્રેમીનું બિનખુશામતભર્યું ચિત્ર રજૂ કર્યું હતું, પરંતુ શ્વાર્ઝેનેગરે બહુચર્ચિત બનેલા આ પુસ્તકની પ્રસ્તાવના લખવામાં વાસ્તવમાં યોગદાન આપ્યું હતું અને ત્રણ વખત બેકરને મળ્યા હતા.[૨૮] ઉદાહરણ તરીકે, બેકરે દાવો કર્યો છે કે તેઓ છૂટા પડ્યા પછી જ તેઓ બેવફા હોવાનું જાણવા મળ્યું હતું, બેકરે તેમના તોફાની અને ઉત્કટ પ્રેમ જીવનની વાતો કરી છે.[૨૮] શ્વાર્ઝેનેગરે સ્પષ્ટતા કરી હતી કે ઘટનાઓનું તેમના બંનેનું સંસ્મરણ અલગ અલગ હોઈ શકે છે.[૨૮] શ્વાર્ઝેનેગરના યુએસ (US)માં આગમનના છથી આઠ મહિના પછી બંને એકબીજાને મળ્યા હતા- તેમની પ્રથમ મુલાકાતમાં તેમણે ટેલિવિઝન પર પ્રથમ એપોલો મૂન ઉતરાણ જોયું હતું. [૧૭] તેઓ સાડા ત્રણ વર્ષ સુધી સાન્ટા મોનિકામાં એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા અને પોતાની પાસે નાણાં ન હોવાથી આખો દિવસ દરિયાકિનારે ફરતા હતા અથવા બેક યાર્ડમાં ભોજન કરતા હતા.[૧૭] બેકર દાવો કરે છે કે તેમની સાથેની પ્રથમ મુલાકાત વખતે તેમને “સભ્ય સમાજની ભાગ્યે જ કોઇ સમજ હતી” અને તેઓ રસહિન વ્યક્તિ જણાયા હતા, જોકે પછીથી બેકર જણાવે છે કે “તેઓ શક્ય હોય ત્યાં સુધીના સ્તરે સ્વકેન્દ્રીત વ્યક્તિ હતા- તેમને માતાપિતા, કુટુંબ, ભાઈ પાસેથી ક્યારેય પણ પ્રોત્સાહન મળ્યું ન હતું. તેમનામાં માત્ર ખુદને સાબિત કરવાનો પ્રચંડ દ્રઢનિર્ધાર હતો અને તે ખૂબ જ આકર્ષક હતો... હું એ જાણીને કબ્રસ્તાનમાં જઈશ કે આર્નોલ્ડ મને પ્રેમ કરતા હતા.”[૧૭]

શ્વાર્ઝેનેગર તેમની બીજી પ્રેમિકા સુ મોરેને જુલાઈ 1977માં વેનિસ બીચ પર મળ્યા હતા, તે સમયે મુરે બેવર્લી હિલ્સની હેરડ્રેસરના સહાયક હતા. મોરેના જણાવ્યા અનુસાર બંને વચ્ચે ખુલ્લો સંબંધ હતોઃ “અમે બંને એલએ (LA) રહેતા હતા ત્યારે અમે વફાદાર હતા... પરંતુ તેઓ આ શહેરની બહાર જતા હતા ત્યારે અમને ગમતું હોય તે કરવા માટે મુક્ત હતા.”[] શ્વાર્ઝેનેગર ઓગસ્ટ 1977માં રોબર્ટ એફ કેનેડી ટેનિસ ટુર્નામેન્ટ ખાતે મારિયા શ્રીવરને મળ્યા હતા અને મુરેએ (જેને શ્રીવર સાથેના સંબંધોની ખબર પડી હતી) આખરીનામું આપ્યું ત્યાં સુધી એટલે કે ઓગસ્ટ 1978 સુધી તેમણે બંને સ્રીઓ સાથે સંબંધો રાખ્યા હતા.[]

1977માં શ્વાર્ઝેનેગરની આત્મકથા/વેઇટ-ટ્રેનિંગ ગાઇડ આર્નોલ્ડઃ ધ એજ્યુકેશન ઓફ એ બોડિબિલ્ડર પ્રકાશિત થઈ હતી અને તેને પ્રચંડ સફળતા મળી હતી.[] કેલિફોર્નિયાની સાન્ટા મોનિકા કોલેજમાં અંગ્રેજીના વર્ગોમાં હાજરી આપ્યા પછી તેમણે યુનિવર્સિટી ઓફ વિસ્કોસીન-સુપેરિયરમાંથી પત્રવ્યવહાર મારફત બી.એ. (B.A.)ની પદવી મેળવી હતી અને તેઓ 1979માં બિઝનેસ એન્ડ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સમાં સ્નાતક થયા હતા.[]

બોડિબિલ્ડિંગની કારકિર્દી

[ફેરફાર કરો]

ઢાંચો:Infobox bodybuilder

બોડિબિલ્ડિંગના ઇતિહાસના મહત્વપૂર્ણ વ્યક્તિઓમાં શ્વાર્ઝેનેગરની ગણના થાય છે અને તેમના વારસાને આર્નોલ્ડ ક્લાસિક વાર્ષિક બોડિબિલ્ડિંગ સ્પર્ધાના સ્વરૂપમાં સાચવવામાં આવ્યો છે. શ્વાર્ઝેનેગર નિવૃત્તિ પછી પણ ઘણાં સમય સુધી અમુક અંશે બોડિબિલ્ડિંગ રમતની સ્પર્ધામાં એક મહત્વપૂર્ણ ચહેરો બની રહ્યાં કારણ કે તેઓ કેટલાક જિમ (વ્યાયામ શાળા)ની અને ફિટનેસ સામાયિકોની માલિકી ધરાવતાં હતાં. તેમણે અસંખ્ય સ્પર્ધાઓ અને ઇનામ વિતરણ સમારોહોની અધ્યક્ષતા કરી હતી.

ઘણાં વર્ષો સુધી તેમણે બોડિબિલ્ડિંગના સામયિકો મસલ એન્ડ ફિટનેસ અને ફ્લેક્સ માટે માસિક કોલમો લખી હતી. ગવર્નર તરીકે ચૂંટાયા પછી તુરંત પ્રતીકાત્મક દરજ્જા તરીકે આ બંને સામયિકોના કાર્યકારી તંત્રી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. આ સામયિકો ગવર્નરના વિવિધ શારીરિક ફિટનેસ કાર્યક્રમોમાં પ્રતિ વર્ષ 2,50,000 ડોલરનું દાન કરવા સંમત થયા હતાં. મસલમેગ ઇન્ટરનેશનલ સામયિક દર મહિને તેમના પર બે પાનાનો લેખ લખે છે અને તેમને “ રાજા” તરીકે ગણાવે છે.

તેમણે જીતેલી સૌપ્રથમ સ્પર્ધા 1965માં જુનિયર મિ. યુરોપ સ્પર્ધા હતી.[] તેમણે તે પછીના વર્ષે 19 વર્ષની ઉંમરે મિ. યુરોપ સ્પર્ધા જીતી હતી.[][૧૩] તેમણે ઘણી બોડિબિલ્ડિંગ સ્પર્ધાઓ અને કેટલીક વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા બન્યાં હતાં, તેમાં પાંચ વખત મિ. યુનિવર્સ (4–એનએબીબીએ (NABBA) [ઇંગ્લેન્ડ], 1–આઇએફબીબી (IFBB) [યુએસએ (USA)] સ્પર્ધામાં જીત, અને સાત વખત મિ. ઓલમ્પિયા સ્પર્ધામાં જીત, જે એક વિક્રમ છે કે જે લી હાનીએ 1991માં સળંગ આઠ મિ. ઓલમ્પિયા જીત મેળવી ત્યાં સુધી યથાવત હતો.

સ્પર્ધાનું વજનઃ 240 એલબીએસ (lbs) (વધુમાં વધુ 250 એલબીએસ (lbs))

સિઝન સિવાયનું વજનઃ 260 એલબીએસ (lbs)

શક્તિશાળી પુરુષ

[ફેરફાર કરો]

1967માં, શ્વાર્ઝેનેગરે સ્પર્ધામાં ઝંપલાવ્યું અને મ્યુનિચ સ્ટોન-લિફ્ટિંગ (પથ્થર ઊંચકવાની) સ્પર્ધા જીતી, જેમાં પથ્થરનું વજન 508 જર્મન પાઉન્ડ્સ (254 કિ.ગ્રા./ 560 એલબીએસ (lbs)) જેમાં જમીન પર બે પગ ટેકાવીને તેની વચ્ચે વજન ઊંચકવાનું હોય છે.

મિ. ઓલમ્પિયા

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરનું ધ્યેય જગતના સૌથી મહાન બોડિબિલ્ડર બનવાનું હતું એટલે કે મિ. ઓલમ્પિયા બનવાનું હતું.[][૧૩] તેમણે પ્રથમ પ્રયત્ન 1969માં કર્યો જ્યાં તેઓ ત્રણ વખતના વિજેતા સર્જીઓ ઓલિવા સામે હારી ગયાં. જોકે, શ્વાર્ઝેનેગર 1970માં ફરી આવ્યા અને સ્પર્ધા જીતી લીધી અને 23 વર્ષેની સૌથી નાની વયે મિ. ઓલમ્પિયા જીતવાનો વિક્રમ બનાવ્યો જે આજ દિન સુધી યથાવત છે.[૧૩]

તેમણે તેમનો આ જીતનો સિલસિલો 1971-74 દરમિયાન પણ ચાલું રાખ્યો હતો.[૧૩] 1975માં, શ્વાર્ઝેનેગર ફરીથી તેમના સર્વોચ્ચ ફોર્મમાં હતાં અને છઠ્ઠી વખત સતત બિરુદ જીત્યું હતું,[૧૩] જેમાં ફ્રાન્કો કોલુમ્બુને પરાજય આપ્યો હતો. 1975ની મિ. ઓલમ્પિયા સ્પર્ધા પછી શ્વાર્ઝેનેગરે વ્યવસાયિક બોડિબિલ્ડિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.[૧૩]

1975ની મિ.ઓલમ્પિયા ચાલુ થવાના એક મહિના પહેલાં ફિલ્મનિર્માતા જ્યોર્જ બટલર અને રોબર્ટ ફાઓરે શ્વાર્ઝેનેગરને પંમ્પિંગ આયર્ન નામની દસ્વાવેજી ફિલ્મમાં બોડિબિલ્ડિંગની તાલીમને કચકડે કંડારવા સ્પર્ધામાં ઝૂકાવવાં મનાવી લીધાં. જેફ બ્રિજિસ સાથે ફિલ્મ સ્ટે હંગ્રી માં ભાગ લેવાં માટે મહત્વપૂર્ણ વજન ઘટાડ્યા બાદ શ્વાર્ઝેનેગર પાસે સ્પર્ધા માટે તૈયારી કરવાં માટે માત્ર ત્રણ જ મહિના બાકી હતાં. લો ફેરીગ્નોએ જોઇએ તેવી ટક્કર આપી નહીં અને સામાન્ય કરતાં ઓછું વજન ધરાવતા શ્વાર્ઝેનેગર 1975ની મિ. ઓલમ્પિયા સરળતાથી જીતી ગયા હતા.

જોકે 1980ની ઓલમ્પિયામાં ભાગ લેવાં માટે શ્વાર્ઝેનેગર નિવૃત્તિમાંથી પાછા આવ્યા હતા.[] શ્વાર્ઝેનેગર કોનાન ફિલ્મમાં તેની ભૂમિકા માટે તાલીમ લઇ રહ્યા હતા અને તેમણે દોડ, ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ લઇને અદભૂત શરીર સૌષ્ડવ કેળવ્યું હતું અને તેમણે નક્કી કર્યું કે તેઓ હજુ છેલ્લીવાર મિ. ઓલમ્પિયા સ્પર્ધા જીતવા માંગે છે. તાલીમ દરમિયાનના એક અકસ્માતથી તેમને પ્રવેશ નહીં મળે અને તેમણે સ્પર્ધામાંથી દૂર રહેવું પડશે તે કારણે તેમણે પોતાની યોજના ગુપ્ત રાખી હતી. શ્વાર્ઝેનેગરને નેટવર્ક ટેલિવિઝનની કલર કોમેન્ટ્રી માટે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે અંતિમ ઘડીએ જણાવ્યું કે જ્યારે તે અહીંયા છે તો તે “શા માટે સ્પર્ધામાં ન ઝૂકાવે?” માત્ર સાત અઠવાડિયાની તૈયારી સાથે તેઓ આ સ્પર્ધા જીત્યા હતા. સાતમી વખત મિ. ઓલમ્પિયામાં વિજેતા બન્યાં બાદ શ્વાર્ઝેનેગરે સ્પર્ધામાંથી સત્તાવાર નિવૃત્તિ લીધી હતી.

