The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ એક સભ્ય પાનું છે. મારી સાથે વિકિપીડિયા વિષયક ચર્ચા માટે ચર્ચા પાનું વાપરવું. અહીં તેમજ ચર્ચામાં અસભ્ય અને વિકિઅમાન્ય એવા ફેરફારો ન કરવા. દરેક ફેરફારનું IP સરનામું અને અન્ય વિગતો હંમેશ માટે નોંધાય છે. ઓનલાઇન ધમકી આપવી કે ગાળાગાળી કરવી એ સાયબર ગુન્હો (ક્રાઇમ) છે, એ જાણ ખાતર!
આ સભ્ય વાસ્તવિક જીવનમાં સાયકલિંગ પ્રસંગોના કારણે અનંતકાળ સુધી વ્યસ્ત છે અને કદાચ તરત જવાબ નહી આપે.
♡ 🚴🏃☕🌵🍺
સોફ્ટવેર એન્જિનિયર/ઋજુસરંજામ ઘડવૈયો
મારા વિશે
મારું કાર્ય
હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે ડેબિયન લિનક્સ છે. ભાષા, ટેકનોલોજી, મિડિયાવિકિ અને સંબંધિત એક્સટેન્સન મારા હાલના કાર્યક્ષેત્રોમાં આવે છે. તે ઉપરાંત મિડિયાવિકિ, કેડીઇ, ટક્સપેઇન્ટ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિયાને જીવંત રાખવાનો, ગુજરાત સંબંધિત (ખાસ કરીને ભૂગોળ અને ઇતિહાસ) લેખો સુધારવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇનો (ભાંગફોડિયા, જાxખ, પ્રચાર દૂર કરવો) છે. આ ઉપરાંત KartikBot વડે ગુજરાતી વિકિમાં કંટાળાજનક અને સમય માંગે એવા કામોને ઝડપી બનાવી રહ્યો છું.
નોંધ: હું વિકિમીડિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું, પરંતુ આ ખાતાં વડે થતા કોઇપણ ફેરફારો વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સમર્થિત નથી કે તેને રજૂ નથી કરતા, સિવાય કે જ્યાં તેમ સ્પષ્ટ કરેલું હોય. આ મારું અંગત સભ્ય ખાતું છે. વિકિમીડિયા ફાઉન્ડેશનના કામ માટે હું મોટાભાગે KMistry (WMF) ખાતું વાપરું છું.