વનરાજ ચાવડા
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૧૬/૦૭/૨૦૧૭)
|
વનરાજ ચાવડા | |
---|---|
વનરાજ ચાવડાનું ચિત્ર | |
ચાવડા રાજા | |
અનુગામી | મૂળરાજ (સોલંકી વંશ) |
વનરાજ ચાવડા ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જે વંશે ગુજરાતમાં ઇસ ૭૪૬થી ૯૪૨ સુધી રાજ્ય કર્યું હતું.[૧]
જીવન
વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.[૨]
ઇતિહાસ
સાતમી સદીમાં, પંચાસર ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ, બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું.[૩]
તેની પત્નિ રાધનપુરના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.[૪] જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ[સંદર્ભ આપો] ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[૪] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.[સંદર્ભ આપો]
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.
નોંધ
- ↑ Chintaman Vinayak Vaidya (૧૯૭૯). History of mediaeval Hindu India, Volume 1. Cosmo Publications. પૃષ્ઠ ૩૫૫.
- ↑ John E. Cort 1998, p. 87.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૪૫.
- ↑ ૪.૦ ૪.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 345.
સંદર્ભ
- John E. Cort, ed. (૧૯૯૮), Open Boundaries: Jain Communities and Cultures in Indian History, State University of New York Press, ISBN 0-7914-3785-X, https://books.google.co.in/books?id=yoHfm7BgqTgC
- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ 345.
બાહ્ય કડીઓ
- પાટણનો નકશો (ઇતિહાસ સાથે) mapsofindia.com પર
આ લખાણ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૫. પર પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.