સ્ટિરોઇડનો ઉપયોગ

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરે સ્વીકાર્યું હતું કે પર્ફોર્મન્સને વધારતું સ્નાયુઓની વૃધ્ધિ કરતું એનાબોલિક સ્ટિરોઇડ કાયદેસર હતું ત્યારે તેમણે તેનું સેવન કર્યું હતું. 1977માં લખ્યું કે “સ્પર્ધાની તૈયારી માટે જ્યારે હું સખત આહાર નિયંત્રણો પર રહેતો હતો ત્યારે સ્નાયુઓનાં કદને જાળવી રાખવાં માટે સ્ટિરોઇડ્સ મને મદદરૂપ બનતાં હતાં. મેં તેનો સ્નાયુઓ વધારવા માટે ઉપયોગ કર્યો ન હતો પરંતુ જ્યારે વજન ઘટાડાતો ત્યારે સ્નાયુઓને જાળવવાં માટે ઉપયોગ કર્યો હતો.”[૨૯] તેમણે “પેશીઓનું સર્જન” કરવા ડ્રગ્સનું સેવન કર્યું હતું.[૩૦]

1977માં શ્વાર્ઝેનેગરે જર્મન તબીબ વીલી હીપ સામે કાનૂની દાવો માંડ્યો હતો કારણે કે તેમણે સ્ટિરોઇડનો ઉપયોગ અને તે પછીથી થયેલી હૃદયની સમસ્યાઓ વચ્ચેની કડીને આધારે તેમના વહેલાં મોતની જાહેરમાં આગાહી કરી હતી. આ તબીબે તેમની ક્યારેય શારીરિક તપાસ કરી ન હતી, તેથી શ્વાર્ઝેનેગર જર્મન અદાલતમાં બદનક્ષીનો યુએસ (US)$10,000નો દાવો જીતી ગયા હતા.[૩૧] 1999માં શ્વાર્ઝેનેગરે અમેરિકન ટેબ્લોઇડ ધ ગ્લોબ સામે અદાલતી દાવો કર્યો હતો, કારણ કે ટેબ્લોઇટે આ બોડિબિલ્ડરની ભાવી તંદુરસ્તી અંગે સમાન પ્રકારની આગાહી કરી હતી, જોકે તે દાવાની પછીથી પતાવટ થઈ હતી.[૩૨]

અભિનય કારકિર્દી

[ફેરફાર કરો]
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર
અન્ય નામોArnold Strong
Arnie
વ્યવસાયActor, Director, Producer
સક્રિય વર્ષો1970–2006, 2009–present (acting)

શ્વાર્ઝેનેગર બોડિબિલ્ડિંગમાંથી અભિનયમાં આવવા માંગતા હતા, છેવટે 1970ની ફિલ્મ હર્ક્યુલસ ઈન ન્યૂયોર્ક માં હર્ક્યૂલસની ભૂમિકા ભજવવા તેમની પસંદગી થઇ ત્યારે તેનું સ્વપ્ન સિદ્ધ થયું હતું. “આર્નોલ્ડ સ્ટ્રોંગ”ના નામ હેઠળ પ્રખ્યાત બનેલી ફિલ્મમાં એમની બોલવાની લઢણ એટલી ભારે હતી કે તેમના સંવાદો પ્રોડક્શન થયા બાદ ફરીથી ડબ કરવામાં આવ્યા હતા.[૧૨] તેમની બીજી ફિલ્મ રોબર્ટ ઓલ્ટમેનના નિર્દેશનમાં બનેલ ધ લોન્ગ ગુડબાય (1973) હતી જેમાં તે ટોળાને મારતાં બહેરાં-મૂંગાની ભૂમિકામાં દેખાયા હતાં. ત્યારબાદ તેમણે સ્ટે હંગ્રી (1976) ફિલ્મમાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી જેના માટે તેમને વર્ષના નવા ઉભરતાં પુરૂષ સિતારા તરીકે ગોલ્ડન ગ્લોબ ફોર ન્યૂ મેલ સ્ટાર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. શ્વાર્ઝેનેગરે પોતાની અભિનય કારકિર્દીના વિકાસના શરૂઆતના સંઘર્ષો વિશે ચર્ચા કરી હતી. “શરૂઆતના દિવસોમાં તે મારા માટે ઘણું મુશ્કેલ હતું – એજન્ટો અને પસંદગી કરનારાઓ મને કહેતાં કે મારું શરીર ‘અદભૂત’ છે અને મારી ભાષા રમૂજી છે તથા મારુ નામ ખૂબ લાંબુ છે. તમે નામના આપી અને તેમણે કહ્યું હતું કે મારે આ નામ બદલવું પડશે. હકીકતે, દરેક જગ્યાએથી મને જાકારો મળ્યો, મને કહેવામાં આવ્યું કે મારા માટે કોઇ તક નથી.”[]

શ્વાર્ઝેનેગરે બોડિબિલ્ડિંગની ફિલ્મ પંમ્પિંગ આયર્ન (1977) કે જેમાં સમાવિષ્ટ બાબતોને નાટકીય રૂપમાં મૂકવામાં આવી હતી તેમાં તેણે ધ્યાન ખેંચ્યું અને પોતાની પ્રતિષ્ડા વધારી હતી.[૧૧][૧૨] 1991માં, શ્વાર્ઝેનેગરે ફિલ્મના હકો, ફિલ્મમાં નહીં લેવાયેલ ચિત્રો અને સંલગ્ન સ્ટીલ ફોટોગ્રાફી (સ્થિર તસવીરો)ના હકો ખરીદી લીધાં હતા.[૩૩] શ્વાર્ઝેનેગરે ધ ઇન્ક્રેડિબલ હલ્ક શ્રેણીની મુખ્ય ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ પોતાની ઊંચાઇને કારણે તેઓ ભૂમિકા મેળવી શક્યા નહોતાં. પછીથી, લો ફેરીગ્નોએ ડો. ડેવિડ બન્નાર્સ અલ્ટર ઈગોમાં ભૂમિકા મેળવી હતી. શ્વાર્ઝેનેગર 1979ની કોમોડી ધ વિલન માં કિર્ક ડગ્લાસ અને એન્ન-માર્ગારેટ સાથે ચમક્યાં હતાં. 1980માં, તેમણે 1950 દાયકાની અભિનેત્રી જેની મેન્સફિલ્ડ અંગેની ચરિત્રફિલ્મમાં મેન્સફિલ્ડના પતિ મિકી હાર્ગીટે તરીકે ભૂમિકા ભજવી હતી.

હોલિવૂડ વોક ઓફ ફેમ પર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનો સિતારો

શ્વાર્ઝેનેગરને ભારે સફળતા અપાવનારી ફિલ્મ 1982માં આવેલ તલવાર અને જાદુટોણાંનું મહાકાવ્ય કોનાન ધ બાર્બેરિયન હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.[૧૧] ત્યારબાદ 1984માં તેની સિક્વલ કોનાન ધ ડેસ્ટ્રોયર આવી હતી, જો કે તે તેની પુરોગામી ફિલ્મ જેટલી સફળ રહી ન હતી.[૩૪] 1983માં શ્વાર્ઝેનેગર પ્રચાર વીડિયો “કાર્નિવલ ઇન રિયો”માં ચમક્યા હતા.

1984માં તેમની પ્રથમ ત્રણ ભૂમિકામાં નામસ્ત્રોતીય પાત્ર તરીકે નજરે ચડ્યાં હતાં અને કોઇકે કહ્યું છે કે તેમની અભિનય કારકિર્દીમાં જો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તો તે જેમ્સ કેમરોનની કલ્પિત વિજ્ઞાનની રોમાંચક કથા ધ ટર્મિનેટર હતી.[૧૧][૧૨][૩૫] ધ ટર્મિનેટર બાદ શ્વાર્ઝેનેગરે 1985 માં રેડ સોન્જા બનાવી હતી જે “છાપ છોડ્યા વગર અદ્રશ્ય થઈ ગઇ હતી”.[૩૪]

1980ના દાયકા દરમિયાન, લોકોને એક્શન ફિલ્મો મોટા પ્રમાણમાં આકર્ષતી હતી ત્યારે શ્વાર્ઝેનેગર અને સિલ્વેસ્ટર સ્ટેલોન બંને આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગયાં હતાં.[૧૨] શ્વાર્ઝેનેગરની ભૂમિકાઓમાં તેમની રમૂજી, પોતાનું ઓછુ મૂલ્ય આંકતી હાસ્યવૃત્તિ (કેટલીકવાર વિખ્યાત ખરાબ શ્ર્લેષમાં)નું પ્રતિબિંબ પડે છે અને તેથી ગંભીર એક્શન હીરો કરતાં તેમની ભૂમિકાઓ અલગ પડે છે. તેમની વૈકલ્પિક- બ્રહ્માંડ કોમેડી/રોમાંચક લાસ્ટ એક્શન હીરો માં ફિલ્મ ટર્મિનેટર-રઃ જજમેન્ટ ડે નું પોસ્ટર દર્શાવ્યું હતું, જેમાં કલ્પિત વૈકલ્પિક બ્રહ્માંડમાં સિલ્વેસ્ટર સ્ટેલોન અભિનેતા તરીકે હતો.

હોલિવુડ સુપરસ્ટાર તરીકે તેમના આગમન બાદ તેમણે સંખ્યાબંધ સફળ ફિલ્મો કરી જેમાં કમાન્ડો (1986), રો ડીલ (1986), ધ રનિંગ મેન (1987), અને રેડ હીટ (1988)નો સમાવેશ થાય છે. અન્ય સફળ ફિલ્મ પ્રિડેટર માં શ્વાર્ઝનેગરે મિન્નેસોટાના ભાવી ગવર્નર જેસી વેન્ચુરા (વેન્ચુરા શ્વાર્ઝનેગર સાથે ધ રનિંગ મેન તથા બેટમેન એન્ડ રોબિન માં ચમક્યા હતા) અને ભાવી કેન્ટુકીના ગવર્નર પદ માટેના ઉમેદવાર સોન્ની લેન્ધામનાં સાથે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

ગ્રોમેનના ચીની થીયેટરની સામે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરના હાથ અને પગની છાપ

ટ્વિન્સ (1988), ડેની ડીવિટો સાથેની એક કોમેડી ફિલ્મ છે, જેમાં તેમણે સફળતાપૂર્વક તેની એક્શન હીરોની છાપ બદલીને કોમેડી તરીકેની કરી હતી. ટોટલ રિકોલ (1990) શ્વાર્ઝેનેગરે $10 મિલિયન અને કુલ આવકમાં 15% હિસ્સા, સાથે કરી હતી અને તેમના ખૂબ જ વખાણ થયા હતા. ફિલિપ કે. ડિકની ટૂંકી વાર્તા “વી કેન રીમેમ્બર ઇટ ફોર યુ હોલસેલ” પર આધારિત, પૌલ વેરહોવેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સાયન્સ ફિક્શન (વિજ્ઞાન કલ્પિત) પટકથા ધરાવતી હતી. કિંડરગાર્ટન કોપ (1990) ફિલ્મમાં તે ફરીથી દિગ્દર્શક ઇવાન રેઇટમેન સાથે જોડાયા હતા, જેની સાથે અગાઉ તેમણે ટ્વિન્સ ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી પામેલા રીડે પણ ભૂમિકા ભજવી હતી.

શ્વાર્ઝેનેગરે થોડાક સમય માટે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરતાં સૌપ્રથમ 1990માં ટીવી શ્રેણી ટેલ્સ ફોર્મ ધ ક્રીપ્ટ ના પ્રથમ એપિસોડ “ધ સ્વીચ”, અને 1992માં ટેલિમુવી ક્રિસમસ ઇન કનેટિકટ નું દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ તેમણે દિગ્દર્શન કર્યું નથી.

1991માં રજૂ થયેલી ટર્મિનેટર 2: જજ્મેન્ટ ડે, કે જે 1991માં સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ બની હતીTerminator 2: Judgment Day , તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સાથે શ્વાર્ઝેનેગરના પુનરાગમનમાં વ્યવસાયિક શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા ફરી જોવા મળી હતી. 1993માં નેશનલ એસોસિએશન ઓફ થિયેટર ઓનર્સે તેમને “દાયકાના આંતરરાષ્ટ્રીય સ્ટાર” તરીકે નવાજ્યા હતા.[] તેમની આગામી ફિલ્મ 1993માં આવેલી વિનોદી ફિલ્મ લાસ્ટ એક્શન હીરો પોતાનામાં જ એક એક્શન કોમેડી ફિલ્મ હતી, જે જુરાસિક પાર્ક ની સામે બોક્સ ઓફિસ પર રજૂ થઇ હતી અને તેનું તેને ખાસ્સુ નુકસાન ભોગવવું પડ્યું હતું. તેની આગામી ફિલ્મ કોમેડી ડ્રામા ટ્રુ લાઇઝ (1994) અત્યંત લોકપ્રિય જાસૂસી ફિલ્મ હતી અને તેમાં શ્વાર્ઝેનેગર ફરીથી જેમ્સ કેમરોન સાથે જોડાયા હતા અને ફિલ્મમાં જેમી લી કર્ટ્સ તેમની અભિનેત્રી હતી. 1996માં જિંગલ ઓલ ધ વે રજૂ થઇ હતી, જેમાં આર્નોલ્ડે મુખ્ય પાત્ર, હોવર્ડ લેન્ગસ્ટનની ભૂમિકા ભજવી હતી.

2003 કેન્સ ફિલ્મ મહોત્સવમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર

ત્યારબાદ ટૂંક સમયમાં જ કોમેડી ફિલ્મ જુનિયર (1994) આવી હતી, ઇવાન રેઇટમેન સાથે છેલ્લી ત્રણ ફિલ્મોમાં આ છેલ્લી હતી અને આ ફિલ્મમાં ફરી એક વખત તેણે સહ-અભિનેતા ડેની ડીવિટો અને બીજી વખત પામેલા રીડ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મે શ્વાર્ઝેનેગરને તેનું બીજુ ગોલ્ડન ગ્લોબ નામાંકન અપાવ્યું હતું, આ વખતે તેને શ્રેષ્ઠ અભિનેતા – મ્યૂઝિકલ અથવા કોમેડીમાં નામાંકન મળ્યું હતું. ત્યારબાદ આવી એક્શન થ્રિલર ઇરેઝર (1996) અને કોમિક બૂક પરથી આધારિત બેટમેન એન્ડ રોબિન (1997), જેમાં તેમણે મિ. ફ્રીઝનામના વિલનની ભૂમિકા ભજવી હતી. પીઠની ઇજામાંથી સ્વસ્થ થવા તેમણે સમય લીધો તે પહેલાની તેમની આ અંતિમ ફિલ્મ હતી. બેટમેન એન્ડ રોબિન ની નિષ્ફળતાને પગલે શ્વાર્ઝેનેગરની ફિલ્મી કારકિર્દી અને બોક્સ ઓફિસ પર તેમનું મહત્વ ઘટવા લાગ્યું હતું.

કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સની જાહેરાત શ્વાર્ઝેનેગર સાથે થઇ હતી, આ ફિલ્મોમાં પ્લેનેટ ઓફ એપ્સ ની રિમેક, આઇ એમ લિજેન્ડ ની નવી ફિલ્મ આવૃત્તિ અને વર્લ્ડ વોર-2 ફિલ્મ કે જેની પટકથા ક્વેન્ટીન ટારાન્ટિનોએ લખી હતી અને શ્વાર્ઝેનેગર તેમાં ચોથી વખત એક ઓસ્ટ્રિયનની ભૂમિકા ભજવવાના હતા (સ્ટે હંગ્રી , જુનિયર અને કિંડરગાર્ટેન કોપ બાદ) તેનો સમાવેશ થાય છે.

