લખાણ પર જાઓ

પાપડ

વિકિપીડિયામાંથી
સતિષચંદ્ર (ચર્ચા | યોગદાન) દ્વારા ૦૦:૫૯, ૨૬ મે ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
પાપડ ભરેલી એક પ્લેટ

પાપડભારતીય ખાણાં સાથે સાથે ખાવા માટે વપરાતી એક કરકરી વાનગી છે, જે અડદના લોટમાંથી બનાવવામાં આવે છે. સૂકવીને તૈયાર કરેલા પાપડ તેલમાં તળીને કે અંગારા પર શેકીને ખાવા માટે પીરસવામાં આવે છે. પાપઙને એક પ્રકારની સહયોગી વાનગી ગણવામાં આવે છે. આ એક પાચક વાનગી ગણાય છે. કેટલીક જગ્યાએ પાપડ ખાણાના અંતમાં પણ ખાવાની પરંપરા છે.

ગુજરાત રાજ્યમાં પણ પાપડ ખાવાની પરંપરા ખુબજ પ્રચલિત છે. ગુજરાતી થાળી પાપડ વગર અધુરી ગણાય છે. ગુજરાતી લોકો મરીના સ્વાદવાળા, લાલ મરચાં વાળા, લીલાં મરચાં વાળા, લસણ વાળા એમ અલગ અલગ સ્વાદવાળા પાપડ બનાવીને ભરી રાખે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]