જોસેફ ફૂરિયર
જિન બાપતિસ્તે જોસેફ ફૂરિયર (૨૧ માર્ચ ૧૭૬૮ – ૩૦ મે ૧૮૩૦) ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ફૂરિયર શ્રેણીની શોધ માટે સૌથી વધુ જાણીતા છે. તેમણે ઉષ્મા વહન વિશેના પ્રશ્નો પર પણ કામ કરેલું. ફૂરિયરે ગ્રીન હાઉસ અસરની શોધમાં વાતાવરણ અવરોધક તરીકે વર્તે છે જેવા મહત્વના સૂચનો કરી મદદ કરેલી.[૧]
જોસેફ ફૂરિયર | |
---|---|
Gravure de Julien Léopold Boilly | |
જન્મ | ૨૧ માર્ચ ૧૭૬૮ Auxerre (Kingdom of France) |
મૃત્યુ | ૧૬ મે ૧૮૩૦ પેરિસ (Bourbon Restoration in France) |
અંતિમ સ્થાન | Père Lachaise Cemetery |
અભ્યાસ સંસ્થા | |
સંસ્થા | |
પુરસ્કારો | |
સહી | |
પદની વિગત | seat 5 of the Académie française (૧૮૨૬–૧૮૩૦) |
શિર્ષકો | baron |
જીવન
ફેરફાર કરોફૂરિયરનો જન્મ દરજીના પુત્ર તરીકે ઓક્સેરેમાં થયેલો. ૯ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતા ગુમાવ્યા. ત્યારબાદ તેઓ સેંટ માર્ક કોન્વેન્ટમાં અભ્યાસ કરવા ગયા.
ઓક્સેરેમાં તેઓ લશ્કરી અકાદમીમાં જોડાયા. ૧૬ વર્ષની ઉંમરે શિક્ષક બન્યા. ૨૬ વર્ષની ઉંમરે તેઓ ઇકોલે નોર્મલ સુપરીએર, પેરિસમાં દાખલ થયા. તેમનાં શિક્ષકોમાં જોસેફ-લુઇ લાગ્રાંજે, ગાસ્પાર્ડ મોંગે અને પિઅરે-સિમોન ડી લાપ્લાસનો સમાવેશ થયો હતો.
૧૭૮૯માં તેમણે ફ્રેંચ ક્રાંતિમાં ભાગ લીધો. ક્રાંતિના અરાજકતાના સામ્રાજ્ય દરમિયાન તેમનો વધ ગિલોટીન વડે કરવાનો નક્કી જ હતો પરંતુ રોબેસ્પિઅરે તેમને બચાવ્યા. ત્યારબાદ, તેમણે ઇજિપ્ત અને સિરિયામાં ફ્રેંચ સૈન્યમાં ભાગ લીધો.
ત્યારબાદ ઇન્સ્ટિટ્યુટ ડી'ઇજિપ્તેની વૈજ્ઞાનિક પાશ્વભૂમિકા માટે તેમને નીમવામાં આવ્યા. તેઓ જ્યારે ફ્રાન્સ પાછા આવ્યા ત્યારે તેમને નેપોલિયને ઇસેરે પ્રાંતના ઉપરી બનાવ્યા.
૧૮૧૦માં ફૂરિયરે ગ્રેનોબલે યુનિવર્સિટીની સ્થાપના કરી અને પ્રથમ પ્રમુખ બન્યા. ૧૮૧૭માં ફૂરિયર એકેદમી ડેસ સાયન્સના સભ્ય બન્યા. ૧૮૨૨માંં તત્કાલિન પ્રમુખનું અવસાન થતાં તેઓ ગણિત વિભાગનાં ઉપરી બન્યા. ૧૮૨૬માં તેઓ એકેદમી ફ્રાન્સિસેમાં ચૂંટાયા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Cowie, J. (૨૦૦૭). Climate Change: biological and human aspects. Cambridge University Press. પૃષ્ઠ 3. ISBN 978-0521696197.