લાંબા સમય બાદ તે અલૌકિક રોમાંચક ફિલ્મ એન્ડ ઓફ ડે (1999)થી પડદા પર પાછા ફર્યા હતા, અને પાછળથી તેમણે એક્શન ફિલ્મો 'ધ સિક્સ્થ ડે (The 6th Day) (2000) અને કોલેટરલ ડેમેજ (2002)' કરી હતી, આ બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. 2003માં તેમણે ત્રીજી વખત જે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી હતી તે ફિલ્મ ટર્મિનેટર 3: રાઇઝ ઓફ મશીન્સTerminator 3: Rise of the Machines હતી, આ ફિલ્મે સ્થાનિક સ્તરે $150 મિલિયનની કમાણી કરી હતી.

શ્વાર્ઝેનેગરના સન્માનમાં વર્ષ 2002માં એક સ્થાનિક સાંસ્કૃતિક સંગઠન ફોરમ સ્ટેટપાર્કે, સેન્ટ્રલ ગ્રાઝ પાર્કમાં તેમની 25 મીટર (82 ફૂટ) ઊંચી ટર્મિનેટર પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્વાર્ઝેનેગરે એમ કહ્યું હોવાનું મનાય છે કે આ પ્રસ્તાવથી તે અહોભાવની લાગણી અનુભવે છે, પરંતુ તેનું માનવું છે કે આ પ્રતિમા પાછળ ખર્ચવામાં આવનાર નાણાં સામાજિક કાર્યો અને વિશેષ ઓલમ્પિક્સમાં ખર્ચવામાં આવે તે વધુ યોગ્ય છે.[૩૬]

કેલિફોર્નિયાના ગવર્નર બન્યા બાદ તેમણે ધ રોક સાથે ધ રનડાઉન (વેકલમ ટુ જંગલ ) કે જેમાં તે 3 સેકન્ડ માટે મહેમાન કલાકાર તરીકે દેખાય છે, અને 2004માં અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડે , જેમાં તે સૌપ્રથમ વખત પડદા પર એક્શન સ્ટાર જેકી ચાન સાથે દેખાય છે, તે ફિલ્મો કરી હતી. 2005માં ધ કિડ એન્ડ આઇ માં તે પોતાની જ ભૂમિકામાં જોવા મળે છે. શ્વાર્ઝેનેગરે લિબર્ટી’ઝ કિડ્સ ના એપિસોડ 24 (“વેલી ફોર્જ”)માં બેરોન વોન સ્ટેબેન માટે અવાજ આપ્યો હતો.

2012

ટર્મિનેટર સાલ્વેશન માં શ્વાર્ઝેનેગર મૂળ ટી-800 મોડેલ તરીકે રોનાલ્ડ કિકિંગર સાથે જોવા મળશે તેવી પણ અફવા હતી. શ્વાર્ઝેનેગરે પોતે ફિલ્મમાં શામેલ હોવાનો ઇનકાર કર્યો હતો,[૩૭] પરંતુ પાછળથી જાહેર થયું હતું કે તે થોડોક સમય ફિલ્મમાં દેખાશે છતાં તેમણે નવું શૂટિંગ કર્યું નહોતું, અને ટર્મિનેટરની પ્રથમ ફિલ્મના દ્રશ્યોમાંથી આ ફિલ્મમાં તેમના દ્રશ્યો મુકવામાં આવ્યા હતા.[૩૮][૩૯]

શ્વાર્ઝેનેગરે છેલ્લે સિલ્વેસ્ટર સ્ટેલોનની ધ એક્સપાન્ડેબલ્સ માં કામ કર્યું હતું, જેમાં તેમણે સ્ટેલોન અને બ્રુસ વિલિસ સાથે મહેમાન કલાકારની ભૂમિકા કરી હતી.

જાન્યુઆરી 2011માં, કેલિફોર્નિયામાં ગવર્નર બન્યા બાદ થોડાક અઠવાડિયામાં, શ્વાર્ઝેનેગરે જાહેરાત કરી હતી કે તેઓ ભવિષ્યની ફિલ્મો માટે કેટલીક નવી પટકથાઓ વાંચી રહ્યા હતા, જેમાં વાસ્તવિક ઘટના પર આધારિત એક્શન ડ્રામા વર્લ્ડ વોર-2 અને રેન્ડલ વોલેસ દ્વારા લિખિત વિથ વિંગ્સ એસ ઇગલ્સ નો સમાવેશ થાય છે. આ પટકથાઓ અંગે આર્નોલ્ડે કહ્યું હતું કે, “હાલમાં હું ત્રણ પટકથા વાંચી રહ્યો છું. એક વિષય/પટકથા એવી છે, જેમાં કામ કરવા અંગે ગવર્નર બન્યા પહેલાં મેં વિચાર કર્યો હતો, આ પટકથાથી હું ઘણો પ્રભાવિત થયો છું. આ પટકથામાં હું એક વૃદ્ધ [જર્મન] સૈનિકની ભૂમિકામાં ભજવીશ, જેને યુદ્ધના અંતમાં કેટલાક બાળકોની હત્યા કરવાનો આદેશ અપાયો હોય છે. પરંતુ તે તેમ કરતો નથી અને તેના જીવના જોખમે તેમને સલામત રાખે છે અને તેનામાં દરેક પ્રકારનું સાહસ છે. આ પટકથા એક વાસ્તવિક ઘટના પર આધારિત છે!”[૪૦][૪૧]

ફેબ્રુઆરી 11, 2011ના રોજ, શ્વાર્ઝેનેગરે ફિલ્મ કારકિર્દીમાં તેમના પુનરાગમનની જાહેરાત કરી હતી.[૪૨]

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]
વ્હાઈટ હાઉસમાં ઉપપ્રમુખ ડીક ચેને અને શ્વાર્જેનેગર વચ્ચે પ્રથમ મુલાકાત

પ્રારંભિક સમયની રાજનીતિ

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગર ઘણા વર્ષોથી રિપબ્લિકનના એક નોંધાયેલા સભ્ય છે. એક અભિનેતા તરીકે, તેના રાજકીય મંતવ્યો ખૂબ જ જાણીતા હતા, જે હોલિવૂડના અન્ય અગ્રણી કલાકારો કરતાં વિપરિત હતા, અન્ય કલાકારોને સામાન્ય રીતે ઉદારવાદી અને ડેમોક્રેટિક તરફી સમુદાયના માનવામાં આવે છે. 2004માં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં, શ્વાર્ઝેનેગરે એક વક્તવ્ય આપ્યું હતું અને તેઓ શા માટે રિપબ્લિકન હતા તેનો ખુલાસો કર્યો હતો:[૪૩]

I finally arrived here in 1968. What a special day it was. I remember I arrived here with empty pockets but full of dreams, full of determination, full of desire. The presidential campaign was in full swing. I remember watching the Nixon-Humphrey presidential race on TV. A friend of mine who spoke German and English translated for me. I heard Humphrey saying things that sounded like socialism, which I had just left. But then I heard Nixon speak. He was talking about free enterprise, getting the government off your back, lowering the taxes and strengthening the military. Listening to Nixon speak sounded more like a breath of fresh air. I said to my friend, I said, "What party is he?" My friend said, "He's a Republican." I said, "Then I am a Republican." And I have been a Republican ever since.

1985માં, શ્વાર્ઝેનેગર રેગન વહીવટીતંત્ર દ્વારા પ્રાયોજિત એન્ટી-ડ્રગ મ્યૂઝિક વીડિયો સ્ટોપ ધ મેડનેસ માં દેખાયા હતા. તેઓ સૌપ્રથમ વખત 1988માં પ્રમુખની ચૂંટણી દરમિયાન એક રિપબ્લિકન તરીકે જાહેરમાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તે પ્રચાર અભિયાનમાં ઉપપ્રમુખ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશની સાથે દેખાયા હતા.[૪૪]

શ્વાર્ઝેનેગરની સૌપ્રથમ રાજકીય નિમણૂંક પ્રમુખના શારીરિક સ્વાસ્થ્ય અને રમત-ગમત સમિતિના અધ્યક્ષ તરીકે હતી, જેમાં તેમણે 1990થી 1993 સુધી સેવા આપી હતી.[] જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, જે તેમને “કોનાન ધ રિપબ્લિકન” તરીકે ઓળખાવતા હતા. પાછળથી તેમણે ગવર્નર પીટ વિલ્સનના વડપણ હેઠળ શારીરિક સ્વાસ્થ્ય અને રમતો માટેની કેલિફોર્નિયાના ગવર્નરની સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમ છતાં, રાજકીય નિષ્ણાતોએ શ્વાર્ઝેનેગરને ઉદારવાદી તરીકે ઓળખાવ્યા હતા, કારણ કે તેઓ ચૂંટાયા ત્યારથી વધુ ડાબેરી વિચારધારા તરફ ઝૂક્યા હતા.[૪૫]

1993 અને 1994 વચ્ચે, શ્વાર્ઝેનેગર રેડ ક્રોસના એમ્બેસેડર (સેલિબ્રિટી દ્વારા મોટાભાગે ભજવવામાં આવતી ઔચારિક ભૂમિકા) હતા, તેમણે લોકોને રક્તદાન કરવા માટે ટેલિવિઝન/રેડિયો પર જાહેર સેવાની અપીલનું રેકોર્ડિંગ કર્યું હતું. લાલ રંગના સરવાળાની નિશાની વાળું સફેદ ટી-શર્ટ પહેરીને તેના બાવડા બતાવતી જાહેરખબરોમાં લોકોને બહુ ઓછો રસ જાગ્યો હતો; કેટલાક સેલિબ્રિટી સામયિકોમાં તેની આ તસવીર પ્રકાશિત થઇ હતી.

1999ના અંતમાં ટોક સામયિક સાથે એક મુલાકાતમાં, શ્વાર્ઝેનેગરને પુછવામાં આવ્યું કે શું તેઓ હોદ્દાની દોડમાં ઉતરવા અંગે કંઇ વિચારે છે. તેમનો જવાબ હતો, “મેં તેના વિશે અનેક વખત વિચાર્યું છે. તેની શક્યતાઓ પણ છે, કારણ કે હું તે કાર્ય કરી શકવાની લાગણી અનુભવું છું.”[૪૬] ધ હોલિવૂડ રિપોર્ટર ના દાવા બાદ ટૂંક સમયમાં શ્વાર્ઝેનેગરે એવી અટકળોનો અંત લાવી દેવાની માંગણી કરી હતી જેમાં કહેવાતુ હતું કે તેઓ કેલિફોર્નિયાના ગવર્નર પદની દોડમાં છે.[૪૬] તેમની પ્રારંભિક ટીપ્પણીઓને પગલે શ્વાર્ઝેનેગરે કહ્યું હતું કે, “હું શો બિઝનેસમાં છું – હું હજી મારી કારકિર્દીના મધ્યમાં છું. આવા સમયે હું તેનાથી દૂર શા માટે થઉં અને અન્ય કોઇ કાર્યમાં કૂદી પડું?”[૪૬]

કેલિફોર્નિયાના ગવર્નર

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરે ધ ટુનાઇટ શો વીથ જે લીનો ના ઓગસ્ટ 6, 2003ના એપિસોડ દરમિયાન 2003 કેલિફોર્નિયાના ગવર્નર માટે રિકોલ ઇલેક્શનમાં તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી.[૧૨] રિકોલ ઇલેક્શનમાં એક ઉમેદવાર તરીકે શ્વાર્ઝેનેગરનું નામ તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લોકપ્રિય હતું, પરંતુ તેમણે ક્યારેય જાહેર સેવાના ક્ષેત્રે કામ કર્યું નહોતું અને તેના રાજકીય મંતવ્યો મોટાભાગના કેલિફોર્નિયાવાસીઓ માટે અજાણ્યા હતા. તેમની ઉમેદવારી ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગઇ હતી, મીડિયાએ તેમને “ગવર્નેટર” (ધ ટર્મિનેટર ફિલ્મ પરથી, ઉપર જુઓ) અને “ધ રનિંગ મેન” (તેમની ફિલ્મો પૈકી એકનું નામ) જેવા નામથી નવાજ્યા હતા, અને રિકોલ ઇલેક્શનને “ટોટલ રિકોલ” (શ્વાર્ઝેનેગર અભિનિત વધુ એક ફિલ્મ) તરીકે ઓળખાવ્યા હતા. શ્વાર્ઝેનેગરે અન્ય ઉમેદવારો સાથે કેટલીક ચર્ચાઓમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો, અને માત્ર સપ્ટેમ્બર 24, 2003ના રોજ એક ચર્ચામાં જ ભાગ લીધો હતો.[૪૭]

કેલિફોર્નિયાના ગવર્નર પદ માટે સફળતાપૂર્વક ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ શ્વાર્ઝેનેગરને મળ્યા

ઓક્ટોબર 7, 2003ના રોજ રિકોલ ઇલેક્શનના પરિણામોમાં ગવર્નર ગ્રે ડેવિસને પદ પરથી બરતરફ કરવાની તરફેણમાં 55.4% હા મત આવતાં તેમને ગવર્નર પદેથી દૂર કરાયા હતા. શ્વાર્ઝેનેગર ડેવિડના ઉત્તરાધિકારી તરીકેની પસંદગી માટે 48.6% મત સાથે કેલિફોર્નિયાના ગવર્નર તરીકે બીજા પ્રશ્ન હેઠળ ચૂંટાયા હતા. શ્વાર્ઝેનેગરે ડેમોક્રેટ ક્રૂઝ બુસ્ટમન્ટે, સાથી રિપબ્લિકન ટોમ મેકક્લિન્ટોક, અને અન્યોને પરાજિત કર્યા હતા. તેના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી, બુસ્ટમન્ટેએ, 31% મત મેળવ્યા હતા. એકંદરે, શ્વાર્ઝેનેગર 1.3 મિલિયન વોટ સાથે ચૂંટણી જીતી ગયા હતા. કેલિફોર્નિયા બંધારણના નિયમો હેઠળ તેમણે કોઇ રનઓફ ઇલેક્શન લડવાની જરૂર પડી નહોતી. શ્વાર્ઝેનેગર 1862માં આઇરીશ મૂળના ગવર્નર જ્હોન જી. ડોવની બાદ કેલિફોર્નિયાના સૌપ્રથમ વિદેશી મૂળના ગવર્નર બન્યા હતા.

