બીજોરા એ લીંબુની જાતનું એક જાડી છાલ ધરાવતું મોટું ખાટું સુગંધિત ફળ છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને સાઈટ્રસ મેડિકા વર્ગમાં વર્ગીકૃત કરે છે. ખાટા ફળોની ચાર મૂળ પ્રજાતિઓમાંનું (અન્ય ત્રણ પ્રજાતિઓ પોમેલો, મેન્ડરિન અને પાપેડા છે.) પૈકીની આ એક છે જેમના પ્રાકૃતિક અને અપ્રાકૃતિક સંકરણથી પછીથી તમામ પ્રકારના ખાટા ફળો વિકસ્યા.[]

Citron
Citrus medica
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Citrus'
Species: ''C. medica''
દ્વિનામી નામ
Citrus medica

વ્યુત્પત્તિશાસ્ત્ર

ફેરફાર કરો

અન્ય ભાષાઓમાં

ફેરફાર કરો

આ ફળનું અંગ્રેજી નામ "સીટ્રોન" અથવા "સીટ્રન" (citron) છે એ લૅટિન શબ્દ સીટ્રસ પરથી ઊતરી આવ્યું છે. ફ્રેંચ, લિથૂઆનિઅન, હંગેરિઅન, ફીનીશ, લાટવિયન, પશ્ચિમ સ્લાવિક ભાષાઓ અને જર્મન મૂળની સર્વ ભાષાઓ સાઈટ્રન શબ્દનો ઉપયોગ લીંબુ માટે કરે છે. અલબત્ત ૧૬મી સદી સુધી અંગ્રેજી ભાષામાં પણ આ શબ્દ લીંબુ કે મોસંબીની જાતના ફળો માટે આ શબ્દ વપરાતો હતો.[]

પર્શિયન ભાષાઓમાં તેને તુરંજ કહે છે (કડવા સંતરા -'નારંજ' થી વિપરીત). આ બંને નામો અરેબિક પરથી ઉતરી આવ્યા છે. ઈ.સ ૭૧૧માં સ્પેન અને પોર્ટુગલ પર મુસ્લિમ સત્તા આવતા તે ભાષાઓમાં આ શબ્દ ઉતરી આવ્યા અને તે શબ્દોનો અપભ્રશ થઈ, સંતરા માટે ઓરેંજ એ શબ્દ બન્યો. સિરિયામાં તેને કબ્બડ;[] જાપાનમાં તેને બુશુકાન (આંગળીઓના આકરની પ્રજાતિ) કહે છે.[]

 
છાલ અને ગર કાઢ્યા પછી ખાંડ સાથે પકાવેલું એક બીજોરું

લીંબુ અથવા નારંગીની માફક બીજોરાને છોલી રસ વાપરવામાં આવતો નથી કારણકે બીજોરાનો ગર સૂકો હોય છે તેમાં બહુ રસ હોતો નથી. બીજોરાનો રસ નહીં પણ તેની જાડી છાલનો ખાવામાં ઉપયોગ થાય છે. બીજોરાની છાલ અને ગર કાઢી અને સાકરમાં પકવીને કૅન્ડી પણ બનાવવામાં આવે છે.

 
બીજોરાની ટૉર્ટ

અત્યારે બીજોરાનો ઉપયોગ તેની બાહ્ય છાલમાં રહેલ સુગંધ (zest) મેળવવા થાય છે. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મહત્વનો ભાગ છાલ અને પેશીઓ વચ્ચેનો સફેદ ભાગ કે અંતર છાલ (pith or albedo) છે. તેનો ઉપયોગ સાકરની ચાસણી ઉમેરી સક્કેડ નામની કેન્ડી બનાવવા માટે થાય છે.[]

ઈરાનમાં બીજોરાની છાલના સફેદ ભાગનો ઉપયોગ જામ બનાવવા માટે થાય છે. પાકિસ્તાનમાં તેનો ઉપયોગ જામ તેમજ અથાણાં બનાવવા માટે થાય છે. ભારતમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં બીજોરાના ફળને છાલ સહિત ચીરી કરી તેને આથી, ગોળ અને મસાલા ભેળવી, અથાણું બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતીય રસોઇમાં તેનો ઉપયોગ અથાણાં બનાવવામાં થાય છે.[] યુનાઇટેડ સ્ટેટ્સમાં હોલીડે ફ્રુટ કેક બનાવવામાં બીજોરા મહત્વનું ઘટક છે જ્યારે કોરિયામાં યુજાચા નામની એક હર્બલ ચા બનાવવા માટે બીજોરા વપરાય છે. આ ચા ખાંસી અને નશાની અસર દૂર કરવા અને અપચામાં રાહત માટે પીવાય છે.

બીજોરાના રસમાં વિટામિન સી વિપુલ પ્રમાણમાં હોય છે અને તે કૃમિનાશક, ભૂખ લગાડનાર, શક્તિવર્ધક છે. તે ખાંસી, સંધિવા, ઊલટી, વાત, ત્વચાના રોગ અને નબળી દૃષ્ટિના ઇલાજમાં વપરાય છે.[]

બાંગ્લાદેશમાં આ ફળની ડઝનેક પ્રજાતિઓ થાય છે જેને લેવુ કહે છે. અહીં તેનો ઉપયોગ ખાટાં ફળ તરીકે થાય છે.