શ્વાર્ઝેનેગર ગવર્નર તરીકે ચૂંટાયા બાદ, વિલિયમ બ્રાઉને કહ્યું હતું કે ગવર્નરને બરતરફ કરવા તેઓ અભિયાન શરૂ કરશે. શ્વાર્ઝેનેગર તેમના બચાવમાં પૂરતી તૈયારીમાં હતા અને આ ગૂંચવાયેલી સ્થિતિને ઉકેલવામાં સફળતાપૂર્વક જનાદેશ મેળવી શક્યા હતા. સેટરડે નાઇટ લાઇવ (તેમની બોડિબિલ્ડિંગ કારકિર્દીની પેરોડી કરતી શ્રેણી)માંથી “હેન્સ એન્ડ ફ્રેન્ઝ” પાત્રોમાંથી માર્મિક ટીપ્પણી સર્જતાં શ્વાર્ઝેનેગરે રાજ્યના ડેમોક્રેટિક રાજકારણીઓને “ગર્લી મેન” ગણાવ્યા હતા.[૪૮]

ડિસેમ્બર 2008માં શ્વાર્ઝેનેગર

શ્વાર્ઝેનેગરે પ્રારંભિક સમયમાં વાહનોની નોંધણીની ફીમાં બિનલોકપ્રિય વૃદ્ધિ તેમજ ગેરકાયદે વસાહતીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપતાં અટકાવવા સહિતના મુદ્દાઓમાં વિજય મેળવ્યો હતો, પરંતુ પાછળથી રાજ્યના શક્તિશાળી સંગઠનોએ તેમની વિવિધ પહેલોનો વિરોધ કરવાનું શરૂ કરતાં તેણે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. નવેમ્બર 2005માં તેમણે બોલાવેલી વિશેષ ચૂંટણીમાં રાજકીય વાસ્તવિક્તાઓનો તેમને ખ્યાલ આવ્યો હતો, જેમાં તેઓ જે મુદ્દાઓની ભલામણ કરતા હતા તેનો ચાર મતથી પરાજય થયો હતો. શ્વાર્ઝેનેગરે પરાજય માટે વ્યક્તિગત જવાબદારી સ્વીકારી હતી અને કેલિફોર્નિયાના લોકો માટે સર્વસંમતિ માગવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે પાછળથી ટીપ્પણી કરી હતી કે “તમને હરાવવા માટે વિપક્ષે 160 મિલિયન ડોલર ઊભા કર્યા હોય તો કોઇપણ વ્યક્તિ જીતી શકે નહીં.”

શ્વાર્ઝેનેગર ત્યારબાદ સાથી રિપબ્લિકન વ્યૂહરચનાકારની વિરુદ્ધ ગયા હતા અને તેમના સ્ટાફના વડા તરીકે, ડેમોક્રેટ, સુસાન કેનેડીની નિમણૂંક કરી હતી.[૪૯] શ્વાર્ઝેનેગર ક્રમાનુસાર વધુ રાજકીય ઉદારમતવાદી સ્થિતિ તરફ વળ્યા હતા અને આગામી ગવર્નરની ચૂંટણી સુધીના ટૂંકાગાળામાં વિજયી વારસો ઊભો કરવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.

શ્વાર્ઝેનેગર નવેમ્બર 7, 2006ના રોજ યોજાયેલી, 2006ની ચૂંટણીમાં, કેલિફોર્નિયા રાજ્યના ખજાનચી, ડેમોક્રેટ ફિલ એન્જેલિડ્સ સામે ફરીથી ચૂંટાઇ આવ્યા હતા. રિપબ્લિકન પક્ષ માટે રાષ્ટ્રીય સ્તરે આ વર્ષ નબળુ રહેવા છતાં, શ્વાર્ઝેનેગર એન્જેલિડ્સના 38.9% મતની સરખામણીમાં 56.0% મત સાથે ફરીથી ચૂંટાઇ આવ્યા હતા. તેમણે એક મિલિયનથી વધુ મતોના તફાવતથી વિજય મેળવ્યો હતો.[૫૦] તાજેતરના વર્ષોમાં, અનેક ટીકાકારોએ શ્વાર્ઝેનેગરને જમણેરી વિચારધારાથી દૂર થતાં અને રાજકીય વિચારધારાના કેન્દ્ર તરફ જતા નિહાળ્યા છે. 2006માં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર બ્રેકફાસ્ટમાં, શ્વાર્ઝેનેગર દ્વારા આપવામાં આવેલ વક્તવ્ય સાંભળ્યા બાદ સાન ફ્રાન્સિસ્કોના મેયર ગેવિન ન્યુસોમે કહ્યું હતું કે, “તેઓ ડેમોક્રેટ બની રહ્યા છે. [... તે]ણે પીછેહઠ કરી છે, તે કેન્દ્રમાં પણ નથી. હું તેમને કેન્દ્રથી ડાબેરી વિચારધારા તરફી કહીશ”.

એવી અફવા હતી કે શ્વાર્ઝેનેગર 2010માં યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ માટેની દોડમાં છે, આ અફવાનું કારણ એ હતું કે તે સમયે તેમની ગવર્નરશીપ મર્યાદિત હતી. જોકે, આ અફવા ખોટી સાબિત થઇ હતી.[૫૧][૫૨]

ઓક્ટોબર 2007માં કેલિફોર્નિયામાં જંગલની આગ અને ફાયરફાઈટર અંગે પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ ટીપ્પણી કરી રહ્યા છે, તેમની સાથે શ્વાર્ઝેનેગર અને તેમની પાછળ સેનેટર ડીઆન ફિનસ્ટિન
ચૈકામાં ડ્મીટ્રી મેદવેદેવ સાથે

વેન્ડી લેઇગે શ્વાર્ઝેનેગરની બિનસત્તાવાર આત્મકથા લખી છે, તેનો દાવો છે કે તેણે પ્રારંભિક સમયમાં ફિલ્મોના કારોબાર અને બોડિબિલ્ડિંગનો ઉપયોગ કરીને તેની રાજકીય કારકિર્દીની યોજના ઘડી હતી.[] લેઇગ શ્વાર્ઝેનેગરને સત્તાનું વળગણ હોવાનો દાવો કરી તેમના અંગે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, “મારે એવા બહુ ઓછા લોકોનો ભાગ બનવું છે જેઓ નેતા છે, તેમના ટેકેદારોની વિશાળ આમ જનતા નથી બનવું. મારી આ માન્યતા પાછળનું કારણ એ છે કે મેં નેતાઓને તેમની 100% ક્ષમતાનો ઉપયોગ કરતા જોયા છે – બીજાના નિયંત્રણ હેઠળ આવી જતા લોકોને જોઈને હું હંમેશા દંગ રહી જઉ છું.”[] શ્વાર્ઝેનેગરે કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશવાનો તેમનો કોઇ આશય નહોતો, પરંતુ તેમણે જણાવ્યું હતું કે, “મેં એક રાજકીય પરિવારમાં લગ્ન કર્યા છે. તમે તેમને મળો એટલે તમને નીતિઓ અંગે સાંભળવા મળશે, લોકોને મદદ કરવા પહોંચવા અંગે સાંભળવા મળશે. એક જાહેર સેવક બનવાનો મને વિચાર આવ્યો અને એયુનિસ તેમજ સાર્જન્ટ શ્રીવર મારા નાયક બની ગયા."[૨૩] એયુનિસ કેનેડી શ્રીવર જ્હોન એફ. કેનેડીની બહેન હતી, અને શ્વાર્ઝેનેગરના સાસુ હતા; સાર્જન્ટ શ્રીવર એયુનિસના પતિ અને શ્વાર્ઝેનેગરના સસરા હતા. તે જન્મથી યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક ન હોવાથી પ્રમુખપદની ચૂંટણી લડી શકે તેમ નથી. ધ સિમ્પસન્સ મુવી (2007)માં તેઓ પ્રમુખ અને સિલ્વેસ્ટર સ્ટેલોન મુવીમાં ડીમોલીશન મેન (1993 રાજકીય કારકિર્દીમાં તેની સૌપ્રથમ ચૂંટણીના 10 વર્ષ પહેલાં), તરીકેનું પાત્ર ભજવે છે, એવી વાત બહાર આવી હતી કે બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો હતો, જે શ્વાર્ઝેનેગરને પ્રમુખપદ માટે ચૂંટણી લડવા સક્ષમ બનાવે છે.

શ્વાર્ઝેનેગર ઓસ્ટ્રિયા/અમેરિકાનું બેવડુ નાગરિકત્વ ધરાવે છે.[૫૩] તેઓ જન્મના આધારે ઓસ્ટ્રિયન નાગરિકત્વ ધરાવે છે અને 1983થી યુ.એસ. (U.S.) નાગરિકત્વ ધરાવે છે. એક ઓસ્ટ્રિયન અને યુરોપીયન તરીકે, તેમણે 2006ના કેલિફોર્નિયા ગ્લોબલ વોર્મિંગ સોલ્યુશન્સ એક્ટ સાથે આબોહવા પરિવર્તન સામે પગલાં ભરવા બદલ 2007 યુરોપીયન વોઇસ કેમ્પેનર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો હતો અને અમેરિકાના અન્ય રાજ્યો તેમજ સંભવતઃ ઇયુ (EU) સાથે ઉત્સર્જન વ્યાપાર યોજના રજૂ કરવાનું આયોજન કર્યું હતું.[૫૪] આજે પણ, શ્વાર્ઝેનેગર તેમના અમેરિકન નાગરિકત્વ સાથે ઓળખાય છે, અને તેમણે તેના વિદેશી મૂળથી પણ આગળ કેલિફોર્નિયા રાજ્ય માટે અથાગ સ્નેહાકર્ષણ દર્શાવ્યું છે.

તેમની અભિનેતા તરીકેની કારકિર્દીમાંથી તેમની વ્યક્તિગત સંપત્તિને કારણે શ્વાર્ઝેનેગરે વાર્ષિક $175,000નો તેમનો ગવર્નર તરીકેનો પગાર સ્વીકાર્યો નહોતો.[૫૫] તેમણે નોંધ્યું હતું કે તેઓ જ્યારે એક ગવર્નર તરીકે પોતાની ઓફિસ છોડશે ત્યારે સંભવિત ફિલ્મોના સોદામાંથી તેમને $200 મિલિયન જેટલું નુકસાન થશે, પરંતુ “તેના કરતાં આ બાબત વધુ મૂલ્યવાન છે.”[૫૬]

2008 યુ.એસ. (U.S.) પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકનની પ્રાથમિક ચૂંટણીમાં શ્વાર્ઝેનેગરની મંજૂરીની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી; પ્રમુખપદ માટેના ઉમેદવારો રુડી ગૌલિઆનિ અને સેનેટર જ્હોન મેકકેઈન સાથે સારી મિત્રતા છતાં શ્વાર્ઝેનેગર 2007 અને 2008ના પ્રારંભ સુધી તટસ્થ રહ્યા હતા. ગૌલિઆનિને જાન્યુઆરી 30, 2008ના રોજ પ્રમુખપદની સ્પર્ધામાંથી પડતા મુકાયા હતા, કારણ કે ફ્લોરિડામાં તેમનો દેખાવ નબળો હતો, અને મેકકેઇનને મંજૂરી મળી. પાછળથી રાત્રે, શ્વાર્ઝેનેગર કેલિફોર્નિયામાં રોનાલ્ડ રેગન પ્રેસિડેન્સિયલ લાઇબ્રેરીમાં રિપબ્લિકન ચર્ચામાં પ્રેક્ષકોમાં બેઠા હતા. પછીના દિવસે તેમણે મેકકેઇનને મંજૂરી આપી, મજાક કરી હતી કે, “રુડી નથી ચૂંટાયા તે તેમની ભૂલ છે!” (પ્રમુખપદની ચૂંટણીના બંને ઉમેદવારો તેના મિત્રો હતા અને તે બંનેમાંથી કોઇ એકની પસંદગી નહોતા કરી શકતા તે સંદર્ભમાં).[૫૭] શ્વાર્ઝેનેગરની મંજૂરીએ સેનેટર મેકકેઇનના અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું; બંનેએ પર્યાવરણ અને અર્થતંત્ર માટે તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી.

પ્રગતિકારક નીતિઓ પર ધ્યાન રાખતા સંગઠન સિટિઝન્સ ફોર રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ ઇન વોશિંગ્ટને તેના એપ્રિલ 2010ના અહેવાલમાં, ગવર્નર તરીકે શ્વાર્ઝેનેગરની મુદત દરમિયાન નૈતિક મૂલ્યોના વિવિધ મુદ્દાઓને કારણે શ્વાર્ઝેનેગરને અમેરિકાના “સૌથી ખરાબ 11 ગવર્નર” પૈકી એક ગણાવ્યા હતા.[૫૮][૫૯][૬૦][૬૧]

થ્રી સ્ટ્રાઇક્સ કાયદામાં સુધારો

[ફેરફાર કરો]

ગવર્નર શ્વાર્ઝેનેગરે નવેમ્બર 2004માં કેલિફોર્નિયાના થ્રી સ્ટ્રાઇક્સ કાયદામાં સૂચિત સુધારો પ્રપોઝિશન 66ના વિરોધમાં મહત્તવની ભૂમિકા ભજવી હતી. આ સુધારાથી 25 વર્ષથી આજીવન કેદની સજા આપવા માટે ત્રીજો હિંસક કે ગંભીર મહાઅપરાધ સાબિત થવો જરૂરી બની જતો હતો. મતદાન પહેલાના છેલ્લા અઠવાડિયામાં શ્વાર્ઝેનેગરે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું[૬૨] જે પ્રપોઝિશન 66 સામે હતું.[૬૩] તેમણે કહ્યું હતું કે, “આ સુધારાથી 26,000 જેટલા ભયંકર ગૂનેગારો અને બળાત્કારીઓ છૂટી જઇ શકે છે”.

મતાધિકાર ઇતિહાસ

[ફેરફાર કરો]
California Gubernatorial Recall Election 2003
પક્ષ ઉમેદવાર મતો % ±
style="background-color: ઢાંચો:Republican Party (US)/meta/color; width: 5px;" | [[Republican Party (US)|ઢાંચો:Republican Party (US)/meta/shortname]] Arnold Schwarzenegger 4,206,284 48.6
style="background-color: ઢાંચો:Democratic Party (US)/meta/color; width: 5px;" | [[Democratic Party (US)|ઢાંચો:Democratic Party (US)/meta/shortname]] Cruz Bustamante 2,724,874 31.5
style="background-color: ઢાંચો:Republican Party (US)/meta/color; width: 5px;" | [[Republican Party (US)|ઢાંચો:Republican Party (US)/meta/shortname]] Tom McClintock 1,161,287 13.5
style="background-color: ઢાંચો:Green Party (US)/meta/color; width: 5px;" | [[Green Party (US)|ઢાંચો:Green Party (US)/meta/shortname]] Peter Miguel Camejo 242,247 2.8
California Gubernatorial Election 2006
પક્ષ ઉમેદવાર મતો % ±
style="background-color: ઢાંચો:Republican Party (United States)/meta/color; width: 5px;" | [[Republican Party (United States)|ઢાંચો:Republican Party (United States)/meta/shortname]] Arnold Schwarzenegger 4,850,157 55.9 +7.3
style="background-color: ઢાંચો:Democratic Party (United States)/meta/color; width: 5px;" | [[Democratic Party (United States)|ઢાંચો:Democratic Party (United States)/meta/shortname]] Phil Angelides 3,376,732 39.0
style="background-color: ઢાંચો:Green Party (United States)/meta/color; width: 5px;" | [[Green Party (United States)|ઢાંચો:Green Party (United States)/meta/shortname]] Peter Miguel Camejo 205,995 2.3 -0.5

પર્યાવરણ ક્ષેત્રે કામગીરી

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 27, 2006ના રોજ શ્વાર્ઝેનેગરે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પર રાષ્ટ્રની સૌપ્રથમ મર્યાદા સર્જતા ખરડા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાએ રીફાઇનરીઓ અને ઉત્પાદન એકમોને વાતાવરણમાં કેટલી માત્રામાં ઉત્સર્જન કરવાની મંજૂરી આપવી તેના નવા નિયમનો ઘડ્યા હતા. શ્વાર્ઝેનેગરે બીજા ગ્લોબલ વોર્મિંગ બિલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા જેનાથી કેલિફોર્નિયામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માપદંડોને ન અનુસરતા હોય તેવા પૂરવઠાકારોને મોટા એકમો અને કંપનીઓ સાથે લાંબાગાળાના કરારો કરતા અટકાવી શકાતા હતા. કેલિફોર્નિયાનું પ્રદૂષણ 2020 સુધીમાં 1990ના દાયકાના સ્તર કરતાં 25 ટકા ઘટાડવાની યોજનાના ભાગરૂપે આ બંને ખરડા રજૂ કરવામાં આવ્યા છે. 2005માં, 2050 સુધીમાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર 1990ના દાયકા કરતાં 80 ટકા ઘટાડવા શ્વાર્ઝેનેગરે વહીવટી આદેશ આપ્યો હતો.[૬૪]

શ્વાર્ઝેનેગરે પૂર્વોત્તર પ્રાંતીય ગ્રીનહાઉસ ગેસ પહેલ સાથે કામ કરવા કેલિફોર્નિયાને મંજૂરી આપવા ઓક્ટોબર 17, 2006ના રોજ વધુ એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે રાજ્યમાં કાર્યરત પ્રત્યેક પાવર પ્લાન્ટની કાર્બન ક્રેડિટની માત્રાને મર્યાદિત બનાવીને કાર્બન ડાયોક્સાઇડનું પ્રદૂષણ ઘટાડવાની યોજના ઘડી હતી. આ યોજના હેઠળ કોઇપણ પાવર પ્લાન્ટે કાર્બન ક્રેડિટ્સની માત્રા કરતાં વધુ પ્રદૂષણ છોડવા માટે તફાવત ભરીને વધુ ક્રેડિટ ખરીદવી પડશે. આ યોજનાનો અમલ 2009માં થવાનો છે.[૬૫] ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે તેના રાજકીય સામર્થ્યનો ઉપયોગ કરવા ઉપરાંત ગવર્નરે તેમના ઘરે વ્યક્તિગત કાર્બન પ્રદૂષણ ઘટાડવા પગલાં લીધા હતા. શ્વાર્ઝેનેગરે તેમની હમરમાંની એકમાં ઈંધણ માટે હાઇડ્રોજન અને અન્ય માટે જૈવિક ઇંધણનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમણે પોતાના ઘરમાં ગરમી માટે સૌર પેનલ્સ લગાવડાવી હતી.[૬૬]

યુ.એસ. (U.S.) મોટર ઉદ્યોગને દિશા આપવામાં તેમના યોગદાનને આદર આપતાં શ્વાર્ઝેનેગરને એપ્રિલ 20, 2009ના રોજ ડેટ્રોઇટમાં 2009 એસએઇ (SAE) વર્લ્ડ કોંગ્રેસ ખુલ્લી મુકવા માટે આમંત્રણ અપાયું હતું.[૬૭]

ધંધાકીય કારકિર્દી

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરની ધંધાકીય કારકિર્દી પણ ઘણી સફળ રહી છે. [][૨૩] યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થાયી થવાનો નિર્ણય લીધા બાદ શ્વાર્ઝેનેગર "વિપુલ ધ્યેયો સિદ્ધ કરનાર" બન્યા હતા અને તે વર્ષના પ્રારંભમાં અનુક્રમણિકા પત્રો પર તેના ધ્યેયો લખી કાઢતા હતા, જેમ કે ટપાલથી માલ મોકલવાનો ધંધો કે નવી કાર ખરીદવી વગેરે પછી તેને સફળતાપૂર્વક સર પણ કરતા હતા.[૧૭] 30 વર્ષની વય સુધીમાં શ્વાર્ઝેનેગર તેમની હોલિવુડ કારકિર્દી પૂર્વે જ મિલિયનર બની ગયા હતા. તેણે શ્રેણીબદ્ધ ધંધાકીય સાહસો અને રોકાણો દ્વારા નાણાકીય સ્વતંત્રતા મેળવી હતી. 1968માં, શ્વાર્ઝેનેગર અને તેની સાથેના બોડિબિલ્ડર ફ્રાન્કો કોલુમ્બુએ ઈંટો બનાવવાના ધંધાનો પ્રારંભ કર્યો હતો. બંનેની માર્કેટિંગ નિપુણતાના લીધે તેમનો કારોબાર ઘણો સારો ચાલ્યો અને 1971માં સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભૂકંપ પછી તેની માંગમાં વધારો થયો હતો.[૬૮][૬૯] શ્વાર્ઝેનેગર અને કોલુમ્બુએ તેમના ઈંટોના ધંધાના નફાનો ઉપયોગ ટપાલથી માલ મોકલવાનો ધંધો શરૂ કરવા, બોડિબિલ્ડિંગ અને ફિટનેસ લક્ષી સાધનો અને સૂચના આપતી ટેપો વેચવા કર્યો હતો.[][૬૮] શ્વાર્ઝેનેગરે ટપાલથી માલ મોકલવાના ધંધા અને તેની બોડિબિલ્ડિંગ સ્પર્ધાઓ જીતવાથી મળેલા નફાનો ઉપયોગ તેના સૌપ્રથમ રિયલ એસ્ટેટ સાહસમાં કર્યોઃ તેમણે $10,000માં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ખરીદ્યું. તેમણે ઘણી બધી રિયલ એસ્ટેટ હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કર્યું.[૭૦][૭૧] શ્વાર્ઝેનેગર અને તેની પત્નીએ 1992માં સાન્ટા મોનિકામાં સ્કાટ્ઝી ઓન મેઇન નામની રેસ્ટોરન્ટનો પ્રારંભ કર્યો. સ્કાટ્ઝી નો શાબ્દિક અર્થ થાય "નાનો ખજાનો", સંવાદમાં "મધ" માટે ઉપયોગમાં લેવાય છે અથવા જર્મનમાં તેનો અર્થ "ડાર્લિંગ" થાય છે. તેમણે 1998માં રેસ્ટોરન્ટ વેચી નાખી.[૭૨] તેમણે ઓહિયોમાં કોલમ્બસ શોપિંગ મોલમાં રોકાણ કર્યું હતું. વર્ષો સુધી તેમને કારોબાર કરવામાં મદદ કરનારાઓ અંગે તેઓ વાત કરે છેઃ "હું કેટલાક મિત્રોના મહત્વના માર્ગદર્શન વગર ક્યારેય કારોબાર શીખી શક્યો ન હોત, તેમાં અગાઉના મિલ્ટન ફ્રીડમેનથી ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલમાં લેસ વેક્સનર અને વોરન બફેટનો સમાવેશ થાય છે. હું પ્લેનેટ હોલિવુડ પાસેથી પણ એક કે બે બાબત શીખ્યો છું, તેમાની એક તો ક્યારે નીકળી જવું તે! અને મે તેમ કર્યું!"[૧૪] તેઓ રોકાણકાર કંપની ડાઈમેન્શનલ ફંડ એડવાઈઝર્સમાં મહત્વપૂર્ણ માલિકી ધરાવે છે.[૭૩]

પ્લેનેટ હોલિવૂડ

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગર બ્રુસ વિલિસ, સિલ્વેસ્ટર સ્ટેલોન અને ડેમી મૂર્રેની સાથે પ્લેનેટ હોલિવૂડ ચેઇન (હાર્ડ રોક કાફેના મોડેલ મુજબ) નામની આંતરરાષ્ટ્રીય થીમ ધરાવતી રેસ્ટોરન્ટના સ્થાપક સેલિબ્રિટી રોકાણકાર હતા. શ્વાર્ઝેનેગર 2000ના પ્રારંભમાં જ આ ધંધાકીય સાહસથી નાણાકીય રીતે અલગ થઈ ગયા હતા.[૭૪] શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે કંપનીને તેમની અપેક્ષા મુજબની સફળતા મળી ન હતી, તેનો દાવો હતો કે તેઓ "નવા યુએસ (US) વૈશ્વિક કારોબાર" અને તેની ફિલ્મ કારકિર્દી પર ધ્યાન આપવા માંગે છે.[૭૪]

ચોખ્ખી સંપત્તિ

[ફેરફાર કરો]

અત્યંત રૂઢિચુસ્ત અંદાજ મૂકવામાં આવે તો પણ શ્વાર્ઝેનેગરની સંપત્તિ અંદાજે $100થી $200 મિલિયન છે.[૭૫] વર્ષો વીતવાની સાથે તેણે બોડિબિલ્ડિંગ અને ફિલ્મોની આવક શેર, બોન્ડ્સ, ખાનગી માલિકીની કંપનીઓ અને સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સમાં રોકી હતી, તેમાં પણ ખાસ કરીને યુએસએ (USA) અને યુરોપની આર્થિક મંદીના લીધે રિયલ એસ્ટેટનું મૂલ્ય ઘટી રહ્યું છે તે સંદર્ભમાં તેની સંપત્તિનો વધારે ચોકસાઈભર્યો આંક કાઢવો મુશ્કેલ છે. 1997માં જૂનમાં શ્વાર્ઝેનેગરે ખાનગી ગલ્ફસ્ટ્રીમ જેટની ખરીદી કરવા માટે પોતાના નાણાંમાંથી $38 મિલિયન ખર્ચ્યા હતા.[૭૬] શ્વાર્ઝેનેગરે એક વખત તેના નસીબ અંગે જણાવ્યું હતું કે, "નાણાં તમને ખુશ કરી શકતા નથી. મારી પાસે હાલમાં $50 મિલિયન છે, પરંતુ મારી પાસે $48 મિલિયન હતા ત્યારે જેટલો ખુશ હતો તેટલો જ ખુશ છું."[] તેમણે આ ઉપરાંત જણાવ્યું છે કે "મેં ધંધાદારી તરીકે સમય જતા ઘણા મિલિયન નાણાં બનાવ્યા છે."[૧૪]

જાતીય સતામણી અને વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ

[ફેરફાર કરો]
શ્વાર્ઝેનેગરની વિરુદ્ધમાં કોડ પિન્કનો વિરોધ

ગવર્નર તરીકેના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં શ્વાર્ઝેનેગર સામે જાતીય સતામણી અને વ્યક્તિગત ગેરવર્તણૂકના આક્ષેપો થયા હતા, જે એક "ગપગોળો" હતો.[૭૭] ચૂંટણીના પાંચ દિવસ પૂર્વે લોસ એન્જલ્સ ટાઇમ્સ માં પ્રકાશિત થયેલા અખબારી અહેવાલ મુજબ તેણે કેટલીક મહિલાઓ સાથે વ્યક્તિગત ધોરણે જાતીય ગેરવર્તણૂક કરી હતી, તેમાની છ તો પોતાની વ્યક્તિગત આપવીતી લઈને આગળ આવી હતી.[૭૮]

ત્રણ મહિલાઓએ દાવો કર્યો હતો કે આર્નોલ્ડે તેમની છાતી પકડી લીધી હતી તો ચોથીએ જણાવ્યું હતું કે તેણે તેનો હાથ તેણીના સ્કર્ટની અંદર સરકાવી દીધો હતો. પાંચમી મહિલાએ દાવો કર્યો હતો કે શ્વાર્ઝેનેગરે હોટેલ એલિવેટરમાં તેનો બાથિંગ સૂટ કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને છેલ્લીએ કહ્યું છે કે આર્નોલ્ડે તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ખાસ પ્રકારનું જાતીય કૃત્ય કરવા કહ્યું હતું.[૭૭]

શ્વાર્ઝેનેગરે સ્વીકાર્યું હતું કે તેમણે "ઘણી વખત ખરાબ વર્તણૂક" કરી છે અને તેઓ આ અંગે માફી માંગે છે, પરંતુ તેણે એમ પણ ઉમેર્યું હતું કે અખબારોમાં પ્રકાશિત થયેલી વાતમાં "ઘણી બધી બાબત સાચી" નથી. આ બાબત વયસ્કોના સામયિક ઔઇને 1977માં મુલાકાત આપી પછી બહાર આવી હતી, આ મુલાકાતમાં શ્વાર્ઝેનેગરે જાતીય અવયવો અંગે અને ગાંજા જેવા કેફી પદાર્થોના ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી હતી.[૭૯] શ્વાર્ઝેનેગરને 1975માં દસ્તાવેજી ફિલ્મ પંમ્પિંગ આયર્ન માં મિ. ઓલમ્પિયાનું બિરુદ જીત્યા બાદ ગાંજાનું ધૂમ્રપાન કરતો બતાવાયો હતો. જીક્યુ (GQ) સામયિકને ઓક્ટોબર 2007માં આપેલી મુલાકાતમાં શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે, " ગાંજો એ કોઈ ડ્રગ નથી. તે એક પાંદડુ છે. વાસ્તવમાં મારું ડ્રગ તો પંમ્પિંગ આયર્ન હતું, વિશ્વાસ કરો."[૮૦] તેના પ્રવક્તાએ પછી જણાવ્યું હતું કે આ ટિપ્પણી એક મજાક હતી.[૮૦]