પ્રાચીન કાળથી મધ્યયુગ સુધી બીજોરાનો ઉપયોગ ઔષધી તરીકે થતો હતો. તેનો ઉપયોગ દરિયાઈ માંદગી, ફેફસાંની બિમારીઓ, આંતરડાના દુખાવા, સ્કર્વી (પેઢાનો રોગ) અને અન્ય તકલીફોના ઈલાજ માટે થતો. તેની છાલમાંથી નીકાળતું તેલ પ્રતિજૈવક માનવામાં આવે છે. થીઓફ્રેસ્ટાસની નોંધ અનુસાર વાઈન સાથે અપાયેલો બીજોરાનો રસ, અસરકારક વિષ નિવારક મનાતો હતો. આયુર્વેદમાં હજી પણ ઉબકા, ઊલટી અને વધુ પડતી તરસના ઈલાજમાં બીજોરાનો રસ વપરાય છે.[]

તેની જાડી અંતઃછાલમાં મળતા ઓગળી જનાર તંતુ (પેક્ટીન) માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઘણી માંગ છે.[]

ધાર્મિક

ફેરફાર કરો

યહુદી ધર્મમાં

ફેરફાર કરો

યહુદી ભાષામાં બીજોરાને ઈટ્રોગ કહેવાય છે. યહૂદી ધર્મમાં ટૅબેરનક્લેસના મિજબાનીમાં તેનો ઉપયોગ થાય છે. ઘણી પ્રાચીન યહૂદી વસ્તુઓ પર બીજોરાનું ચિત્ર દેખાય છે, આથી તેને યહૂદી ધર્મનું સાંકેતિક ચિહ્ન પણ મનાય છે [૧૦] ધાર્મિક કાર્યો માટે વપરાતા બીજોરાઓને ડાળીઓની કલમ કરી ઉગાડી શકાતી નથી.

બૌદ્ધ ધર્મમાં

ફેરફાર કરો
 
આંગળીઆકારના બીજોરા

ચીનમાં ઉગતાં બીજોરાની એક જાતમાં આ ફળ આંગળી જેવા આકારે વધે છે. આ ફળને બૌદ્ધ મંદિરોમાં ધરવામાં આવે છે.

અત્તર - સુગંધી દ્રવ્યો

ફેરફાર કરો

ઘણી સદીઓ સુધી બીજોરાના ફળની છાલમાંના સુગંધી તેલનો ઉપયોગ અત્તર તરીકે થતો આવ્યો છે. આ તેલ પ્રતિજૈવક તરીકે પણ વપરાય છે. લીમોનીની તેનું મુખ્ય ઘટક હોય છે.[૧૧]

વર્ણન અને વિવિધતા

ફેરફાર કરો
 
બીજોરાના ફળની એક સંકરિત ઈટાલિયન પ્રજાતિ. (નોંધ જાડી અંદરની ત્વચા).

બીજોરા મોટેભાગે લંબગોળાકાર હોય છે અને તેની ડાળી તરફ પાતળા થતા જાય છે. જોકે તેમના આકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ ફળમાં છાલના ગરનું પ્રમાણ વધુ હોય છે જેને કારણે વૃક્ષ પર ફળના સ્થાન, ડાળીનો ખૂણો અને અન્ય ઘણાં કારણો અનુસાર ફળ આકાર ધારણ કરે છે. આ ફળની છાલ ચામડા જેવી, કરચલી વાળી અને ચીટકેલી હોય છે. તેની અંત:છાલ જાડી, સફેદ અને સખત હોય છે જ્યારે બાહ્ય છાલ એકસરખી જાડાઈ ધરાવતી અને સુગંધી હોય છે. તેનો ગર મોટે ભાગે અમ્લીય હોય છે ક્યારેક મીઠો પણ હોય છે. બીજોરાની ગર વગરને પ્રજાતોઓ પણ જોવા મળે છે.

બીજોરાની મોટા ભાગની જાતોમાં એકગર્ભીય (મોનોએમ્બ્રિયોનીક) બીજ હોય છે. તે સફેદ હોય છે જેની અંદર શ્યામ પડ હોય છે. ખાટી જાતોમાં લાલ-જાંબલી ટપકાં અને મીઠી જાતોમાં રંગવિહીન ટપકાં અંદર પડ પર હોય છે. બીજોરાની કેટલીક જાતો સાવ અલગ હોય છે અને અને તેમની પોતાની અલગ વિકસવાની પદ્ધતિ હોય છે જેમકે કેટલીક જાતોમાં ફળ પાક્યા પછી ખરી પડતા નથી. આ જાતોના ફળ યહૂદી લોકો ધાર્મિક ઉપયોગમાં લેતા હોય છે.

મૂળ અને વિતરણ

ફેરફાર કરો

ગુજરાતમાં તેને બીજોરા કહેવામાં આવે છે.[૧૨] અહીં તેનું અથાણું અને કેન્ડી બનાવવામાં આવે છે.

છાયાચિત્રો

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Klein, J. (2014).
  2. "Home : Oxford English Dictionary". oed.com. 
  3. "Citrus medica" (PDF). plantlives.com.
  4. "Buddha". University of California, Riverside. મૂળ માંથી 2018-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-23.
  5. The Purdue University
  6. "Traditional Drinks – Official Korea Tourism Organization" સંગ્રહિત ૨૦૧૮-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન. visitkorea.or.kr. 
  7. Preparation and Characterization of Pectin.
  8. http://www.divyabhaskar.co.in/news/HNL-this-fruite-give-you-many-health-benefits-4450019-PHO.html&seq=2[હંમેશ માટે મૃત કડી]
  9. See Etrog
  10. Inouye, S.; Takizawa, T.; Yamaguchi, H. (2001).
  11. Un curieux Cedrat marocain, Chapot 1950.
  12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-23.