બ્રિટિશ ટેલિવિઝનની જાણીતી વ્યક્તિ એન્ના રિચર્ડસને ઓગસ્ટ 2006માં શ્વાર્ઝેનેગર, તેની ટોચની સહાયક સીન વોલ્શ અને તેના માટે પત્રકારત્વનું કામ કરતી શેરીલ મેઇન સામે કરેલા બદનક્ષીના કેસની પતાવટ કરી હતી.[૮૧] એક સંયુક્ત નિવેદનનાં પ્રમાણેઃ "પક્ષકારો તેમની વચ્ચેનો વિવાદ પાછળ મૂકી દે છે અને તેઓ કાયદાકીય વિવાદની પતાવટથી ખુશ છે."[૮૧] રિચર્ડસનનો દાવો હતો કે તેઓએ તેના આક્ષેપો નકારી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. શ્વાર્ઝેનેગર લંડનમાં ધ સિક્સ્થ ડે (The 6th Day) ના પત્રકાર કાર્યક્રમ દરમિયાન તેની છાતીને અડક્યો હતો.[૮૨] તેણીએ દાવો કર્યો હતો કે વોલ્શ અને મેઈને લોસ એન્જલ્સ ટાઈમ્સ ના લેખમાં તેની બદનામી કરતા એવો તર્ક રજૂ કર્યો હતો કે તેણીના કારણે તેની વર્તણૂકને પ્રોત્સાહન મળી રહ્યું છે.[૮૧]

અંગત જીવન

[ફેરફાર કરો]
2007માં ચીનના શાંઘાઈ ખાતે વિશેષ ઓલમ્પિક્સમાં શ્વાર્ઝેનેગર તેમની પત્ની મારિયા શ્રીવર સાથે

આર્નોલ્ડે 26 એપ્રિલ 1986ના રોજ રાષ્ટ્રપતિ જ્હોન એફ, કેનેડીની ભત્રીજી મારિયા શ્રીવર સાથે મેસેચ્યુસેટ્સમાં હયાનિસ ખાતે લગ્ન કર્યા હતા. સેન્ટ ઝેવિયર કેથલિક ચર્ચમાં રેવરન્ડ જોન પાદરી રિયોર્ડને આ લગ્નવિધિ કરાવી હતી.[૮૩] તેમને ચાર બાળકો છેઃ કેથરિન એયુનિસ શ્રીવર શ્વાર્ઝેનેગર[૮૪] (જન્મ 13 ડિસેમ્બર 1989, લોસ એન્જલ્સ); ક્રિસ્ટીના મારિયા ઓરેલિયા શ્વાર્ઝેનેગર (જન્મ 23 જુલાઈ 1991, લોસ એન્જલ્સ);[૮૫] પેટ્રિક આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર(18 સપ્ટેમ્બર, 1993, લોસ એન્જલ્સ);[૮૬] અને ક્રિસ્ટોફર સાર્જન્ટ શ્રીવર શ્વાર્ઝેનેગર (જન્મ 27 સપ્ટેમ્બર 1993, લોસ એન્જલ્સ).[૮૭]

શ્વાર્ઝેનેગર અને તેનું કુટુંબ હાલમાં11,000-square-foot (1,000 m2) બ્રેન્ટવૂડ ખાતેના ઘરમાં રહે છે.[૮૮][૮૯] આ ઉપરાંત તેઓ પેસિફિક પેલિસેડ્સ ખાતેના પોતાના મકાનનો પણ ઉપયોગ કરે છે.[૯૦] આમ આ કુટુંબ સન વેલી, ઇદાહો અને મેસેચ્યુસેટ્સમાં હયાનિસ બંદર ખાતે સ્વમાલિકીના વેકેશન મકાનો ધરાવે છે.[૯૧]

રવિવારે કુટુંબ સેન્ટ મોનિકા કેથલિક ચર્ચમાં ઉપાસનામાં હાજરી આપે છે.[૯૨]

શ્વાર્ઝેનેગરે જણાવ્યું છે કે તેઓ માને છે કે સારા લગ્નનો આધાર પ્રેમ અને સન્માન છે.[] "જો તમે તમારી પત્નીને દિલોજાનથી ચાહતો હોવ તો તે પણ તે જ રીતે ચાહતી હોય છે, હું માનું છું કે આ જ સૌથી મોટી શરૂઆત છે... જો કે આ જ બાબત ક્યારેક ક્યારેક મુશ્કેલ નહીં હોય છે તે કહેવાની જરૂર નથી. દાંપત્યજીવનમાં ઉતારચઢાવ આવતા હોય છે, પરંતુ તમારે તેના પર કામ કરવાનું હોય છે." [] આર્નોલ્ડે 2000માં તેના પિતૃત્વ અંગે વાત કરતાં કહ્યું હતું: “તમારા જીવનની શ્રેષ્ઠ બાબતોમાં એક એ છે કે તમે તમારા બાળકો સાથે રમો. તે સમયે હું એકદમ મૂર્ખની જેમ જ વર્તું છું. ઘણી વખત તો હું તેમની સાથે સંખ્યાબંધ રમતો રમું છું. હું તેમની સાથે ગેમ્સ રમું છું. આ પ્રવૃત્તિઓ ઉપરાંત. ક્યારેક અમે નાના નાટકો પણ કરીએ છીએ.” []

તેની સત્તાવાર ઊંચાઈ 6'2" અંગે ઘણા લેખમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા છે. 1960ના દાયકામાં તેના બોડિબિલ્ડિંગના દિવસોમાં તેની ઊંચાઈ 6'1.5", હતી, તેના અનુગામી બોડિબિલ્ડરોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.[૯૩][૯૪] જોકે, 1988માં ડેઇલી મેઇલ અને ટાઇમ આઉટ સામયિકે શ્વાર્ઝેનેગર નોંધનીય રીતે ટૂંકા દેખાતા હોવાનું નોંધ્યું હતું.[૯૫] થોડા સમય પહેલાં જ, ગવર્નર તરીકે ઝુકાવતા પહેલા શ્વાર્ઝેનેગરની ઊંચાઈ અંગે ફરીથી શિકાગો રીડર ના લેખમાં સવાલ કરવામાં આવ્યો હતો.[૯૬] ગવર્નર બન્યા પછી શ્વાર્ઝેનેગરે વિધાનસભાના સભ્ય હર્બ વેસન સાથે તેની ઊંચાઈ અંગેની હળવાશભરી શાબ્દિક આપ-લે કરી હતી. એક તબક્કે તો વેસને નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો અને તેના જ શબ્દોમાં જોઈએ તો, "આ મુદ્દાનો કાયમી ધોરણે ઉકેલ લાવી દો અને શોધી કાઢો કે તેની ખરેખર ઊંચાઈ કેટલી છે" અને દરજીની ટેપનો ઉપયોગ કરીને ગવર્નરની ઊંચાઈ માપો અને આ મુદ્દાનો હલ આવી જાય.[૯૭] શ્વાર્ઝેનેગરે તેના પ્રત્યાઘાતરૂપે તેમના પર ઓશીકું ફેક્યું હતું, જેના પર લખ્યું હતું કે "લિફ્ટની જરૂર છે?" તેમની કચેરીમાં વાટાઘાટાના સત્ર પૂર્વે પાંચ ફૂટ પાંચ ઇંચ (165 સે.મી.)અંગે વેસન્સની ખુરશી પર તેમણે ઓશીકું ફેંક્યું હતું.[૯૮] બોબ મુલ્હોલેન્ડે દાવો કર્યો હતો કે આર્નોલ્ડની ઊંચાઈ 5'10" હતી, તે તેના પગમાં રાઇઝર્સ પહેરે છે.[૯૯] શ્વાર્ઝેનેગરની ઊંચાઈ અંગેની ચર્ચા ફક્ત આટલે સુધી જ સિમિત ન રહેતા વેબસાઇટ સુધી પહોંચી ગઈ છે,[૧૦૦] CelebHeights.com વેબસાઇટ પર તેમનું પૃષ્ઠ સૌથી વધુ સક્રિય પૈકી એક પૃષ્ઠ છે, આ વેબસાઇટ પર સેલિબ્રિટીઓની ઊંચાઈ અંગે ચર્ચા કરવામાં આવે છે.[૯૩]

ઓસ્ટ્રિયાની ગ્રીન પાર્ટીના પીટર પિલ્ઝે 2005માં માંગ કરી હતી કે સંસદે શ્વાર્ઝેનેગરનું ઓસ્ટ્રિયન નાગરિકત્વ રદ કરવું જોઈએ. આ માંગનો આધાર ઓસ્ટ્રિયન નાગરિકત્વના કાયદાની 33મી જોગવાઈ છે જે જણાવે છેઃ કોઈ નાગરિક વિદેશમાં જાહેર સેવામાં હોય અને તેણે ઓસ્ટ્રિયન ગણરાજ્યના હિતોને નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હોય તો તેનું નાગરિકત્વ રદ કરવું જોઈએ. [૫૩] પિલ્ઝનો દાવો હતો કે શ્વાર્ઝેનેગરે મૃત્યુદંડની સજાને ટેકો આપ્યો છે (જે ઓસ્ટ્રિયામાં ધ યુરોપીયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના પ્રોટોકોલ 13 હેઠળ પ્રતિબંધિત છે) તેના લીધે ઓસ્ટ્રિયાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. શ્વાર્ઝેનેગરે સમજાવ્યું હતું કે કેલિફોર્નિયાના ગવર્નર તરીકેની ફરજના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે, જે ન્યાયિક કાર્યપદ્ધતિમાં ભૂલ અટકાવવા પ્રતિબદ્ધ છે.

શ્વાર્ઝેનેગરના માનમાં તેમના મૂળ શહેર ગ્રાઝમાં ફૂટબોલ સ્ટેડિયમને ધ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. તે ગ્રાઝર એકે (AK) અને સ્ટુર્મ ગ્રાઝનું પણ ઘર (મૂળ સ્થાન) છે. સ્ટેનલી વિલિયમ્સને ફાંસીની સજા આપવામાં આવ્યા બાદ તેના મૂળ શહેરની ગલીઓમાં તેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને સ્થાનિક રાજકારણીઓએ સ્ટેડિયમને આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનું જે નામ આપવામાં આવ્યું છે તે દૂર કરવાની માંગ શરૂ કરી હતી. શ્વાર્ઝેનેગરે તેનો જવાબ આપતા જણાવ્યું છે કે "ગ્રાઝના જવાબદાર રાજકારણીઓને વધારે જવાબદારી ઉઠાવવાની ચિંતામાંથી મુક્ત કરતાં હું પોતે જ લિબેનો સ્ટેડિયમ સાથે મારું જોડાયેલું નામ આજના દિવસથી દૂર કરું છે" , તેની સાથે આ નામ થોડા દિવસમાં દૂર કરવાની ચુસ્ત સમયમર્યાદા પણ જાહેર કરું છું. ગ્રાઝના અધિકારીઓએ ડિસેમ્બર 2005માં શ્વાર્ઝેનેગરનું નામ દૂર કર્યું હતું.[૧૦૧] હવે તેનું સત્તાવાર નામ યુપીસી (UPC)-અરેના છે.

સન વેલી રિસોર્ટ પાસે ટૂંકી સ્કી ટ્રેઇલ છે, જેને આર્નોલ્ડ્સ રન કહેવાય છે, તેને શ્વાર્ઝેનેગરનું નામ આપવામાં આવ્યું હતું (2001માં તેને આ નામ આપવામાં આવ્યું હતું).[૧૦૨] આ કેડી બ્લેક ડાયમંડ શ્રેણીમાં મુકાયેલી છે અથવા તે આ વિસ્તારમાં સૌથી મુશ્કેલ કેડી છે.[૧૦૩]

તેમણે 1992માં નાગરિક હેતુ માટે ઉત્પાદિત કરવામાં આવેલી સૌપ્રથમ હમર ખરીદી હતી, આ મોડેલ ખૂબ જ મોટું હતું, તે 6,300 એલબીએસ (lbs) અને 7 feet (2.1 m) પહોળું હતું, તેને મહદ્અંશે મોટી ટ્રક તરીકે જ વર્ગીકૃત કરી શકાય અને યુ.એસ. (U.S.)ના ઇંધણના અર્થતંત્રના નિયમો તેને લાગુ પડતા ન હતા. ગવર્નર માટે રિકોલ કેમ્પેઇનમાં તેમણે જાહેરાત કરી હતી કે તે પોતાની એકાદ હમરને હાઇડ્રોજનથી ચાલતા વાહનમાં રૂપાંતરિત કરશે. તેના આ રૂપાંતરણનો ખર્ચ યુએસ (US)$21,000 આવ્યો હોવાનું મનાય છે. ચૂંટણી પછી તેણે હાઇડ્રોજન રિફ્યુલિંગ પ્લાન્ટ્સ સ્થાપવાના વટહુકમ પર સહી કરી હતી, જેને કેલિફોર્નિયા હાઇડ્રોજન હાઇવે નેટવર્ક કહેવાય છે અને યોજનાના યુએસ (US) $91,00,000ના અંદાજિત ખર્ચને પહોંચી વળવા યુ.એસ. (U.S.)ઊર્જા વિભાગની સહાય મેળવી હતી.[૧૦૪] કેલિફોર્નિયાએ સૌપ્રથમ એચટુએચ (H2H) (હાઇડ્રોજન હમર)ની ડિલિવરી ઓક્ટોબર 2004માં મેળવી હતી.[૧૦૫]

થાલમાં લોકોએ શ્વાર્ઝેનેગરના 60માં જન્મદિવસને ઉજવ્યો હતો. અધિકારીઓએ 30 જુલાઈ 2007ને આર્નોલ્ડનો એ (A) દિવસ જાહેર કર્યો છે. થાલમાં જ્યાં શ્વાર્ઝેનેગરનો જન્મ થયો હતો એ ઘરનો નંબર 145 છે , તેમાં તેમની બધી વસ્તુઓ છે અને ત્યાં કોઈને પણ આ નંબર આપવામાં આવશે નહીં.[૧૦૬]

12 ફેબ્રુઆરી 2010ના રોજ શ્વાર્ઝેનેગર વાનકુંવર ઓલમ્પિક ટોર્ચ રિલેના 106માં દિવસના 18મા રનર હતા. તે સ્ટેનલી પાર્ક સીવોલે પહોંચ્યા ત્યારે તેમણે આ ટોર્ચ પછીના રનર સેબાસ્ટિયન કોને આપી “ટોર્ચ ચુંબન”ની આપ-લે કરી હતી.[૧૦૭]

અકસ્માત અને ઇજાઓ

[ફેરફાર કરો]

શ્વાર્ઝેનેગરને 23 ડિસેમ્બર 2006ના રોજ ઇદાહોમાં સન વેલી ખાતે સ્કીઇંગ કરતી વખતે તેમની જમણી જાંઘનું હાડકુ ભાગી ગયું હતું.[૧૦૮] તેઓ ઓઅર વોર્મ સ્પ્રિંગ દોડ દરમિયાન બાલ્ડ પર્વત પર સ્કી પોલ પર ‘સરળ’ અથવા ગ્રીન લેવલ દોડ દરમિયાન પડી ગયા હતા. તેઓ નિષ્ણાત કહી શકાય તેવા સ્કીઅર છે. તેમણે 26 ડિસેમ્બર 2006ના રોજ 90 મિનિટની શસ્ત્રક્રિયા કરાવી હતી, જેમાં તેમના તૂટેલા હાડકાંને સાધવા માટે તાર અને સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને 30 ડિસેમ્બર 2006ના રોજ સેન્ટ જોન્સ હેલ્થ સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી હતી.[૧૦૯] શ્વાર્ઝેનેગર કાખઘોડીના સહારે ચાલતા હોવા છતાં પણ તેમણે 5 જાન્યુઆરી 2007ના રોજ ફરીથી હોદ્દો ગ્રહણ કરવામાં વિલંબ કર્યો ન હતો.

શ્વાર્ઝેનેગર મોટરસાઇકલ પર સવારી કરતી બે વખત જાહેર ધોરીમાર્ગ પર અથડાતા ઈજા પહોંચી હતી. આર્નોલ્ડ 8 જાન્યુઆરી 2006ના રોજ તેમની હર્લિ ડેવિડસન મોટરસાઇકલ પર તેમના પુત્ર પેટ્રિકને સાઇડકારમાં બેસાડી લોસ એન્જલ્સમાં સવારી કરી રહ્યા હતા ત્યારે ગલીમાં બીજો એક ડ્રાઈવર અચાનક દાખલ થતાં તેમની બાઈક ધીમી ઝડપે જઈ રહેલી કાર સાથે અથડાઈ હતી. તેમના પુત્ર અને બીજા ડ્રાઇવરને કઈજ નુકસાન થયું ન હતું, પણ આર્નોલ્ડને હોઠ પર સામાન્ય ઇજા થઈ હતી અને તેના લીધે તેમણે 15 ટાંકા લેવા પડ્યા હતા. લોસ એન્જલ્સ પોલીસ વિભાગના પ્રવક્તા જેસન લીએ જણાવ્યું હતું કે "કોઈપણ પ્રકારના હુકમો જારી કરાયા નથી."[૧૧૦] અગાઉ 09 ડિસેમ્બર 2001ના રોજ લોસ એન્જલ્સમાં મોટરસાઇકલની ટક્કરમાં તેમના છ હાડકા તુટી ગયા હતા અને ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.[૧૧૧] શ્વાર્ઝેનેગરે 3 જુલાઈ 2006 સુધી તેમનું મોટરસાઇકલ લાઇસન્સ ફરીથી મેળવ્યું નહોતુ.[૧૧૨]

શ્વાર્ઝેનેગર ધોરી નસના ફક્ત બે છેડા ધરાવતા વાલ્વ સાથે જન્મેલા છે, (સામાન્ય માનવીને ત્રણ છેડા હોય છે).[૧૧૩][૧૧૪] શ્વાર્ઝેનેગરે 1997માં તેના જ ટ્રાન્સપ્લાન્ટેડ ટિસ્યૂ દ્વારા હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તબીબી નિષ્ણાતોએ આગાહી કરી હતી કે સમય વીતવાની સાથે વાલ્વની અસરકારકતા ખતમ થઈ જતી હોવાથી આર્નોલ્ડને બેથી આઠ વર્ષમાં હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની જરૂર પડશે. શ્વાર્ઝેનેગરે તે સમયે ઉપલબ્ધ એકમાત્ર કાયમી ઉકેલ યાંત્રિક વાલ્વથી વિપરીત પસંદગી કરી હતી, કારણ કે તેના લીધે તેની તેની શારીરિક ક્ષમતા અને કસરત કરવાની ક્ષમતા મર્યાદિત થઈ જતી હતી.[૧૧૫]

તેમણે 2004માં હવાઈ ખાતેના વેકેશન દરમિયાન તરતી વખતે એક ડૂબતા માણસનું જીવન બચાવ્યું હતું અને તેને કિનારે લઈ આવ્યા હતા.[૧૧૬]

શ્વાર્ઝેનેગરના ખાનગી જેટે 19 જુન 2009ના રોજ વાન નુય્સ વિમાનીમથકે તાત્કાલિક ઉતરાણ કર્યું હતું, પાઇલટે કોકપીટમાંથી ધૂમાડો નીકળતો હોવાના આપેલા અહેવાલના પગલે આ તાત્કાલિક ઉતરાણ કરવામાં આવ્યું હતું, સરકારના અખબારી સચિવે જારી કરેલા નિવેદનમાં આ વિગત જણાવવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈને ઇજા નહોતી થઈ.[૧૧૭]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. English pronunciation: /ˈʃwɔrtsənɛɡər/, ઢાંચો:IPA-de
  2. "Biography for Arnold Schwarzenegger". IMDb. મેળવેલ April 18, 2008.
  3. Kurtzman, Laura (January 5, 2007). "Schwarzenegger Sworn in for Second Term". The Washington Post. Associated Press. મેળવેલ April 23, 2008.
  4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ ૪.૧૧ ૪.૧૨ ૪.૧૩ ૪.૧૪ ૪.૧૫ "Time of His Life". Schwarzenegger.com. મેળવેલ April 18, 2007.
  5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ "Ask Arnold". Schwarzenegger.com. 2000. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Andrews, Nigel (2003). True Myths of Arnold Schwarzenegger. Bloomsbury. ISBN 1582344655.
  7. Herman, Eric (August 11, 2003). "Ah-nold in cross hairs Rivals blast Calif. front-runner". Daily News (New York). New York. મૂળ માંથી ફેબ્રુઆરી 20, 2011 પર સંગ્રહિત. મેળવેલ September 14, 2010.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ ૮.૫ Brooks, Xan (August 8, 2003). "The Governator". The Guardian. London. મેળવેલ April 19, 2007.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ ૯.૫ ૯.૬ Leigh, Wendy (1990). Arnold: An Unauthorized Biography. Pelham. ISBN 0720719976.
  10. "Arnold Schwarzenegger: Mr. Olympia – 1970–1975, 1980". BodyBuild.com. મેળવેલ April 18, 2008.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Katz, Ephraim (2006). Film Encyclopedia. HarperCollins. ISBN 0060742143.
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ ૧૨.૫ ૧૨.૬ ૧૨.૭ ૧૨.૮ "Profile: Arnold Schwarzenegger". BBC. August 31, 2004. મેળવેલ April 18, 2008.
  13. ૧૩.૦૦ ૧૩.૦૧ ૧૩.૦૨ ૧૩.૦૩ ૧૩.૦૪ ૧૩.૦૫ ૧૩.૦૬ ૧૩.૦૭ ૧૩.૦૮ ૧૩.૦૯ ૧૩.૧૦ ૧૩.૧૧ ૧૩.૧૨ "Mr. Everything". Schwarzenegger.com. મૂળ માંથી એપ્રિલ 16, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ Schwarzenegger, Arnold (October 3, 2001). "ARNOLD'S "PERSPECTIVES"". Schwarzenegger.com. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  15. Schwarzenegger, Arnold. "In his own words". Schwarzenegger.com. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  16. પંમ્પિંગ આયર્ન – 25મી તિથિ આવૃત્તિ માં ઈન્ટરવ્યુ ડીવીડી (DVD) વધારો
  17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ૧૭.૪ Poole, Oliver (October 6, 2003). "The girl who can't escape Arnie". The Daily Telegraph. London. મૂળ માંથી જૂન 10, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  18. "Arnie: I was abused as a child". The Daily Mail. London. August 4, 2004. મેળવેલ April 18, 2008.
  19. "Arnie: 'I was abused as child'". The Scotsman. August 4, 2004. મેળવેલ April 18, 2008.
  20. "Wag Bennett bodybuilder who helped Arnold Schwarzenegger". The Times. London. October 2, 2008. મૂળ માંથી મે 25, 2010 પર સંગ્રહિત. મેળવેલ જૂન 1, 2011.
  21. સ્ટાફ, આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર: મેઈડ ઈન બ્રિટન સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન, બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યુટ. 3 ઓકટોબર, 2008ના રોજ સુધારો. "વાગ અને ડીઆન બેન્નેટ્ટ, પૂર્વના છેડાનું યુગલ કે જેણે એર્નીને ત્રણ વર્ષ સુધી એક મકાન આપ્યું,"
  22. Reg Park.net – આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર દ્વારા અંજલી
  23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ Bradley, Bill (November 20, 2002). "Mr. California". LA Weekly. મૂળ માંથી ઑગસ્ટ 16, 2010 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008. Check date values in: |archive-date= (મદદ)
  24. જેનિંગ્સ, રેન્ડી (2003, ઓક્ટોબર 21). રિક ડ્રેસિન: આર્નોલ્ડનો લિફ્ટિંગ પાર્ટનર! સંગ્રહિત ૨૦૧૦-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન આર્નોલ્ડના ચાહકોની વેબસાઈટ. 16 ડીસેમ્બર 2009ના રોજ સુધારો.
  25. Bland, Siskind (September 4, 2007). "Schwarzenegger May Have Violated Terms Of Non-Immigrant Visa". VISALAW.COM. મૂળ માંથી ફેબ્રુઆરી 20, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  26. ૨૬.૦ ૨૬.૧ "Arnie's ex-girlfriend pens memoir". BBC. September 9, 2003. મેળવેલ April 18, 2008.
  27. Williams, Lance (September 15, 2003). "Actor's old flame says he's a great guy". The San Francisco Chronicle. મેળવેલ April 19, 2007.
  28. ૨૮.૦ ૨૮.૧ ૨૮.૨ ૨૮.૩ Elsworth, Catherine (September 14, 2006). "Arnie puts his weight behind ex-lover's tell-all memoir". The Daily Telegraph. London. મૂળ માંથી ફેબ્રુઆરી 23, 2009 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  29. Farrey, Tom. "Conan the Politician". ESPN. મેળવેલ April 18, 2008.
  30. Theunissen, Steve. "Arnold & Steroids: Truth Revealed". get2net. મૂળ સંગ્રહિત માંથી ઑક્ટોબર 8, 2003 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008. Check date values in: |archive-date= (મદદ)
  31. "Schwarzenegger Wins German Lawsuit". Encyclopedia.com. UPI. December 1, 1999. મેળવેલ December 6, 2009.
  32. "Arnie settles $50m libel case". BBC News. December 22, 1999. મેળવેલ December 6, 2009.
  33. "The Smoking Gun: Archive". TheSmokingGun. મેળવેલ May 11, 2007.
  34. ૩૪.૦ ૩૪.૧ Collis, Clark. "EMPIRE ESSAY: The Terminator". Empire magazine. મેળવેલ April 18, 2008.
  35. Leamer, Laurence (2005). Fantastic: The life of Arnold Schwarzenegger. St Martin's Press. ISBN 0312333382.
  36. "Arnold wants 'Terminator' statue killed". Killoggs. September 27, 2002. મૂળ માંથી ફેબ્રુઆરી 23, 2009 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  37. "Arnold downplays a Terminator Salvation cameo". SCI FI Wire. મૂળ માંથી માર્ચ 13, 2009 પર સંગ્રહિત. મેળવેલ March 11, 2009.
  38. "Arnold Schwarzenegger (Virtually) Back in Terminator Salvation". TVGuide.com. મૂળ માંથી મે 20, 2009 પર સંગ્રહિત. મેળવેલ May 8, 2009.
  39. "McG Talks Terminator Salvation". reelzchannel.com. મૂળ માંથી મે 1, 2009 પર સંગ્રહિત. મેળવેલ May 11, 2009.
  40. http://www.krone.at/Welt/Schwarzenegger_Ich_lese_gerade_drei_Drehbuecher-Krone-Interview-Story-240860
  41. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી એપ્રિલ 6, 2011 પર સંગ્રહિત. મેળવેલ જૂન 1, 2011.
  42. "Schwarzenegger says he's returning to acting". MSN. February 11, 2011. મૂળ માંથી ફેબ્રુઆરી 14, 2011 પર સંગ્રહિત. મેળવેલ February 11, 2011.
  43. "Schwarzenegger: No country more welcoming than the USA". CNN. August 31, 2004. મેળવેલ April 18, 2008.
  44. Noonan, Peggy (October 14, 2003). What I Saw at the Revolution: A Political Life in the Reagan Era. New York: Random House. પૃષ્ઠ 384. ISBN 9780812969894. CS1 maint: discouraged parameter (link)
  45. White, Deborah (January 14, 2006). "Arnold Schwarzenegger, California's Newest Democrat". મૂળ માંથી જૂન 21, 2010 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  46. ૪૬.૦ ૪૬.૧ ૪૬.૨ "Arnold cast as Governor?". Schwarzenegger.com. October 4, 1999. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  47. Grey, Barry (November 6, 2003). "First debate in California recall election: Snapshot of a political system in crisis". wsws.org. મેળવેલ April 18, 2008.
  48. Nicholas, Peter (July 18, 2004). "Schwarzenegger deems opponents 'girlie-men'". The San Francisco Chronicle. મેળવેલ April 18, 2008.
  49. "Press Release". મૂળ માંથી સપ્ટેમ્બર 1, 2009 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  50. "General Election – Governor". California Secretary of State. મૂળ માંથી ફેબ્રુઆરી 19, 2007 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  51. Pomfret, John (December 23, 2006). "Schwarzenegger Remakes Himself as Environmentalist". The Washington Post. મેળવેલ July 13, 2008.
  52. Marinucci, Carla (March 22, 2009). "Predictions for Schwarzenegger's Next Big Role". San Francisco Chronicle. મેળવેલ March 23, 2009.
  53. ૫૩.૦ ૫૩.૧ "BBC News: Schwarzenegger 'damages Austria'". BBC News. January 22, 2005. મેળવેલ April 18, 2008. He said Mr Schwarzenegger, who has dual nationality...
  54. "Schwarzenegger wins European Voice campaigner of the year award". European Voice. November 27, 2007. મેળવેલ April 18, 2008.
  55. Nelson, Soraya (April 15, 2006). "News: Schwarzenegger releases tax returns". OCRegister.com. મૂળ માંથી એપ્રિલ 13, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  56. "આર્કાઇવ ક .પિ". મૂળ સંગ્રહિત માંથી જાન્યુઆરી 18, 2011 પર સંગ્રહિત. મેળવેલ જાન્યુઆરી 18, 2011.
  57. [weblogs.baltimoresun.com/news/politics/blog/2008/01/arnold_opens_flood_of_mccain_e.html "Arnold opens 'flood' of McCain endorsements"] Check |url= value (મદદ). The Baltimore Sun. મેળવેલ May 7, 2008.
  58. (પ્રેસ રિલીઝ). 
  59. Vogel, Ed (2010-04-21). "Gibbons named on list of worst governors". Las Vegas Review-Journal. મેળવેલ 2010-05-05. Italic or bold markup not allowed in: |newspaper= (મદદ)
  60. "Scandals Land Gibbons On 'Worst Governors' List". KVVU-TV (Fox 5, Las Vegas). 2010-04-21. મૂળ માંથી એપ્રિલ 23, 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-05. Missing pipe in: |first= (મદદ); Missing pipe in: |first2= (મદદ); |first= missing |last= (મદદ); |first2= missing |last2= (મદદ)
  61. "Crew's Worst Governors". Citizens for Responsibility and Ethics in Washington. મૂળ માંથી એપ્રિલ 24, 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-05. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  62. April 7, 2008 (April 7, 2008). "TV-commercial of Arnold Schwarzenegger against Proposition 66". Youtube.com. મેળવેલ March 8, 2010.
  63. "Megan Garvey and Robert Salladay "Prop. 66 in Tough Fight", LAtimes.com". Articles.latimes.com. November 1, 2004. મેળવેલ March 8, 2010.
  64. Young, Samantha (September 27, 2006). "Schwarzenegger Signs Global Warming Bill". The Washington Post. મેળવેલ May 15, 2008.
  65. Matthews, Karen (October 17, 2006). "Cal Joins Northeast Global Warming Fight". Fox News. મેળવેલ May 15, 2008.
  66. "ધ ગવર્નર્સ ગ્રીન એજન્ડા" ફોર્ચ્યુન સામયિક . 23 માર્ચ, 2007 15 મે 2008ના રોજ ઉપલબ્ધ
  67. "એસએઈ (SAE) 2009 વર્લ્ડ કોંગ્રેસ સ્પેશિયલ ઓપનિંગ સેરેમનીસ ટુ ફિચર ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર" એસએઈ (SAE) . 10 માર્ચ, 2009. 6 એપ્રિલ, 2009ના રોજ સુધારો.
  68. ૬૮.૦ ૬૮.૧ Morgan, Kaya. "Real Life Action Hero". Millionaire Magazine. મૂળ માંથી એપ્રિલ 30, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  69. ""Working" Out". Schwarzenegger.com. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  70. Williams, Lance (August 10, 2003). "Schwarzenegger reveals pumped-up finances". San Francisco Chronicle. મૂળ માંથી માર્ચ 18, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  71. Fleschner, Malcolm. "The Best Salesman in America?". Selling Power. મૂળ માંથી ફેબ્રુઆરી 24, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  72. "The foundation for taxpayer and consumer rights is in the wrong in its junk fax lawsuit where it falsely blames Arnold Schwarzenegger for faxes sent to promote a restaurant he doesn't own". Schwarzenegger.com. મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  73. Weinraub, Bernard (August 17, 2003). "Schwarzenegger's Next Goal On Dogged, Ambitious Path". New York Times. મેળવેલ April 18, 2008.
  74. ૭૪.૦ ૭૪.૧ "Arnold leaves planet". Schwarzenegger.com. January 25, 2000. મૂળ માંથી ડિસેમ્બર 31, 2006 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  75. Williams, Lance (August 17, 2003). "Schwarzenegger worth $100 million, experts say". San Francisco Chronicle. મૂળ માંથી માર્ચ 28, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  76. Fleming, Charles (1999). High concept: Don Simpson and the Hollywood Culture of Excess. Bloomsbury. ISBN 0747542627.
  77. ૭૭.૦ ૭૭.૧ "Sex scandal draws Arnie apology". BBC. March 10, 2004. મેળવેલ April 18, 2008.
  78. "Schwarzenegger sorry for behaving 'badly' toward women". CNN. October 3, 2003. મેળવેલ April 18, 2008.
  79. "Schwarzenegger's Sex Talk". The Smoking Gun. મેળવેલ April 18, 2008.
  80. ૮૦.૦ ૮૦.૧ "Governor says marijuana is not a drug, 'it's a leaf'". Los Angeles Times. October 29, 2007.
  81. ૮૧.૦ ૮૧.૧ ૮૧.૨ "Schwarzenegger libel 'settled'". BBC. August 26, 2006. મેળવેલ April 18, 2008.
  82. "UK judge allows Arnie libel case". BBC. March 23, 2005. મેળવેલ April 18, 2008.
  83. "Maria Owings Shriver Wed To Arnold Schwarzenegger". New York Times. April 27, 1986. મેળવેલ April 18, 2008.
  84. "Governor Arnold Schwarzenegger's Brentwood High School Commencement Speech". gov.ca.gov. June 7, 2008. મૂળ માંથી જૂન 18, 2008 પર સંગ્રહિત. મેળવેલ June 22, 2008.
  85. Pace, Eric (July 24, 1991). "Chronicle". New York Times. મેળવેલ April 18, 2008.
  86. Brozan, Nadine (September 21, 1993). "Chronicle". New York Times. મેળવેલ April 18, 2008.
  87. Brozan, Nadine (September 30, 1997). "Chronicle". New York Times. મેળવેલ April 18, 2008.
  88. Schiffman, Betsy (June 27, 2003). "Next Stop – Governor's Mansion?". Forbes. મેળવેલ April 18, 2008.
  89. Lacayo, Richard (August 10, 2003). "The Mind Behind the Muscles". TIME. મૂળ માંથી જુલાઈ 25, 2013 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008. Check date values in: |archive-date= (મદદ)
  90. Ryon, Ruth (July 6, 2003). "Schwarzenegger, Shriver selling home in Palisades". San Francisco Chronicle. મૂળ માંથી ઑક્ટોબર 4, 2011 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008. Check date values in: |archive-date= (મદદ)
  91. Dunteman, Dayna (2004). "Catching Up With Maria Shriver". Sacramento Magazine. મૂળ માંથી એપ્રિલ 21, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008. Unknown parameter |month= ignored (મદદ)
  92. "Maria Shriver Ends Her Silence On Husband's Campaign". NBC. September 8, 2003. મેળવેલ April 18, 2008.[હંમેશ માટે મૃત કડી]
  93. ૯૩.૦ ૯૩.૧ "Arnold Schwarzenegger Height, Schwarzenegger's". celebheights.com. મેળવેલ April 18, 2008.
  94. "Schwarzenegger Measured". ArnoldHeight. મૂળ માંથી 2011-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-01.
  95. Andrews, N: "ટ્રૂ મિથ્સ: ધ લાઈફ એન્ડ ધ ટાઈમ્સ ઓફ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર," પૃષ્ઠ 157. બ્લૂમ્સબરી, 2003.
  96. Miner, Michael (September 23, 2003). "Poor Recall". Chicago Reader. મૂળ માંથી એપ્રિલ 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  97. Salladay, Robert (October 23, 2003). "Incoming governor's mantra: 'Action'". San Francisco Chronicle. મેળવેલ April 18, 2008.
  98. Weintraub, Daniel. "Schwarzenegger Blinked" (PDF). National Conference of State Legislators. મૂળ (PDF) માંથી જૂન 4, 2007 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  99. "The Governator II: At first it seemed like a bad joke". Arnoldwatch.org. October 7, 2004. મૂળ માંથી મે 25, 2017 પર સંગ્રહિત. મેળવેલ March 8, 2010.
  100. "Arnold Height". ArnoldHeight. મૂળ માંથી 2010-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-01.
  101. "Graz removes Schwarzenegger name". BBC News. December 26, 2005. મેળવેલ April 18, 2008.
  102. "And ... here's Arnold's Run". મૂળ માંથી સપ્ટેમ્બર 5, 2012 પર સંગ્રહિત. મેળવેલ July 13, 2008.
  103. "Arnold Schwarzenegger to undergo surgery". The Insider. December 25, 2006. મૂળ માંથી ઑગસ્ટ 16, 2010 પર સંગ્રહિત. મેળવેલ December 6, 2009. Check date values in: |archive-date= (મદદ)
  104. "Thanks to Arnold, California to Pave the Hydrogen Highway". BMW World. મેળવેલ April 18, 2008.
  105. Wickell, Dale. "HUMMER H2H Hydrogen Powered Experimental Vehicle". About.com. મૂળ માંથી મે 25, 2011 પર સંગ્રહિત. મેળવેલ April 18, 2008.
  106. "Strudel, schnitzel shower Schwarzenegger at 60th birthday bash". USAToday. Associated Press. July 30, 2007. મેળવેલ April 18, 2008.
  107. "How Vancouver almost lost the 2010 Olympics — Vancouver 2010 Olympics". Toronto: Olympics.thestar.com. February 12, 2010. મૂળ માંથી ફેબ્રુઆરી 15, 2010 પર સંગ્રહિત. મેળવેલ March 8, 2010.
  108. "Calif. Gov. Schwarzenegger Breaks Leg in Skiing Accident in Idaho". FOX News. Associated Press. December 24, 2006. મેળવેલ April 18, 2008.
  109. "Schwarzenegger cleared to resume duties after surgery". Los Angeles Times. December 26, 2006. |access-date= requires |url= (મદદ)
  110. "No Charges Against Schwarzenegger". મેળવેલ July 13, 2008.
  111. "Schwarzenegger, son get in motorcycle accident". USA Today. Associated Press. January 9, 2006. મેળવેલ April 18, 2008.
  112. Navarro, Mireya (7 July 2006). "Schwarzenegger Finally Gets a License". The New York Times. મેળવેલ 2 February 2011.
  113. "Surgery Leaves Star Undimmed". The Free Library. Farlex. April 18, 1997. મૂળ માંથી ઑક્ટોબર 24, 2012 પર સંગ્રહિત. મેળવેલ July 29, 2008. Check date values in: |archive-date= (મદદ)
  114. Starnes, Dr. Vaughn A. (March 8, 2001). "Renowned Cardiac Surgeon Proclaims Medical "Facts" In Article "Represent No Facts At All"". મૂળ માંથી મે 23, 2008 પર સંગ્રહિત. મેળવેલ March 3, 2009.
  115. "Schwarzenegger Has Elective Heart Surgery". New York Times. April 18, 1997. મેળવેલ April 18, 2008.
  116. "Movie Heroes to the (Real-Life) Rescue!". Netscape celebrity. April 10, 2004. મૂળ માંથી ઑગસ્ટ 9, 2009 પર સંગ્રહિત. મેળવેલ July 24, 2010. Check date values in: |archive-date= (મદદ)
  117. Santa Cruz, Nicole (June 19, 2009). "Governor's plane makes emergency landing in Van Nuys". The Los Angeles Times. મેળવેલ June 20, 2009. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • Schwarzenegger, Arnold (1977). Arnold: Developing a Mr. Universe Physique. Schwarzenegger.
  •  – with Douglas Kent Hall (1977). Arnold: The Education of a Bodybuilder. New York: Simon & Schuster. ISBN 0-671-22879-X.
  •  – with Douglas Kent Hall (1979). Arnold's Bodyshaping for Women. New York: Simon & Schuster. ISBN 0-671-24301-2.
  •  – with Bill Dobbins (1981). Arnold's Bodybuilding for Men. New York: Simon & Schuster. ISBN 0-671-25613-0.
  •  – with Bill Dobbins (1998). The New Encyclopedia of Modern Bodybuilding (rev. આવૃત્તિ). New York: Simon & Schuster. ISBN 0-684-84374-9.
  • Andrews, Nigel (2003). True Myths: The Life and Times of Arnold Schwarzenegger: From Pumping Iron to Governor of California (rev. આવૃત્તિ). New York: Bloomsbury. ISBN 1-58234-465-5.
  • Blitz, Michael (2004). Why Arnold Matters: The Rise of a Cultural Icon. New York: Basic Books. ISBN 0-465-03752-6. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  • Borowitz, Andy (2004). Governor Arnold: A Photodiary of His First 100 Days in Office. New York: Simon & Schuster. ISBN 0-7432-6266-2. CS1 maint: discouraged parameter (link)
  • Brandon, Karen (2004). Arnold Schwarzenegger. San Diego: Lucent Books. ISBN 1-59018-539-0.
  • Saunders, Dave (2008). "Arnie": Schwarzenegger and the Movies. London: I. B. Tauris.
  • Sexton, Colleen A. (2005). Arnold Schwarzenegger. Minneapolis: Lerner Publications. ISBN 0-8225-1634-9.
  • Zannos, Susan (2000). Arnold Schwarzenegger. Childs, Md.: Mitchell Lane. ISBN 1-883845-95-5.

ઈન્ટરવ્યુ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

વ્યવસાય

[ફેરફાર કરો]